Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 403
________________ સુવૃત્તાચાર્ય. ૩૯૭ કારી થાય છે. રાજેંદ્ર ! દ્રવ્યપૂજાથી ભાવપૂજા વધે છે. તે પૂજા સંવરરૂપ હાવાથી સાધુ ધર્મને યોગ્ય થઇ, છેવટે અરૂપ મેક્ષ સ્થિતિને પ્રાપ્ત કરાવે છે. એ ભાવપૂજા તપ સયમનું સ્વરૂપ છે. સયમને પ્રભાવ સર્વથી ચડીયાતેા છે, તેને માટે જિનાગમ નીચેની ગાથા પોકારે છેઃ— " कंचण मणिसोवाणं थंभसहस्सस्यं सुवण्णतलम् । जो कारिज्जर जिणहरं तओवि तवसंजमो अहिओ ॥ १ ॥ " સુવર્ણ મણિના પગથીઆવાળું, હજારો સૈકા સ્તંભથી સુશોભિત અને સુવર્ણના તળિઆવાળું જિનાલય જે પુરૂષ કરાવે, તેનાથી પણ તપ સયમ અધિક છે. ” 66 આવે! તપઃસંયમ પ્રત્યેક મનુષ્ય આચરવા યોગ્ય છે, તે તપ સયમના પ્રભાવથી ચાર પ્રકારનું ધર્મ ધ્યાન થઇ શકે છે. તે ધ્યાનના પિડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત એવા ચાર ભેદ પડે છે. તીર્થંકરના જન્મની અવસ્થા, રાજ્યાવસ્થા, અને શ્રમણાવસ્થાનું ધ્યાવું, તે પિંડસ્થ ધ્યાન છે, કેવળજ્ઞાનની અવસ્થા, તે પદસ્થ ધ્યાન કહેવાય છે. મૃત્યુ પછી પ્રતિમાવસ્થાનું ચિંતવન તે રૂપસ્ય ધ્યાન, અને સિદ્ધાવસ્થાનું ચિંતવન એ રૂપાતીત ધ્યાન કહેવાય છે. આ મહાધ્યાનને મહિમા અપાર છે, કે જેનાથી સ્વર્ગ, અને મેાક્ષનાં ઉત્તમ સુખ પ્રાપ્ત થઈ શકે છે. હે રાજેંદ્ર ! આ પ્રમાણે મેં તમને ધર્મનું સક્ષ્મ સ્વરૂપ કહેલુ છે. એ સ્વરૂપનું તમે એકાગ્રતાથી મનન કરજો, અને તમારા મનુષ્ય જન્મને કૃતાર્થ કરવાના પ્રયત્ન કરો. આ ધર્મ સાધનને યોગ્ય એવા માનુષ્ય ભવ વારવાર પ્રાપ્ત થતા નથી. સર્વમાં માનવ જીવન દુર્લભ છે. એ મહા જીવનને શાસ્ત્રકારો ચિંતામણી રત્નની ઉપમા આપે છે. ચિંતામણિ રત્નથી જેમ જે જે ઇચ્છાઓ પૂર્ણ થાય છે, તેમ દુર્લભ માનવ જીવનથી બધી જાતની ઇચ્છા પૂર્ણ થાય છે. આ લેકનાં, પરલોકનાં તેમજ પરમાનંદ પદ્મનાં અનુપમ સુખ મેળવવાનુ સાધન એક માનવ જીવનજ છે. વિમાનવાસી દેવતાએ પણ પરમ સુખ મેળવવાને એ જીવનની સર્વદા અપેક્ષા રાખે છે. યાગીંદ્ર, મુનીંદ્ર, કેવળી, અને તીર્થંકર જેવી મહાન પદવીઓમાં પ્રવેશ કરવાનું દ્વાર પણ માનવ જીવન છે. સુવૃત્તાચાર્ય આ પ્રમાણે કહી વિરામ પામ્યા, તેમની દેશનાથી કુશસ્થળીના પૂર્વ રાજા પ્રતાપસિંહના હૃદય ઉપર ઘણી અસર થઇ ગઇ, તેના રમે રામે સ ંવેગ રસની ધારા પ્રસરી ગઈ. તરતજ મહારાજાએ હ્રદયમાં વિચાર્યું કે, આ સંસારમાં માનવજીવન એક અમૂલ્ય રત્ન સમાન છે. આવા ઉત્તમ જીવનને મે' અદ્યાપિ સાર્થક કર્યું નથી, આજ સુધી હું રાજ્ય લક્ષ્મી, અને કુટુંબના મેહમાં મસ રહ્યા છું, હવે આત્મ સાધન કરવું જોઇએ. શ્રીયદ્ર જેવા પ્રતાપી પુત્રે મને નિશ્ચિંત કર્યો છે. કુશસ્થળીની પ્રજા ખરેખર સનાથ થઇ છે. રાજ્યના સાત અંગેએ પાતાને યેાગ્ય એવે સ્વામી મેળવ્યો છે. હવે મારે પરલોક તરફ દ્રષ્ટિ કરવી જોઇએ. જેની આગળ મારૂ રાજ્ય, મારા વૈભવ, મારા પ્રતાપ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438