Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 410
________________ ૪૦૪ આનંદ મંદિર, થયાં. આ વૃત્તાંત સાંભળી તમે આશ્ચર્ય પામી પુછયું કે, સ્વામી ! ગોવિંદ બ્રાહ્મણે પૂર્વે શું સુકૃત કર્યું હશે, કે જેથી તે એજ ભવમાં સિદ્ધ થયો ? પ્રભુ બોલ્યા—ૌતમ ! તેણે પૂર્વભવે શલ્ય રહિત થઈ યતનાથી આલેયણા કરી હતી. ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તને તેણે યથાર્થ રીતે આચરી, અને શુદ્ધ ચારિત્રને આરાધી ઉત્તમ સુકૃત સંપાદન કર્યું હતું, અને ચંદ્રની મુખ્ય પટરાણું થઈ, ત્યાંથી ચવીને એ બ્રાહ્મણ સુલભબોધિ થઈ હતી. અને તેનાથી ગોવિંદે સિદ્ધિસુખ મેળવ્યું હતું, તે સાંભળી ગૌતમે ફરીવાર પુછયું, સ્વામી ! એ બ્રાહ્મણી પૂર્વે શી રીતે સાધ્વી થઈ હતી ? તે કૃપા કરી કહો. પ્રભુ બેલ્યા, તે બ્રાહ્મણી પૂર્વે એક ગચ્છને નાયક મુનિ હતી, તેણે ગચ્છના પ્રવર્તનમાં ઘણી રીતે માયા, અને છળ કપટ આચરેલ, તેથી તેણે સ્ત્રી વેદ બાંધ્યો હતો. ગ૭પતિ સાધુ થતાં પણ તેણે પિતાનું ચારિત્ર સારી રીતે સાચું નહીં, તેણે માયાની રચના કરી ગુરૂને ભ્રમમાં નાખ્યા, તથાપિ ગુરૂ તે માયા પ્રવચનની પ્રતિકૂળ જોઈ, તે પ્રમાણે વર્યાં નહીં, અને એક અણુમાત્ર પણ માયાની છાયા લીધી નહીં. પૂર્વે તે ભરતખંડમાં ચાદ રત્નને સ્વામી હતા. એક દિવસે ગુરૂની પાસેથી દેશના સાંભળી તેના હદયમાં સારી અસર થઈ ગઈ. સંસારથી ભય પામી, તેણે સંયમ લીધે. સારી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરી, તે ગીતાર્થ થયો, અને સૂરિપદને અધિકારી થશે. આવી સ્થિતિએ પહોંચ્યા હતા, તથાપિ તેના પૂર્વ કર્મને દોષ અવશેષ રહ્યા, તેથી તેને દેવીરૂપે થવું પડયું હતું. ગૌતમ ! તે બ્રાહ્મણે જે માયા કરી હતી, તે લાખ લવને અંતરે પણ નડી હતી, તે વૃત્તાંત સાંભળો. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં શ્રી સામાન્ય નામે લેકમાન્ય રાજા હતો, તેને રૂપી નામે ગુણપાત્ર પુત્રી હતી. તે રૂપ અને લાવણ્યમાં રંભા જેવી હતી. અનુક્રમે તે રાજબાળાને પૈવન વયમાં પરણાવી. દુષ્કર્મને યુગે તે બાળા તરતજ વિધવા થઈ. એ દુર્ભાગી રાજપુત્રીને અતિ કષ્ટ ભર્યું વૈધવ્ય દુઃખ પ્રાપ્ત થયું. પુત્રીને દુઃખી જોઈ સામાન્ય રાજા તેને બોધ આપતો કે, પ્રિય સુતા ! કર્મનું બળ અનિવાર્ય છે, તેને માટે વિશેષ દુ:ખ ધ. રવું નહીં. તું સુજ્ઞ છું, તેં અહત વાણું સાંભળી છે, બ્રહ્મદત્ત જે સમર્થ પુરૂષ સેળ વર્ષ સુધી બંધ રહ્યો હતો, તેથી ઉદય આવેલું કર્મ ભગવ્યા વિના છુટકો નથી. શાણું સુતા ! શુદ્ધ હૃદયથી આહત ધર્મની ઉપાસના કર, ત્રિકાળ જિનપૂજા આચર, સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાવ, અને સાધર્મ જનની સેવા કર. વળી તું પવિત્ર ભાવથી જન સાધુ સાધ્વીની આરાધના કરજે. પિતાનાં આવાં શિક્ષા વચન સાંભળી રૂપવતી રૂપીએ જણાવ્યું, પિતાજી જે આજ્ઞા આપે તે કાષ્ટ ભક્ષણ કરી, આ દુઃખમાંથી હું મુક્ત થાઉં, મારે હવે શરીર ઉપર કોઈ જાતની મમતા નથી. આ સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી. પુત્રીના આવા વિચાર જાણી રાજા ખુશી થયો, તેના મનમાં આવ્યું કે, આ પુત્રીને ધન્ય છે. આવી શીલવતી સુતા મારા ઘરમાં છે, તેથી મારા ઘરની શોભા છે. પિતાના આત્માને નિષ્કલંક રાખવાને તેની કેવી પ્રીતિ છે ? મારે પુત્ર નથી, તે આ પુત્રીને જ હું પુત્ર માનું. આવું વિચારી રાજાએ રૂપીને કહ્યું, વત્સ ! તું ધીરજ રાખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438