Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 393
________________ શ્રી ધમષ મુનિ. ૩૮૭ સૂરીશ્વરનાં આ વચન સાંભળી સર્વ સમાજ ચકિત થઈ ગયે. પવિત્ર હૃદયવાળા ચંદનના મનમાં ઘણી સારી અસર થઈ. પિતાને પૂર્વ ભવ જાણી, તેની મનવૃત્તિ આહંત ધર્મ તરફ વિશેષ આકર્ષવા લાગી. તેના હૃદયક્ષેત્ર ઉપર બેધિબીજ સજડરીતે આરૂઢ થયું. જૈન મુનીશ્વરેની તરફ તેની અત્યંત ભક્તિ વધવા લાગી. પછી મુનિને ત્રિકરણ શુદ્ધિથી નમન કરી, ચંદન અંજલિ જોડી બો–કૃપાળુ સૂરીશ્વર ! આપે મારા હૃદયનું અંધકાર દૂર કર્યું છે, અજ્ઞાનના મલિન પટળમાંથી મારો ઉદ્ધાર કર્યો છે. મારા પૂર્વભવના વૃત્તાંતના શ્રવણથી મારા અંતરમાં ધર્મની ઉંડી છાપ પાડી છે, તે સાથે મુનીશ્વરોના દિવ્યા જ્ઞાન તરફ પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે. સ્વામી ! મારે આપને એટલુંજ પુછવાનું છે કે, હજુ મારે ભોગવવાનાં કર્મ બાકી છે કે નહીં ? જે તે કર્મ ભોગવવાનો બાકી હોય, તે જેવી રીતે તે કર્મમાંથી મારો છુટકારો થાય, તેવો ઉપાય બતાવે. આપ પરોપકારી છે, આપની વાણીના પ્રભાવથી અનેક જીવને ઉદ્ધાર થાય છે. આપની દેશનાએ મારા હૃદયને અંતપેટ ખુલ્લો કર્યો છે, મારા અંતરનું તત્વ આપે ગુમ થયેલા રત્નની જેમ મને પ્રત્યક્ષ દર્શાવી આપ્યું છે. પૂજ્ય મહાશય ! મને કમરાશિને મહાન ભય છે. મને એ ભયમાંથી મુક્ત કરો. ચંદનની આવી પ્રાર્થના સાંભળી, મુનીશ્વરના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ આવી. દયાળુ અનગાર હસતા હસતા બોલ્યા–ભદ્ર ! તારા હૃદયની નિર્મળતા જોઈ મને આનંદ થાય છે, તું ખરેખર ઉપદેશને પાત્ર છું, તારા જેવા શ્રાવકને જઈ ઉપદેશકને પરમ સંતેપ થાય તેવું છે. ધાર્મિકમણિ ! જે તારે કર્મના કઠોર કષ્ટમાંથી મુક્ત થવું હોય, તે એક સર્વોત્તમ ઉપાય છે. આંબેલ વર્ધમાન તપનું તું આચરણ કર, એ તપ તપસ્યામાં પ્રખ્યાત છે, કમરૂપ મૃગલાંને સાડવામાં તે ખરેખર કેશરી છે, પાપરૂપ કાદવને પ્રક્ષાલન કરનાર નિર્મળ વારિ છે. આંબિલ તપના પ્રભાવથી ઘણાં પ્રાણીઓ પુણ્ય સ્થિતિએ પહોંચ્યાં છે. આંબેલના તપપ તરણીના પ્રકાશથી અજ્ઞાન અંધકારને નાશ થઈ જાય છે. પવિત્ર અને બેલ તપમાં અનુક્રમે ચઢવાથી ઓલી થાય છે, તેના સંપૂર્ણપણામાં ઉપવાસ આવે છે. ઓલીના ક્રમથી કરેલી તપસ્યા મોક્ષપદને આપે છે. મોક્ષરૂ૫ રાજમહેલની એ મજબૂત નિસરણી છે. ભદ્ર ચંદન ! તમે બંને સ્ત્રી પુરૂષ એ તપસ્થાને આરંભ કરો. મન, વચન અને કાયાની શુદ્ધિથી એ મહા તપની આરાધના કરે, જેથી તમારે અવશેષ કર્મો ભોગવવાં પડશે નહીં. મુનિશ્વરનાં આવાં વચન શ્રવણ કરી, ચંદન અને ભદ્રાએ તે મહા તપ આરંભ કર્યો. નિદાન વગરની તે તપસ્યા તેમણે એક નિષ્ઠાથી આરાધવા માંડી. ચંદન શેઠને ઘેર હરિ નામે એક સેવક હતો, અને બીજી તેની એક ધાવમાતા દાસી હતી, તેમજ તેના પાન ડોશની બીજી સેળ રમી હતી, તે બધાંએ આ દંપતિની સાથે અબેલ તપની આરાધના કરવા માંડી. એ ઉગ્ર તપસ્યા તેમણે નિષ્કામપણાથી અને પવિત્ર બુદ્ધિથી આચરી હતી. દૂધ, દહીં, છૂત અને બીજા મીઠા પદાર્થની ઇચ્છા જરાપણ રાખી નહીં, રસને ત્યાગ કરી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438