Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 409
________________ જયણાનું મહાભ્ય, ૪૦૩ એક વખત એવું બન્યું કે, કેઈ ગેકુલી નામે ગોવાલણ મહી વેચવાને ગોવિંદને ઘેર આવી ચડી, તે ચોખાને બદલે મહીની માટલી આપતી હતી. ગોવિંદ રાજમાંથી એક આઢક જેટલા ચોખા લાવે, તેથી તેણે તેણીનું મહી ખરીદવાને સુજજશ્રીને કહ્યું કે, આપણુ ઘરમાં જે ચોખા છે તે આપી, આ મહી ખરીદ કર. તરત સુજજશ્રી ચોખા લેવાને ઘરમાં ગઈ, ચારે તરફ જોયું, પણ કોઈ ઠેકાણે ધાન્ય જોવામાં આવ્યું નહીં. પછી તે એક બીજા ઘરમાં ગઈ, ત્યાં પિતાને ચેષ્ટપુત્ર વેશ્યાની સાથે રતિવિલાસ કરતા જેવામાં આવ્યો. માતાને જોઈ પુત્ર ઉંચે સ્વરે બે, માતા ! અહીંથી ચાલી જા, નહીં તો મારી નાખીશ. એમ કહેતાંજ સુજજશ્રી મૂછ ખાઈ. કાષ્ટવત પૃથ્વી પર પડી ગઈ. તત્કાળ ગોવિંદ દોડ્યો આવ્યો, મૂછી વળવાના ઉપાય કર્યો. ક્ષણ વારે તે બેઠી થઇ બોલી, સ્વામી ! હું ધાન્ય લેવાને ઘરમાં આવી, ત્યાં મેં એક અકાર્ય જોયું. તે જોતાંજ મને જાતિસ્મરણ થયું, અને તેથી મૂછ આવી. મારી મને વૃત્તિમાં પૂર્વભવનું સ્વરૂ૫ ખડું થયું. મને સંગ પ્રગટ થયું છે. આ સંસારનાં પુદ્ગળિક સુખ તરફ મને તિરસ્કાર છુટ છે. સ્વજન, બંધુ, સગાં સ્નેહી સે સ્વાર્થી છે, મેં અનેક કષ્ટ વેઠી, જે પુત્રને ઉછે, અને વિનવય સુધી પહોંચાડે, તે પુત્ર દુષ્ટ કાર્ય કરવા તત્પર થયે, અને તે કાર્યને માટે તેણે મારે ઘાત કરવાનું પણ જણાવ્યું. અહા ! મારામાં કે મેહ પ્રબળ છે? પુત્રને માટે મેં મારા જીવનને સ્વાર્થી કર્યું. હું માનવભવને હારી ગઈ, મેક્ષરૂપ વૃક્ષના બીજરૂપ સમકિતને મેં ધારણ કર્યું નહીં, દર્શનશુદ્ધિ જિનરાજની દ્રવ્યપૂજા, ભાવપૂજા અને ત્રિકાળ જિનસ્તુતિ એ કઈ પણ મેં આચર્યા નહીં, આ સંસારરૂપ સાગરને તરવાનું નાવ મેં હાથે કરીને ગુમાવી દીધું. પરોપકાર, સામાયિક, પોષહ, તપ, પર્વ આરાધન અને જ્ઞાનાભ્યાસ વિગેરે બીજાં સુકૃત્ય મારાથી થઈ શક્યાં નહીં. બકરીના ગળાના સ્તન જેવા મારા નિરર્થક જીવનને ધિક્કાર છે. - સ્વામી ! હવે હું દેશથી અને સર્વથી ધર્મ આચરવાને આદર કરે. આ માનવ જન્મ દુર્લભ છે. જ્યાં સુધી શરીરમાં આયુષ્ય છે, ત્યાં સુધીમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની સેવા કરવા તત્પર થઉં. હજુ આત્મસાધન કરવાનો સમય છે. જ્યાં સુધી આ શરીરમાં ઇદ્ધિ આબાદ છે, ત્યાં સુધી કાંઈ પણ ધર્મ સાધન થઈ શકશે. જે જરારૂપ રાક્ષસી આવી આ શરીરને વળગશે, તે પછી કાંઈપણ બની શકશે નહીં. તે પહેલાં મારે ચેતવું જોઈએ. આ પ્રમાણે સુજશ્રી જાતિ સ્મરણના બળથી પ્રતિબધ પામી ગઈ, તેણીનાં વચન સાંભળી ગેવિંદને પણ પ્રતિબંધ થયા. ગોવિંદ પિતાની પ્રિયાને સંવેગ વિષે અનુમોદન આપી, વ્રત લેવાની ઈચ્છા જણાવી. બંને દંપતીએ તત્કાળ શ્રત કેવળા આચાર્યની પાસે દીક્ષા લીધી. જ્ઞાન અને ચારિત્ર ગુણને ઘણો કાળ આરાધી તેઓ તેજ વે સિદ્ધ * એક જાતનું દાણાનું માપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438