Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 411
________________ જયણાનું મહાત્મ્ય. ૪૦૫ આ ઘરમાં રહે. તારા સુવિચાર જઈ હું ઘણો જ પ્રસન્ન થયો છું. તું સર્વ રીતે શીળનું રક્ષણ કરવાને સમર્થ છે. વળી મારે પુત્ર નથી, તે તને હું પુત્ર તરીકે માનીશ. તું મારો રાજ્ય પાળક પુત્ર છું, એમ હું જાણીરા. માટે બીજો વિપરીત વિચાર કરવો નહીં. સર્વદા જિન ભાષિત ધર્મની આરાધના કર. કાષ્ટ ભક્ષણ કરવાથી કાંઈ સ્વર્ગવાસ મળતો નથી. નહીં તો બધાં પતંગીયાં સ્વર્ગ જાય. માટે તારે પ્રસન્ન ચિત્ત ધમની આરાધના કરવી. બાહ્ય અને આત્યંતર મળી બાર પ્રકારનું તપ આચરવું, આંબિલ વર્દમાન; કનકાવળી, મુક્તાવળી, શ્રેણિ પ્રત, લઘુસિંહ નિક્રીડિત, વૃદ્ધ કીલિત, જવ, વજ, મગ્ન, પ્રતિમા, ભદ્ર, મહાભદ્ર, સર્વતે ભદ્ર, બાર પ્રતિમા પંચકલ્યાણક, વીસ્થાનક, અને સિદ્ધ, ચક્ર વિગેરે અનેક જાતનાં તપ તપી ધર્મનું આરાધન કરવું. શાણી પુત્રી ! તે આગ્રહ છોડી દે. આ માનવ ભવ વાર વાર મળતો નથી. પિતાનાં આવાં વચનથી રૂપીના હૃદયમાં સારી અસર થઈ, તેણીએ રાજ્યમાં રહી, આહત ધર્મની ઉપાસના કરવાનો નિશ્ચય કર્યો. પછી તે બાળા પિતાના વચનને અનુસરી રાજ્યમાં રહી, અનેક પ્રકારનાં ધર્મ કાર્ય કરતી કાળ નિર્ગમન કરવા લાગી, અને આત્મજીવનને કૃતાર્થ કરવા લાગી. એ અરસામાં દૈવેગે તેના પિતા શ્રી સામાન્ય રાજાનું અચાનક મૃત્યુ થયું. પછી મંત્રિ, સેનાપતિ, અને નગરશેઠે વિચાર કર્યો કે, રાજા અપુત્ર મૃત્યુ પામેલ છે, માટે આ વિધવા રાજપુત્રીને જ રાજ્યસન ઉપર બેસારવી. આ નિશ્ચય કરી, સામાન્ય રાજાની ગાદી ઉપર રૂપી રાજપુત્રીને રાજકુમારને વેશ પહેરાવી બેસારી. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રૂપી રાજાના નામની આણ ફેરવવી. રાજ્યના સિંહાસન ઉપર રૂપી રાજાની આગળ સર્વ સામતેએ અને મંત્રિઓએ નમન કર્યું. ચતુર રૂપી પિતાના પિતાનું રાજ્ય નીતિથી પાળવા લાગી, અને તેણીએ સર્વનાં મન રંજન કરી દીધાં. કામ વિકાર દુર્જય છે, તેની આગળ મતિનું બળ ચાલતું નથી; રાજ્યલક્ષ્મીના મદમાં આવેલી રૂપી, એકવાર મહેલના ગેખ ઉપર એકલી બેઠી હતી, તેવામાં શીલસ શાહ નામે એક સામંતને સુંદર કુમાર ત્યાં થઈને પ્રસાર થતો હતો, તેને જોતાંજ રૂપીની દ્રષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયો. સામતકુમાર ગુણી હો, વળી શીળ રત્નથી વિભૂષિત હતો, ગમે તે દુર્ધટ પ્રસંગ આવે, પણ તે ડગે તે નહોત; તે જૈન તત્વનો જ્ઞાતા હેવાથી તેના હૃદય ઉપર સદાચરણની દ્રઢતા સારી હતી. રૂપીએ આજ્ઞા કરીને તે તરૂણ કુમારને પિતાની પાસે બોલાવ્યું, અને તેને પિતાના નામની મુદ્રા આપી. ધર્મશ કુમારે રૂપી રાજાની દ્રષ્ટિ જોઈ મનમાં ધાર્યું કે, રૂપીના હૃદયમાં મનોભાવના વિકારો પ્રગટ થયા છે, રાજલક્ષ્મીના મદે આ વિધવાના મન ઉપર નઠારી અસર કરી છે. આહા! વિષયની કેવી પ્રભળતા ! આ રૂપીને ધિક્કાર છે. તેણીએ પિતાના શુદ્ધ જીવનને કલંકિત કર્યું છે, પિતાના શીળરત્નને ક્ષણમાં ગુમાવી દીધું છે. આવું વિચારી તે ધાર્મિક કુમારે પિતાના હૃદયમાં નીચેની કવિતા યાદ કરી:- - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438