Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 400
________________ ૩૯૪ આનંદ મંદિર. આ શિવાય શ્રીચંદ મહારાજાએ પોતાના ઉત્પાદક અને પાલક માતાપિતા તથા પરિવારને લઇ, મોટી યાત્રાઓ હરી હતી. આથી શ્રીચંદ્ર ભૂમિપતિ અને સંધપતિ પૂર્ણ રીતે બન્યો હતો. નિત્ય વિવિધ પ્રકારની પૂજ ભણાવી, તે પૂજાના પવિત્ર પ્રભાવને વધા રતો હતો. તેના રાજ્યમાં કોઈ ગિરિ, કે ગામ એવું નહોતું, કે જેમાં જિનાલય ન હોય. વળી તે જ આવશ્યકની ક્રિયા કરવામાં તત્પર રહેતો હતો, તેણે ધનને માટે વ્યય કરી, જ્ઞાનના અસંખ્ય ભંડારો કરાવ્યા હતા. આવી મહા સત્તા પ્રાપ્ત થતાં પણ તે પિતાની આજ્ઞા લઈને જ દરેક કામ કરતો હતો. સઘળા કુવ્યાપારને તે ત્યાગ કરતો હતો, અને ચારે પર્વમાં શુભ ધ્યાન આચરતો હતે. શ્રીચંદ્રના મહાન રાજ્યમાં ચેરી, વ્યભિચાર, છળ, કપટ અને નિષિધ આચાર થો નહીં, અને આખા રાજ્યમાં અમારી ઘોષણા થતી હતી. શ્રીચંદ્રના નીતિ રાજ્યમાં પ્રજાને સ્વર્ગનું સુખ મળતું હતું. જોકે નિશ્ચિત અને નિર્ભય થઈ, આત્મસાધન કરતા હતા. પ્રકરણ ૬૯ મું. * : પ. સુવૃત્તાચાર્ય, આ કુ ! શસ્થળીમાં આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો, શ્રીચંદ્રની રાજનીતિથી પ્રજા રંજન થતી હતી, ધર્મ, અર્થ અને કામને સાધવામાં શ્રીચંદ્ર પૂર્ણ ફતેહ જ મેળવી હતી, શ્રીચંદ્ર જેવા નીતિમાન રાજાથી કુશસ્થળી રાજન્વતી કહેવાતી છે આ હતી, શ્રીચંદ્ર રાજકીય વૈભવના વિલાસમાં મગ્ન રહેતાં પણ, રાજયોગી ક હેવાતે હતો, તે હમેશાં નિયમિત રીતે સમય પ્રમાણે પ્રવર્તન કરી, બીજાઓને દ્રષ્ટાંતરૂપ થતો હતો. અમુક વખતે અમુક કામ કરવું. એવા નિયમથીજ તેનું આનિક ચાલતું હતું. આવશ્યક ક્રિયામાં તે સારી રીતે સાવધાન રહેતું હતું. પાત્રદાન, દયાદાન વિગેરે કરવામાં તેનું ઔદાર્ય ઉત્તમ પ્રકારનું દેખાતું હતું. કવિઓ, વિદ્વાનો અને યાચકો તેની દાનકીત્તને દિશાઓમાં પ્રસારતા હતા, ઈદના જે વૈભવ છતાં તેનું હૃદય અભિમાનને વશ થયેલું નહોતું, દુર્બસને તેને આકર્ષવાને સમર્થ થયાં નહોતાં, તેના હદયમાં શાંતિને પ્રવાહ સતત વહ્યા કરતે, તેથી ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર કષાયો તેનાથી દૂર રહેતા હતા, તેનામાં પ્રતાપને ઉચ્ચ ગુણ છતાં ઉપશમનો ભંગ થતો નહત, રજોગુ. ણની યોગ્યતા રાખવા છતાં સત્વગુણનું પ્રબળ ઘટતું નહોતું. આવી રીતે કુશસ્થળીને અધિપતિ શ્રીચંદ્ર, ચંદ્રની જેમ રાજ્યરૂ૫ ગગનમાં ચળકતો હતો; તેની રાજનીતિની પ્રશંસા સાંભળી વૃદ્ધ પ્રતાપસિંહને ઘણો આનંદ થયો હતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438