Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 430
________________ ૪૨૪ આનંદ મંદિર, પટુતા હોય, ત્યાં સુધીમાં ઉત્તમ ગુરૂના યોગથી શાસ્ત્ર શ્રવણ કરવું જોઈએ. શ્રદ્ધાને શુદ્ધ ઉપયોગ કરી, પંડિત વીર્યના ઉલ્લાસથી આરંભેલા કાર્યને યાવજીવિત પાળવું જોઇએ, અને સર્વ રીતે દેશવિરતી ધર્મના બધા લાભ મેળવી સર્વ વિરતિ ચારિત્ર ધર્મની શુદ્ધ ભાવના ભાવવી જોઈએ. “ આ ગૃહાવાસ છે, તે પાશરૂપ છે, વિષય ભેગમાં આતુર એવી ઇંદ્રિય અનર્થ કરનારી છે, અને સ્ત્રીઓ આ સંસાર સાગરમાં પાષાણની નાવિકા છે. ” એમ જાણી સુકતની શ્રેણી તરફ મનોવૃત્તિ લગાડવી જોઈએ. જે પુરૂષ આ ક્ષણ પરિભોગી ધનાદિ પદાર્થો નરકમાં સહાય કરનારા છે, એમ મનમાં ચિંતવ્યા કરે, તે ખરેખરો શ્રાવક કહેવાય છે. આટલું કહી સૂરીશ્વર નીચેની ગાથાઓ બોલ્યાઃ– કાક ચિંતે મનમાં એહવું, લઉં સર્વ વિરતિ કે વાર, આગમ ભણિ પ્રતિમા વહુ, વળી કરૂં ઉગ્ર વિહાર ગીતારથ ગુરૂ સેવના, પંચ પ્રકાર સઝાય, ઇત્યાદિક બહુ ભાવના, એવા મનોરથ થાય. તે સંગ મળે હુતે, ન કરે ઢીલ લગાર, તે સામગ્રી સવિ મળી, અફળ કરે છે ગમાર. આ ગાથાઓ સાંભળી મહારાજ શ્રીચંદ્ર ઘણો જ ખુશી થઈ ગયે; આથી કરીને તેના હૃદયની વૈરાગ્ય ભાવનાને પરિપૂર્ણ પુષ્ટિ મળી, નિદ્રાળુને જેમ બીછાનું મળે, તૃષાતુરને જેમ અમૃત મળે, અને નિર્ધનને જેમ ધન મળે, તેમ તેને આ ઉત્તમ ઉપદેશ મળતાં તેને હદય ઉપર સારી અસર થઈ. તરતજ તે સંયમ લેવાને ઉત્સુક થઈ ગયું. પછી તેણે નગરમાં આવી જાહેર ઉપણ કરાવી કે, “ શ્રીયંદ્ર રાજા સંયમ લે છે, માટે જેની ઈચ્છા હોય, તેણે તેમાં સામેલ થવું. ” કુશસ્થળીમાં એ વાત બધે સ્થળે પ્રસરી ગઈ. મહારાજા શ્રીચ કે પિતાના પુત્ર પૂર્ણચંદ્રની રજા લીધી. આજ્ઞાંકિત પુત્રને પિતાના વિયોગને ભય થયો, તથાપિ તેણે પિતાની સંયમની ઈચ્છાને અનુમોદન આપ્યું. પૂર્ણચંદ્ર પિતાના દિક્ષેત્સવને સમારંભ કર્યો, તે પ્રસંગે આખા નગરને વિવિધ જાતની શોભાથી અલંકૃત કરવામાં આવ્યું. મોટા ઠાઠમાઠથી અઠ્ઠાઇ મહત્સવને સમારંભ કરાવ્યો. દીક્ષાના શુભ મુર્તિના દિવસે રાજ્યની તમામ રીયાસત સાથે મોટો વરઘોડે તૈયાર કરાવ્યો. હાથી, ઘેડા, રથ અને પેદલની પંક્તિઓ શ્રૃંગાર ધારણ કરી, સ્વારીમાં તૈયાર થઈ. કુશસ્થળી નગરીએ અલકાપુરીની શોભા ધારણ કરી, બાળકથી તે વૃદ્ધ સુધીના તમામ નગરજન મહારાજાની દીક્ષિત મૂર્તિનાં દર્શન કરવાને બહાર નીકળી પડ્યાં. મોટા આડંબરથી મહારાજાની દીક્ષા સ્વારી સૂરીશ્વરની પાસે આવી. દુરથી શિબિકામાંથી ઉતરી મહારાજા સુરીશ્વરની પાસે આવ્યા, સૂરીશ્વરને વિધિથી વંદના કરી, તેણે રાજચિહે અને અલંકારો દૂર કરી દીધાં; આથી જે કૃત્રિમ શોભા હતી, તે દૂર થઈ ચઈ, અને તેના શરીરની સ્વાભાવિક શોભા પ્રગટી નીકળી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438