Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 399
________________ રાજ્યાભિષેક ૩૯૩ ધનવાન અને વૈભવ વિલાસી થતા હતા. છ ઋતુઓનાં વિવિધ જાતનાં સુખ તે ભોગવતે હતે. આ પ્રમાણે સર્વ ગુણ સંપન્ન શ્રીચંદ્ર કુશસ્થળીમાં મહાન સમૃદ્ધિ સંપાદન કરી, નીતિ રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં નીતિરૂપ કલ્પલતા ચારે તરફ છવાઇ રહી હતી, સોળ હજાર દેશ તેની આજ્ઞાને ઉઠાવતા હતા. હાથી, ઘોડા, રથ અને પેદલ તથા દિવ્ય વસ્તુની સમૃદ્ધિથી તે ઈંદ્રની પ્રભુતા દેખાડતા હતા. મહીમંડળ ઉપર લકરાજ્ય, અને ધર્મરાજ્ય ચલાવનારા મહારાજા શ્રીચંદ્ર જે જે પિતાના સંબંધી અને સહાયક હતા, તેઓની સારી કદર જાણી હતી. સુગ્રીવ વિદ્યાધરને ઉત્તર શ્રેણીનું, અને રધ્વજ મણિચૂડને દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું હતું. પિતાના અપરાધી છતાં નમી પડેલા જય વિજય વિગેરે ચારે બંધુઓને ચાર દેશનાં રાજ્ય આપી, તેણે સુખી કર્યા હતા. ધર્મના સામ્રાજ્યને વધારનારા શ્રીચંદ્ર બધા મહીમંડળને જિન પ્રાસાદથી મંડિત કરી દીધું, અને જિતેંદ્રના ધવલ વિહારરૂપ હારથી ભ્રમિરૂપ ભામિનીને વિભૂષિત કરી દીધી. જગત ઉપર તેણે શત્રુ વગરનું નિષ્કટક રાજ્ય પ્રવર્તાવ્યું, દાનમાં કલ્પવૃક્ષ જેવા શ્રીચંદ્ર મહારાજાએ યાચકોને ધનાઢય કરી દીધા હતા, વિદ્યાધરોના ચક્રવર્તી શ્રીચંદ્ર પિતાના રાજકીય પરિવારમાં મોટો વધારો કર્યો હતે. દેશોનો અધિકાર ધર્મરૂચિ એવા સોળહજાર મંત્રીઓને તેણે સેંપી દીધું હતું, બુદ્ધિના નિધાન એવા સોળસે મુખ્ય પ્રધાને કર્યા હતા, લક્ષ્મણ વિગેરે સોળ મહા મંત્રીશ્વર બનાવ્યા હતા, અને તે સર્વની ઉપર સંપૂર્ણ સત્તા સાથે પોતાના મિત્ર ગુણચંદ્રને નિમી દીધો હતો. રાજ્યના બીજા અંગમાં પણ તેણે સારો વધારો કર્યો હતો. તેની ચતુરંગ સેનાની રચના મોટા પાયા ઉપર કરવામાં આવી હતી. તેમાં બેંતાલીશલાખ ગજે દ્રો હતા, દશ કરોડ ઘોડા હતા, તેટલાજ રમ, ગાડાં અને ઉટ હતા, અડતાલીશ કેટી સુભટો હતા, તેઓ અંજલી જેડી, મસ્તક પર આજ્ઞા ઉઠાવવાને હાજર રહેતા હતા. તે બધી સેનાના મુખ્ય અધિકારની પદવી ધનંજયને આપવામાં આવી હતી. તેની સમૃદ્ધિમાં ગગનની સાથે વાત કરે, તેવા બેંતાલીશ હજાર ઉંચા ધ્વજ હતા. નરવાહન શિબિકાઓ અને વાજિનાં મંડળો અસંખ્ય હતાં, તેનાં ચળતાં નિશાન સૂર્યથી અધિક તેજસ્વી દેખાતાં હતાં, ચમર છત્રને ધારણ કરનારા હજારો અંગરક્ષકે મસ્તક નમાવીને હાજર રહેતા હતા, હરિતારક, ચારણ, ભાટ, રાજકવિઓ અહર્નિશ તેનું યશોગાન કરતા હતા, તેઓમાં વીરવ મુખ્ય હતો. ગવૈયાઓ અને અપ્સરાઓ વિગેરે તેની દાનકીર્તિ અને ધર્મકીર્તિનું ગાન રાસમંડળથી કરતાં હતાં. મહારાજા શ્રીચંદ્ર આહત ધર્મની પ્રભાવના મોટા આડંબરથી કરતો હતો, ધાર્મિક પર્વના ઉત્સવ ઘણું ભભકાથી ઉજવતો હતો, ધર્મના ભારે ઉદ્યોતથી તેણે અઢાર વર્ષમાં જૈન ધર્મની પ્રવૃત્તિ કરાવી હતી, મોટી સામાયિકશાળાઓ, પવધશાળાઓ, મઠ, પાઠશાબાઓ, ધર્મશાળાઓ, ચેત્યો, યક્ષમંદિરે, વન અને વાટિકાઓ રચાવી, તેણે પિતાની રાજધાનીને સુશોભિત કરી દીધી હતી. ૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438