Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 424
________________ ૪૧ આનંદ મંદિર, પ્રકારનું હેય, તેપણુ ગુરૂની આજ્ઞા શિવાય કરેલું કાર્ય તેનું પૂર્ણ ફળ આપતું નથી. જેને માટે નીચેનું પ્રાકૃત કાવ્ય સ્મરણીય છે. આપ બુદ્ધિએ સુંદર કહ્યું, તે સુંદર નવ હાય, જે ગુરૂ વચન થકી કર્યું, તે શાસનમેં સેહ. ૧” વળી યતનાને માટે પણ તેમજ કહ્યું છે – “ યત્તના પૂર્વક તપ કરે, જેથી ભવને વામો, આણુ યતના જે મળે, તે શિવસુખને પામે. ૧” ગુરૂએ આ પ્રમાણે ઘણું કહ્યું, પણ સુસદ્ગુના હૃદયમાં જરા પણ ઉતર્યું નહીં. તે ગુરૂની અવજ્ઞા કરી, અને જયણાને વિસારી કષ્ટ ભરેલાં તપ કરવા લાગ્યો. આવી વર્તશુક રાખી ગુરૂની સાથે વિહાર કરવા લાગે. છેવટે ગુરૂએ તેને પ્રાયશ્ચિત લેવાને કહ્યું, તથાપિ તે પ્રાયશ્ચિત લીધા વગર સ્વતંત્રતાથી વર્તવા લાગે. ગુરૂ શિક્ષા આપે, તે પણ તેની દરકાર રાખે નહીં. જ્યારે આમ હદ ઉપરાંત સુરદ્ધનું પ્રવર્તન જોવામાં આવ્યું, એટલે ગુરૂએ તેને સંધની સમક્ષ પિતાના ગચ્છની બહાર કાઢો. ગચ્છની બાહેર રહીને પણ તે જયણાં વગર ઉગ્ર તપસ્યા કરવા લાગ્યો. પટકાય જીવની વિરાધનાને નહીં ગણતાં કેવળ તપસ્યામાંજ તે તલ્લીન રહેવા લાગે. આ પ્રમાણે યતના રહિત ચારિત્રને પાળતાં, તે સુસદ્દને કાળ આવ્યો. મૃત્યુ પામ્યા પછી તપના પ્રભાવથી તે સધર્મ દેવલેકમાં ઇદ્ર સામાનિક દેવતા થયે. હે ગૌતમ ! હવે તે સુસદ્દનું આયુષ્ય આ પ્રમાણે છે. સધર્મ દેવકમાંથી ચવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થઈને અવતરશે, ત્યાંથી સાતમી નારકે ઉત્પન્ન થઈ હસ્તીને અવતાર પ્રાપ્ત કરશે. તે ભવે અતિ મૈથુન સેવી, મરીને અનંત કાયમાં જશે, અને પાછો ચતુર્ગતિના મોટા ફેરામાં પડશે. હે ગૌતમ ! જય વિના કેવી અધેગતિ થાય છે ? તેને માટે તે સુસદ્દ પૂર્ણ દષ્ટાંતરૂપ છે. તેણે અતિ મહાન તપશ્યા કરી હતી, અને પિતાના શરીરને મેટા કષ્ટનું ભાજન બનાવ્યું હતું, તથાપિ યતના વિના તેને ઉદ્ધાર થશે નહીં. આ અનંત ભવસિંધુને તે તરી શક્યો નહીં, એટલું જ નહીં, પણ સંસારની પરંપરામાં તેને મહા કષ્ટ વેઠવાં પડ્યાં. તેવી રીતે જે માણસ ગુરૂનાં વચનની યતમા ન કરે, તે સુસની જેમ બહુભવી થાય છે. જે ગુરૂની આજ્ઞાથી તેણે તપ આચરણ કર્યું હોત, તો તે મહા ફળ પ્રાપ્ત કરી શકત. સુસઢ શ્રાવકે જે તપ કર્યું છે, તે તપને આઠમો ભાગ જે ગુરૂની આજ્ઞાએ કરવામાં આવ્યો હોત, તો તેજ ભવમાં એણે જાત. જૈન આગમ પિકાર કરી જણાવે છે કે, જે કાંઈ ધાર્મિક ક્રિયા કરો, તે યતના પૂર્વક કરજો. ચારિત્રથી અલંકૃત થઈ, જે તમે જયણનો અનાદર કરશે, તે તમારું . ચારિત્ર વ્યર્થ થવાનું જ. તેવા ચારિત્રથી તમે અલંકૃત થયા નથી, પણ શારિરથી ભ્રષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438