Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ षोडशकप्रकरणं ५ ન્યાયાર્તિત કહેવાતી નથી, કારણ કે બીજાના (વણકરાદિના) વ્યવસાયને ધકકો પહોંચાડીને (અર્થાતુ, અન્ય નાના વ્યવસાયને હાથમાં લઇને) મેળવેલું એ ધન છે. કોઈનું પેટિયું છીનવી લઈને ભરેલા બધા જ પટારાઓ પર શાસ્ત્રજ્ઞો અન્યાયાતિનું લેબલ મારી દે છે. જેવા પ્રકારના ધનને ન્યાયપાર્જિત કહ્યું છે તેવા ધનને જ જો ગૃહસ્થો ઉપાડ માનીને વર્તે તો વ્યવસાય-સાંકર્થમૂલક ગરીબી-બેકારી-બિમારી-ભૂખમરો વગેરે અગણિત સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક મહાવ્યાધિઓના ઔષધ થઈ શકે. સર્વજ્ઞના સિદ્ધાંતો કયા ક્ષેત્રમાં માર્ગદર્શક નથી બનતા ? એ સવાલ છે. આવા ન્યાયપાર્જિત ધનને પણ પાછું ઘરના પોષવર્ગના પોષાગને ધકકો લગાડ્યા વિના દીન-તપસ્વી આદિ અનુકંપા ભકિતના પાત્રમાં અપાય તે મહાદાન, મહાદાન પછી ઉત્તમ દેવાર્શન, અવસરે ગુરુસેવાની વાત કરી છે. મહાદાન આદિ બધી કરાણીઓને લોકોત્તરતત્વની સંપ્રાપ્તિ કહી છે. આમ આગમવચનપરિગતિ એ જ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ રૂપે અહીં ઈટ છે. તેમ છતાં તે આગમવચનપરિણતિ ઉક્ત ક્રિયાઓમાં વાગાયેલી જણાય છે તેથી તે તે ક્રિયાઓને જ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ કહી. આ સંપ્રાપ્તિ સકલકિયાસાપેક હોય છે. બીજા યોગોને સદાવી નાંખે એવા સત્કાર્યને પણ ‘લૌકિક' કહીને ગ્રન્થકારે સર્વ યોગો પ્રત્યેના અબાધ્યબાધકભાવ પર ભાર મૂક્યો છે. માર્ગાનુસાર કક્ષામાં પાગ 'ત્રિવર્ગ અબાધા' જગાવી છે. (૬) જિનભવન પોડશક :- દહેરાસર બંધાવનાર વ્યક્તિ કેવી હોવી જોઈએ ? દહેરાસર માટે ભૂમિ કેવી હોવી જોઈએ ? દહેરાવાર માટે લાકડું વગેરે સામગ્રી કેવી હોવી જોઈએ ? શિલ્પી-કારીગરો વગેરે પાસે ઓછા પૈસે વધુ કામ ન લેવું, સામગ્રી લાવનારા માણસો પાસે (કે બળદગાડા વગેરેમાં સામગ્રી આવતી હોય તો પશુ પાસે) અધિક ભાર ન ઉપડાવવો, તે સામગ્રી લાવતી વખતે શુકને પણ જોવા વગેરે વાતોનો અહીં અધિકાર છે. દહેરાસરોના કારીગર માટે અહીં 'ધર્મમિત્ર શબ્દ વાપર્યો છે, કે જે ઘણો સૂચક છે. (શ્રીક૯પસૂત્રમાં પણ સેવકવર્ગ માટે કૌટુંબિક પુરુષ' પદનો પ્રયોગ કર્યો છે તેમ.) ‘દરા બંધાવવામાં લાખો- કરોડોના ધૂમાડા થાય છે' - આ આજની સુધારેલી ગાગાતી નવી પેઢીના મસ્તિષ્કમાં રમતું એક સુભાષિત (કે કુભાષિત !) છે. આવા ધાર્મિક કાર્યોમાં લાખો-કરોડો રૂપિયાના ધૂમાડા કરવા કરતાં તો મોટા ઉદ્યોગો ખોલવા જોઈએ, કેટલા બધાને રોજગારી મળી રહે !' આ પેલા સુ (!)ભાષિત ઉપરનું ભાગ્ય એવું કહી શકાય. સૌ પ્રથમ તો એ વાત સમજવાની જરૂર છે, કે સર્વજ્ઞકથિત ધર્મકાર્યો (Spiritual Affairs) કંઈક અંશે સામાજિક કાર્યાત્મક (SemiSocial Affairs) હોય જ છે. એ ડાઈમેન્શનથી જોતા આવડે એવી દષ્ટિ જોઈએ. મંદિર નિર્માણ પાછળ ખર્ચાતા લાખોકરોડો રૂપિયામાંથી લગભગ મોટા ભાગની રકમ તો સલાટ-મજુર-સોમપુરા વર્ગને મળે છે. એક આખી શિલ્પી કોમ આવા દેવાલયોના આધારે પેઢીઓથી નભતી આવી છે. - એ સત્ય 'ઉદ્યોગ’ અને ‘રોજગારી'ની બૂમો મારનારાને નથી વંચાતું અને હજારો-લાખોની રોજગારી છીનવી લીધા પછી જ સ્થાપી શકાતા આજના યંત્રાધારિત ઉદ્યોગોમાં તેવાઓને રોજગારીની ઉજળી તકોના દર્શન થાય છે ! બાઈ તિઃ | !! એક આખી કોમની જીવાદોરી બનતા, દોડતી જીંદગી જીવનારાઓને તમામ ઉચાટમાંથી ઉંચકીને ઘડીક શાંતિ આપતા અને જીવનના ખરા લક્ષ્યને આલંબનરૂપે રજુ કરતા આવા દેરા એ ધનનો ધૂમાડો છે, કે પછી દર વર્ષે અબજોની કિંમતના સાચા મોતી રૂપી ધન મધ્યપૂર્વના દેશોમાં ધકેલી દઈને બદલામાં મેળવેલી ખનિજ સંપત્તિના વાહનો મારફત ધૂમાડો કરવો એને ધનનો ધૂમાડો કહેવો ? દેરા બંધાવવાના અનુમાનને ધનનો ધૂમાડો કહેનારા વર્ગને જ્યારે દેરા બંધાવવાના અનુષ્ઠાનને 'ભાવયજ્ઞ’ અને ‘વંશતરકાંડ' = ‘આખા વંશને ઉદ્ધારનાર' જેવા શબ્દથી નવાડનારા શાસ્ત્રકાર વર્ગ સામે બેસાડીએ ત્યારે વહેંતિયા અને વિરાટ વચ્ચેનો વૈચારિક તફાવત અનાયાસે દષ્ટિગોચર થઈ ! જાય છે. એકનું જગતું આર્થિક પરિધ વચ્ચે સમાયેલું છે જ્યારે બીજાનું જગતું આધ્યાત્મિક પરિઘ વચ્ચેનું છે. (૭) જિનબિંબ પડશક :- ‘વિષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણનું આધારા'... આ કાળ તરવાના મુખ્ય બે ૧૪ સાધનો (૧) હિનબિંબ અને (૨) કિતનાગમ. સ્થાપનાનિસેપની આપણે ત્યાં જ આટલી બધી મહત્તા છે એવું નથી. વ્યવહારમાં પાણ ગેરહાજર વ્યક્તિ પરત્વેની લાગણીઓને ઠાલવવાનું મુખ્ય સાધન તેની આકૃતિ-પ્રતિકૃતિ-છબી જ બને છે. એકના એક દિકરાના આકસ્મિક મૃત્યુ બાદ તેના વિરહની આગમાં શેકાતી ‘મા’ ને મન થોડુંક પાગ આશ્વાસન મળે છે તે સદગતની છબી દ્વારા, હૃદયના ઓપરેશન કરવામાં નિષગાત ગણાતા ડોકટર્સ પણ હૃદયના ચિત્રાંકન (Diagrams) ઉપર ૧૮ ભાગીને તૈયાર થયેલા હોય છે. ખેતરની વચ્ચે રહેલો ‘ચાડિયો' એ આકૃતિમાનવ હોવા છતાં ભાવમાનવનું કંઈક કાર્ય તો કરે જ છે. ટૂંકમાં, વ્યકિતથી થનારું કાર્ય તેની આકૃતિથી પાગ થઈ શકે છે. બિભત્સ તસ્વીરો-આકૃતિઓ જો વ્યક્તિની અંદર રહેલી મલિન વારાનાઓને ઉદિત કરી શકતી હોય તો પ્રશમરસપૂર્ણ પરમાત્માનું બિંબ અંતસ્તલમાં સમતવીતરાગત્વ વગેરે રસદગુણોને ખીલવવાનું કાર્ય કેમ ન કરી શકે ? ટેલિવિઝનના માધ્યમના કારણે અશ્લીલ દર્શન જયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 240