Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 396
________________ આનંદ મંદિર શુક્લ ધ્વજ બગલી રે, દારિદ્રતાપ વિલાસ, સઘળે શસ્ય વધારો, શેષે કુમતિજ વાસ. ૨ સજન મોર ઉલ્લાસ, શ્રીચંદ્ર ૫ જળધાર; અપર રાજ ગ્રહ તેજનો, સંધે સર્વ પ્રચાર..”- ૩ઃ શ્રીચંદ્રરૂપી મેઘ નીશાનના ધ્વનિથી શત્રજનને ગજાવ હતો, મદઝરતા હસ્તીએના મદજળથી પૃથ્વી પર છંટકાવ કરતે હો, ધળ ધ્વજારૂપ બગલીઓને ફરકાવ હતો, દાદ્ધિરૂપ તાપને શમાવતે હો, પ્રશંસારૂ૫ ધાન્યને વધારતું હતું, કુમતિરૂપ જવાસાને શેષવતે હતા, સજજનરૂપ મેરને ઉલ્લાસ કરાવતા હતા, અને બીજા દુષ્ટ રાજાઓરૂપ ગ્રહના તેજના પ્રચારને દૂર કરતો હતો. આ પ્રમાણે શ્રીચંદ્ર મહારાજા વિદ્યાધરનું આધિપત્ય સંપાદન કરી, તે દેશમાં કેટલેક સમય રહ્યા હતા. વિધાધરોની વિદ્યાઓથી, તેમના રાજ્યભવથી અને તેમની જાહેરજલાલીથી પરિપૂર્ણ આનંદ સંપાદન કરતાં છતાં શ્રીચંદ્રની મનોવૃત્તિમાં કોઈપણ વિકારો થયા નહતા. આહત ધર્મની ઉપાસનામાં તે તલ્લીન રહેતા હો, શ્રાવકના સદાચારો તેણે જરા પણ ત્યજી દીધા હતા, જૈન પર્વ જૈન મહત્ય અને જૈન ધર્મની ક્રિયાઓમાં તેને અબાધિત રાગ રહ્યા હતા, રાજકીય વૈભવના મહાન સુખને તે લધુ જાણતું હતું, રાજભોગને તે અસ્થિર જાણતો હતો, વનિતાઓના વિલાસને તે વિદ્યુતવિલાસ સમજતો હતો, વિદ્યાધરની રાજ્યલક્ષ્મી, ચમત્કારી વિદ્યાઓ, દિવ્ય સુખની પરંપરા અને વિદ્યાધરીઓને શૃંગાર, તે બધાં તેના ધાર્મિક હૃદયને ધર્મના પવિત્ર માર્ગમાંથી આકર્ષણ કરી શક્યાં નહોતાં. તે સર્વમાં અનાસક્ત થઈ ધર્મક્રિયાને પૂર્ણ આદર આપતો હતો. આથી કરીને તેના પુણ્યને પ્રભાવ પ્રતિદિન વૃદ્ધિ પામતે હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438