Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ખોરાર. ૧૧ પ્રથમ સ્વતન જુઓ - 'ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરી રે, ઔર ન ચાહું ૨ કત.' પ્રીતિ અનુષ્ઠાનથી શરૂઆત કરીને એ | ચોવીશીમાં ચડતા ક્રમે છેલ્લે અસંગ અનુષ્ઠાન સુધીની વાત ગર્ભિત રીતે કરાઈ છે. માનવમનની પ્રકૃતિ જોતાં એમ લાગે છે કે આ ચારે અનુકાનોનો કમ ખૂબ વૈજ્ઞાનિક છે. અનાદિની પુદગલપ્રીત એમ કાંઇ ૧૮૯દી છૂટી ન શકે : તેથી અદભુત ચતુરાઈથી શાસ્ત્રજ્ઞોએ પ્રીત રહેવા દઈને તેના પાત્ર-પરિવર્તનનો ઉપાય બતાવ્યો. પુદગલમાંથી ખરતીને મન હવે પ્રભુમાં પ્રીતિ કરતું થયું. પ્રીતિમાંથી ભક્તિ જામે છે. પ્રીતિઅનુમાનમાં પ્રભુ પ્રિય લાગે : પછી ભકિતઅનુકાનમાં પ્રભુ પૂજ્ય લાગે. પ્રાથમિક બે અનુષ્ઠાનો વચ્ચેની પાતળી ભેદરેખાને ગ્રન્થકારશ્રીએ પત્ની અને માતાના ઉદાહરાણથી સમજાવી છે. પત્ની પ્રત્યે (પતિને) પ્રેમ હોય, માતા પ્રત્યે ભક્તિ હોય. આ બન્ને અનુમાનો વચ્ચે પણ આવી જ પાતળી ભેદરેખા છે. આગામસ્મરાગપૂર્વક થાય તે વચન-અનુષ્ઠાન અને આગમવચન-સ્મરાગથી પડેલા સંસ્કાર માત્રથી (સ્મરણ વિના ૧૪) જે થાય તે અસંગ અનુષ્ઠાન, વચન-અનુષ્ઠાનની અભ્યસ્ત દશા = અસંગ અનુમાન. સાયકલસવાર પગથી પેડલ મારે ત્યારે ગતિ થાય પછી પેડલ ન મારવા છતાં પણ ગતિ ચાલુ રહે છે. આધગતિ એ વચનાનુષ્ઠાન, ઉત્તરકાલીન ગતિ તે અસંગાનુમાન, આ ચાર અનુષ્ઠાનોની કમિક પ્રાપ્તિ એટલે - પ્રીતિથી શરૂઆત કરીને સહભાવસ્થા સુધીની યાત્રા. રસપ્રસંગ મૂલકારશ્રીએ ચાર અનુકાનોમાં પાંચ પ્રકારની સમાની સંગતિ બતાવી છે. ઉપકારક્ષમા, અપકારકામા, વિપાકક્ષમા, વચન-સમાં અને સ્વભાવ (ધર્મી-ક્ષમા. ત્યાર બાદ શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનના અધિકારીની પ્રરૂપણા કરી છે. અયોગ્યને વાંચના-માંડલીમાં પ્રવેશ આપનાર ગુરુને વધુ ગુન્હેગાર કહ્યા છે. છેલ્લા ચાર પૂર્વના વિચ્છેદની સંભાવના છતાં શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રીસ્થૂલિભદ્રસ્વામીજીને તે શ્રુત(અર્થથી) ન જ આપ્યું તેનું રહસ્ય આ તથ્યમાં પડયું છે. સિંહાગના દૂધ જેવા રાર્વજ્ઞકથિત સિદ્ધાંતો સુવાપાત્ર સમાન યોગ્ય જીવો જ ઝીલી શકે, બીજાનું અહીં ગજુ નહીં. અગ્યારમાં પોડશકમાં શ્રુતજ્ઞાનનું લિંગ-શુક્રૂષા, શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાનનું સ્વરૂપ, તેનો વિષયવિભાગ વગેરે બાબતો પર પ્રકાશ પથરાયો છે. બારમા પડશકમાં દીક્ષાના અધિકારી, નામન્યાસ એ જ મુખ્ય દીક્ષા છે, નામનો ઉદ્દેશ શું વગેરે બાબતો વાગી લેવામાં આવી છે. તેરમા પડશકમાં ગુરૂવિનયાદિ સ્વરૂપ સાધુકિયાઓની વાત કરી છે. તેના ઉપસંહારમાં મૈત્રાદિ ભાવનાઓના ચારચાર ભેદો, ચાર પ્રકારની યોગીની વ્યાખ્યા વગેરે જણાવેલ છે. ચૌદમાં પોડશકમાં સાલંબન-નિરાલંબન ધ્યાન યોગની વાત કરી છે. ધ્યાનના અધિકારી તરીકે પ્રવૃત્તચકયોગીને જણાવ્યા છે. દિવસ-રાત અનુષ્ઠાનસમૂહમાં (= યોગચક્રમાં) પ્રવૃત્ત હોય, ઈછાયમ અને પ્રવૃત્તિયમને સાધનારા હોય અને સ્વૈર્થયમ-સિદ્ધિયમની તીવ્ર ઈચ્છાવાળા હોય, તેવાઓને પ્રવૃત્તચયોગી કહ્યા છે. અને તેવાઓના જ ધ્યાનયોગને અધિકૃત ગાણી પ્રશસ્ત મનાયો છે. ક્રિયામાર્ગમાં પ્રવૃત્ત થયા વિના આજકાલ સીધા ૧૪ ધ્યાનયોગી બની જવાની પ્રવૃત્તિ કેટલીક જગ્યાએ પ્રવર્તમાન થતી દેખાય છે તેના ઔચિત્ય-અનૌચિત્યનું પર્યાલોચન કરવા જેવું છે. આ ઉપરાંત યોગમાં ટાળવા યોગ્ય ખેદ-ઉગાદિ આઠ દોષોની માહિતી આપી છે. મૂળકારશ્રીએ સ્વરચિત શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં પાગ આની ઉપર આંશિક પ્રકાશ પાથર્યો છે. પંદરમા જોડશકમાં ધ્યેયનું સ્વરૂપ જગાવ્યું છે. સાલંબન ધ્યાનના વિષયરૂપે ભગવાનના સ્વરૂપની ચિંતના થઈ શકે તેથી ૨૧ વિશેષાગોથી તેનું સ્વરૂપ જણાવ્યું છે. નિરાલંબન ધ્યાનયોગમાં જેની ચિંતના થઈ શકે તેવા શુદ્ધ આત્મસ્વરૂપનો ૨૩ વિશેષાગોથી સુંદર પરિચય કરાવ્યો છે. અંતિમ સોળમા પડશકમાં યોગના ફળની પ્રરૂપણામાં મૂલકારશ્રીએ દાર્શનિક વિષયોને આવરી લીધા છે. મોક્ષ, પરિણામી આત્મા, કર્મનો વિચાર કરતાં અદ્વૈતવાદ વગેરેની સમીક્ષા કરવામાં આવેલ છે. ઉપસંહારમાં અન્ય દર્શનીના આગમો પર પાગ દ્વેષ ન કરવાની પ્રેરણા કરાઈ છે. કારણ કે અન્યદર્શનીના આગમોમાં રહેલ સારા વચનો ભગવદ્રવચન રૂપ જ છે. અંતે તત્વ અંગે અષ વગેરે અષ્ટાંગની પ્રવૃત્તિ જગાવીને ગ્રન્થલોપદેશ તથા ગ્રન્થરચનાનું પ્રયોજન બતાવીને મૂળ ગ્રન્થ પૂર્ણ કર્યો છે. રસપ્રદ ભોજન પતી ગયા પછી પીરસાતા સ્વાદ તાંબોલની જેમ ગ્રન્થકારશ્રીએ ગ્રન્થાન્ત બહુશ્રુત વ્યક્તિ પાસે (= ગુરૂગમથી) ધર્મ શ્રવણ કરવાની પ્રેરણા કરી છે. બાલ-મધ્યમ ને પંડિત કક્ષાના જીવોથી શરૂ થયેલો ગ્રન્થનો વિષયવિભાગ અંતે નિરાલંબન ધ્યાનયોગ અને તલરૂપ મોક્ષમાં પર્યવસિત થાય છે. શ્રી ષોડશક પ્રકરણના વિષયો અટકજી, ધર્મબિંદુ, પંચાશજી, લલિતવિસ્તરા, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગશતક વિંશતિવિંશિકા, ચૈત્યવંદન મહાભાષ્ય, ઉપદેશપદ, ઉપદેશરહસ્ય, વાઢિંશ કાવિંશિકા, ધર્મસંગ્રહ, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષતુ, પ્રતિમાશતક વગેરે અનેક ગ્રન્થોમાં પાગ ગુંથાયેલા છે. Jain Education Intemational For Private & Personal Use Only Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 240