Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 413
________________ જયણનું મહાભ્ય. ૪૦૭ રૂપીના નામની તેને પ્રતીતિ આવી ગઈ. તે વખતે કુમાર શીલસબ્રાહે વિચાર્યું કે, આ ખરે ખરો સ્વામિ ભક્તિને સમય આવ્યો છે. આ વખતે મારે પ્રાણર્પણ કરીને પણ સ્વામીનું કામ કરવું જોઈએ. જગતમાં સ્વામી ભક્તનાં નામ અમર અને યશસ્વી રહ્યાં છે; માટે હું સાગારી અનશન વ્રત લઈ, મારા શળ વ્રતની પરીક્ષા કરું. આવું વિચારી શીલસન્નાહ કુમાર સૈન્યની સામે એકલે આવ્યું. તેણે સૈન્યની નજીક આવી જણાવ્યું કે, હું રાજા છું, મારી સામે યુદ્ધ કરવા આવો. તે સાંભળતાંજ સૈનિકે હકારા કરી, તેની ઉપર ધસી આવ્યા, ત્યાં શાસન દેવીના પ્રભાવથી બધા સૈનિકે ચિત્રવત થઈ રહ્યા. તે વખતે શાસન દેવી આકાશમાં પ્રત્યક્ષ થઈ નીચે પ્રમાણે કાવ્ય બેલી – કહી ડગે કુળ પર્વતા, લેપે જલધિ મર્યાદ, વિધુ તાતે રવિ શીતળ, કબહિ હોય અવિસંવાદ. ૧ પણ સુશીળના શર્મને, ને હવે તાસ પ્રમાદ, નિર્મળ શારદ શશી પરે, જેના શીલ સંવાદ. ૨ પરમ પવિત્ર તે પુરૂષથી, પાવન હોય ત્રિભુવન, સવીરમ સુખને નિધિ, જસ ત્રિકરણ શુદ્ધ મન. આ પ્રમાણે કાવ્ય બેલી, તેણીએ કહ્યું કે, આ શીલસન્નાહ કુમારને પ્રભાવ છે. સર્વે તેને નમન કરે; એમ કહી તેણે તે કુમારની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. આથી ચારે તરછ શીળની ઉદૂષણું થઈ રહી. આ દેખાવ જોઈ કુમાર શીલસન્નાહને મૂર્છા આવી ગઈ, અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેની સાથેજ અવધિ જ્ઞાન પણ ઉત્પન્ન થઈ આવ્યું. ક્ષણવારે મછીથી નિવૃત્ત થઈ તે સાવધાન થયે રાજા વિચારસાર કુમારની શી સ્થિતિ થઈ, તે જોવાને પરિવાર લઈ નગરની બાહેર આવ્યા. નગરની બાહેર આવતાં કોઈ સૈનિક પણ જોવામાં આવ્યા નહીં. જાતિવંત અશ્વ ઉપર ચડીને તે એક પર્વતની ગુફામાં આવ્યું, ત્યાં તે કુમારને દક્ષિણ કરથી પિતાના મસ્તકને લેચ કરતા જોયો. ક્ષણ વાર થઈ ત્યાં મુનીંદ્ર - યેલા તે કુમારની ઉપર છત્ર ધરીને ઉભેલા સધર્મ ઇદ્રને જે, અને દેવતાઓએ રચેલા સુવર્ણના કમળ ઉપર તેને બેઠેલે છે. અવધિ જ્ઞાનના બળથી તેઓ અસંખ્ય જન્મની વાર્તાઓ કહેવા લાગ્યા. રાજા વિચારસારે અને બીજા પરિવારે તેમની આગળ દીક્ષા લીધી. ચતુર્વિધ દેવતાઓ આવી મુનિની સેવા કરવા લાગ્યા. આકાશમાં દુંદુભિના નાદ અને સ્તુતિઓના ઉચ્ચાર થવા લાગ્યા. સામંત કુમાર શીલસન્નાહની આવી ઉત્તમ સ્થિતિ સાંભળી, તમે વીરભગવંતને પુછયું કે, સ્વામી ! એ સામંત કુમાર શીલસાહ એ સુલભ બોધિ કેમ થયું ? અને તેને જે જતિ મરણ થયું, તે કઈ જાતિનું સ્મરણ થયું ? આ પ્રમાણે ગૌતમના પુછવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438