Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ८ षोडशकप्रकरणं કહ્યા છે. સીધી જ વાત છે ને, રોગ હોય તો તેની વિકૃતિરૂપે સોજા, કળતર વગેરે જોવા મળે, રોગ ન હોય તો તમૂલક આવી બાહ્ય વિકૃતિઓ ક્યાંથી દેખાય ? ધર્મ એવું પથ્ય છે કે જે પાપવિકારોને તો દૂર કરે જ છે, સાથે મૈત્રાદિભાવરૂપ આરોગ્ય મેળવવામાં પણ સહાય કરે છે. (૫) લોકોત્તરતન્યસંપ્રાપ્તિ થોડશક :- ઔદાર્યાદિ પૂર્વોક્ત ધર્મલિંગોથી યુક્ત ધર્મ સિદ્ધ થતાં જીવને લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ ચરમ પુદ્ગલપરાવર્તમાં જ થઈ શકે; અને ચરમ પુદ્ગલપરાવર્ત તો કાળક્રમે કાળના પરિપાકથી જ થાય છે. ઘઉંમાંથી જ રોટલી થતી હોવા છતાં લીલા ઘઉંમાંથી રોટલી બની શકતી નથી. અહીં ખુટતું પરિબળ છેઘઉનો પરિપાક, કે જે કાળક્રમે થઈ જતાં રોટલી બની શકે છે. ચરમાવર્ત પૂર્વે આ પ્રાપ્તિ શકય ન હોવાનું કારણ એ છે કે ચરમાવર્ત પૂર્વે આગમવચન સમ્યક રીતે પરિગમતું નથી. અનાદિના ભાવમલાદિના કારણે અચરમાવર્તમાં તો સર્વજ્ઞવચનમાં ય દોષદર્શન રૂપ વિપર્યાસ સંભવે છે. તીખું તમતમતું મરચું શાકની સાથે ચવાઈ જતાં જીભ ઉપર બળતરા થવા માંડે ત્યારે તરત જ ગોળ ચાવી જવાથી એ તીખાશ દૂર થઈ જતી નથી. કિંતુ એ સખત તીખાશન કાળને પસાર થઈ જવા દેવો પડે છે અને પછી ગોળની કાંકરી માત્રથી જ હાશકારો અનુભવાય છે. ગોળમાં પૂર્વે તીખાશ દૂર કરવાની શક્તિ ન્હોતી અને પાછળથી તે શક્તિ આવી ગઈ-એવું હોતું નથી, કિન્તુ સખત તીખાશવાળો કાળ અયોગ્ય હોવાથી ગોળ પોતાનું કાર્ય કરી શકતો ન હતો અને એ તીખાશનો હ્રાસ થતાં ગોળ પોતાનું કાર્ય ઝડપથી કરી દે છે. સખત તીખાશવાળા સમયે લેવાયેલો ગોળ ગળ્યો ન પાગ લાગે અને તેમાં તીખાશનો ભ્રમ થઈ જાય એવો વિપર્યાસ પણ સંભવી શકે છે. આંબા પરથી ઉતારેલા આમ્રફળને તરત ખાવામાં આવે તો તે ખોટું લાગશે. મીઠાશ તેમાં જ પ્રાદુર્ભાવ પામશે પણ તે ફળને બરાબર પાકવા દેવું પડે. હા, તેના પરિપાકને શીધ્ર ઉદિત કરવા આમફળને ઘાસ વગેરેથી ઢાંકવું - વગેરે પ્રકિયા જરૂર આવકાર્ય છે. 'ધીરજનાં ફળ મીઠા’ - ‘ઉતાવળે આંબા ન પાકે' વગેરે કહેવતો પાગ ગર્ભિત રીતે કાળપરિપાક'નો નારો લગાવતી હોય તેવું શું નથી લાગતું ? તાવ આવતા તરત ડામી દેવાથી કાચું કપાઈ જવાની સંભાવના છે. માટે તાવને પાકવા દેવો પડે. પછી લેવાતું ઔષધ ગુણકારી થાય છે. ટૂંકમાં, ચરમાવર્ત એ પરિપકવ કાળ છે. તેથી જીવને સબોધ પ્રાપ્ત થઈ શકે છે. આ રોબોધ એટલે આત્મપરિણતિવાળું જ્ઞાન - કે જે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય, જેનાથી ઉપાદેયત્વાદિ વિષયક બોધ પ્રાપ્ત થાય. આવા સંબોધપૂર્વક કરાતું સદ્અનુકાન સંપૂર્ણ બને છે. તાત્પર્ય એ છે કે સર્વજ્ઞદર્શિત તમામ અનુમાનો સ્વરૂપઃ તો ‘સતુ' જ છે. તેમાં વળી જે અનુષ્ઠાન અસદનુકાનનો ભેદ છે તે સ્વરૂપતઃ નહીં કિન્તુ ફલતઃ છે અથવા હેતુની અપેક્ષાએ છે. સબોધપૂર્વક કરાતા અનુકાનોમાં સંજ્ઞાઓનું જોર હોતું નથી. તેથી તે અનુષ્ઠાનો ‘સત્’ | કહેવાય છે. અનુષ્ઠાનોમાં ન્યૂનતાને લાવનાર તત્વ સંજ્ઞાનું જોર છે. સમ્બોધ આવી જતાં ક્રિયામલ અને અનાદિ ભાવમલ બન્નેનો દ્વારા થાય છે; પછી અનુકાનોમાં સંપૂર્ણતાને રોકનારૂં કોઈ તત્વ જ નથી. ટૂંકમાં, અનુષ્ઠાનરૂપી ચંદ્રનો આવારક સંજ્ઞારૂપી રાહુ નીકળી જતાં અનુષ્ઠાનરૂપી ચંદ્ર પૂર્ણતાએ પ્રકાશે છે. કેમ કે ત્યારે તેનું કોઈ પ્રતિબંધક નથી. અચરમાવર્ત કાળમાં આગમમાં અપ્રામાણના ભ્રમરૂપ અધ્યારોપ સંભવિત હતો અને તેના કારણે દાનાદિમાં અવિધિ થઈ શકતી હતી. ચરમાવર્ત કાળમાં અધ્યારોપનો અભાવ હોવાથી વિધિસેવન શક્ય છે. આ રીતે વિધિપાલન માટે સબોધને જરૂરી ગણાવ્યા પછી પાગ ગ્રન્થકારશ્રીએ વિધિપાલન માટે અન્ય બે મહત્વના કારણો જણાવ્યા છે. (૧) વડીલજનસંમતિ (૨) દીનાદિવિષયક ઔચિત્ય. આગળ જતા દાન અને મહાદાનની બહુ માર્મિક ભેદરેખા જણાવી છે. ન્યાયપાતિત થોડા પણ ધનને ગુવજ્ઞાપૂર્વક અને દીન-નોકર વર્ગનું શોષાગ કર્યા વિના તપસ્વી-દીન આદિને આપવું તે મહાદાન. અને ન્યાયોપાર્જિત ધન પણ જો ઉક્ત બે શરતોના પાલન વિના અપાતું હોય તો તે દાન કહેવાય. દહેરાસરના પૂજારી વગેરેને અલ્પ પગાર આપી તેની પાસેથી વધુ પડતું કામ કરાવી લેવાની વૃત્તિવાળા ગૃહસ્થો કદાચ લાખો રૂપિયાની ઉછામાણી બોલે તો તે મહાદાન નથી બનતું ! અને તે ધન ન્યાયપાર્જિત ન હોય તો પછી તે પરમાર્થથી દાન પણ નથી બનતું : શું કમાલ વાત કરી છે ? ન્યાયોપાર્જિત ધનની વ્યાખ્યામાં તો ગ્રન્થકારે હજી એક માર્મિક વાત કરી છે. “ચાન = ત્રાધાક્ષત્રિય-વિ-સુદ્રા વિનાવિતિનાપારેખ મા = સ્વીકૃત = ચાવા.” આર્ય દેશમાં વર્ણવ્યવસ્થા પ્રચલિત છે. દરેક વર્ગના પોતપોતાના બાપીકા ધંધાઓ હતા. તે ધંધાના આધારે મેળવેલા ધનને જ ન્યાયાર્જિત કહેવાય-એવું મહોપાધ્યાયજીનું ઉપરોકત વચન સ્પષ્ટ જણાવે છે. બ્રાહ્મણો વિઘાદાનના આધારે પેટિયું રળતા, શુદ્રો પોતાના વાણાટકામ વગેરેથી ગુજરાન ચલાવતા. હવે જો કોઈ શ્રીમંત વણિક (કે જે વૈશ્યવાર્ગનો છે) એ કાપડનો ઉદ્યોગ ચલાવવા માંડે અને પોતાની બુદ્ધિ + મુડીના જોરે ઘારી કમાણી કરે અને એ કમાણી કરતી વેળાએ કરચોરી-વિશ્વાસઘાતાદિ ન કરે તો પણ તે કમાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240