Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ १० षोडशकप्रकरणं મર્યાદાઓની દીવાલ તોડી નાંખતું હોય ત્યારે જન સામાન્યના માનસપટ પર ફરી શુદ્ધિનું રેખાંકન કરે છે જિનબિંબદર્શન. સતત કુસંસ્કારોના વાઈરસ વચ્ચે જીવન ગાળતા નિમિત્તવાસી માનવ માટે એન્ટીવાઈરસ ઈન્જેક્શનનું કામ કરે છે જિનબિંબ-દર્શન ! સુવર્ણાદિ ઉત્તમ દ્રવ્યની પ્રતિમા ભરાવવી એ શ્રાવકનું કર્તવ્ય છે. આ પ્રકરણમાં નિબિંબ ભરાવવાની વિધિ, ફળ વગેરે બાબતો પર પ્રકાશ પાથર્યો છે. સૌપ્રથમ તો બિંબના ઘડવૈયા શિલ્પી વ્યસનમુક્ત હોવા જોઇએ. આવા શિલ્પીનું અત્યંત સુંદર બહુમાન-સમર્પણ આદિ કરવાનું કહ્યું છે. એટલી હદ સુધી કે શિલ્પી વિષે અપ્રીતિ કરવી એ તત્ત્વતઃ પ્રભુ પ્રત્યેની અપ્રીતિ કહી. પ્રતિમા ભરાવવાનું ફળ જગાવતી વખતે મનોભાવને પ્રાધાન્ય અપાયું છે. જેટલા ઉંચા દ્રવ્યમાંથી પ્રતિમા ભરાવી તેટલું ઉંચું પુણ્ય-આવું ઉપલકિયું ગણિત નથી. 'જેટલા પ્રમાણમાં ભાવ ભળે તેટલા પ્રમાણમાં ફળ મળે' નું સમીકરણ અપાયું છે. અને આ ભાવધારામાં વચ્ચે ક્યાંય વિક્ષેપ-વિચ્છેદ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની ટકોર કરાઈ છે; જેથી ફળ પણ સાનુબંધ મળે. ખરી પ્રામાણિકતા તો એ છે કે બિંબ તૈયાર થયા પછી પણ એવો ખુલાસો કરવાનું વિધાન છે કે ‘આ બિંબના નિર્માણમાં મારા સિવાય અન્યનું જે કંઈ પણ થોડું ધન અનાભોગથી પણ વપરાયું હોય તો તેનું તેટલું પુણ્ય તેને મળો !' - બિંબ નિર્માણ કરાવતી વખતે જેવો ભાવ (આશયવિશેષ) રાખવાનું કહ્યું છે તેની ત્રણ ઓળખાણ આપી છે. (૧) આગમાનુસારી આશય હોય (૨) આગમવેત્તાઓની ભક્તિ વગેરેથી તેની આગમાનુસારિતા જણાઇ જતી હોય (૩) બિંબનિર્માણ વગેરે પ્રવૃત્તિ કરતી વખતે આગમનું સ્મરણ જેમાં ભળેલું હોય. તેવા આશયવિશેષથી વિશેષ લાભ થાય. અહીં 3જી કલમ બહુ માર્મિક અને મનોવૈજ્ઞાનિક છે. સામાન્યથી આપણી સમજ એવી હોય છે કે શ્રવણ પછીનો તબક્કો એટલે આચરણ. પણ અહીં શ્રવણ અને આચરણ વચ્ચે ‘સ્મરણ’ નો તબક્કો જરૂરી જણાવ્યો છે. શ્રવણના વિષયને આચરણનો વિષય બનાવતી વખતે તેને સ્મરણનો વિષય બનાવી લેવો. આ રીતે આગમસ્મૃતિપૂર્વક પ્રવૃત્તિ થતાં આગમબહુમાન સતત જળવાઈ રહેવાથી તે અનુષ્ઠાન અત્યંત પાવરધુ બને છે. (૮) પ્રતિષ્ઠા ષોડશક :- જિનપ્રતિમાની થતી પ્રતિષ્ઠાનું સ્વરૂપ, પ્રકારો, હેતુ આદિની પ્રરૂપણા કરી છે. પ્રથમ જ શ્લોકમાં જણાવ્યું છે કે દશ જ દિવસમાં પ્રતિષ્ઠા થઈ જવી જોઈએ. મૂળકારશ્રીએ પ્રતિષ્ઠાના- વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એવા ત્રણ ભેદ લક્ષણપૂર્વક જણાવ્યા છે. અહીં એક તાત્ત્વિક વાતની ખૂબ માર્મિક ચર્ચા છે કે પારમાર્થિક પ્રતિષ્ઠા કઇ ? તેની રસપ્રદ ચર્ચા કર્યા બાદ સ્વાત્મામાં આત્મગુણો (વીતરાગત્વાદિ) ની સ્થાપનાને જ તાત્ત્વિક પ્રતિષ્ઠા કહી છે. (૯) પૂજા પોડશક અહીં ન્યાયાર્જિત ધન દ્વારા વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરવાની વાત કરી છે. પૂજાના પંચોપચાર, અષ્ટોપચાર વગેરે અનેક પ્રકારો જણાવ્યા છે. પ્રભુના શરીર, આચાર અને ગુણોથી ગર્ભિત ઉત્તમ સ્તોત્રો દ્વારા સ્તોત્રપૂજા કરવાની વાત જણાવી છે. ત્રિષત્રિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વમાં ગ્રન્થકારે શ્રી આદિનાથ ભગવાનના શરીરનું અદ્ભુત વર્ણન કરતા આશરે ચાલીસ કરતા પણ વધુ લોકો મૂક્યા છે. તાત્પર્ય એ છે કે લોકોત્તર પુરુષોનું બધુ જે લોકોત્તર હોય છે. શરીર પણ લોકોત્તર, આચાર પણ લોકોત્તર અને ગુણો પણ લોકોત્તર. મહો, વિનયવિયજી રચિત ‘શ્રીજિનસહસ્રનામસ્તોત્ર' જેવા પદલલિત કાવ્યકુસુમોથી થતી સ્તોત્રપૂજા ભક્તને કેવો ગદિત કરી મૂકે છે ? તે શબ્દન્ય અભિવ્યક્તિ કરતાં સ્વઅનુભૂતિથી જે વધુ સમજાય તેમ છે. મૂળકારશ્રીએ પૂજાના અન્ય ત્રણ પ્રકારો પણ જણાવ્યા છે. (૧) કાયયોગપ્રધાન પૂજા, (૨) વચનયોગપ્રધાન પૂજા અને (૩) મનોયોગપ્રધાન પૂજા. ત્રણેય પૂજાના ફળ યથાક્રમ વર્ધમાન ભાવે જણાવ્યા છે. (૧) વિઘ્નોપશમન, (૨) અભ્યુદય, (૩) નિર્વાણ. એક જ કંપનીમાં કામ કરવા છતાં પણ કાયયોગપ્રધાન વ્યાપારવાળા મજૂર કરતા વચનયોગપ્રધાન વ્યાપારવાળા રોલ્સમેનને - અને તેના કરતા પણ મનોયોગપ્રધાન વ્યાપારવાળા મેનેજરને વધુ પગાર મળતો હોય છે. - યોગની પ્રાપ્તિના આધારે વિચારીયે તો પણ ગાય છે કે કાયા, વચન અને મનના યોગો ઉત્તરોત્તર અધિક પુણ્યથી પ્રાપ્ય છે. ‘વનસ્પતિમાં જે જીવ છે તો પૂજામાં પુષ્પ વગેરેનો ઉપયોગ શી રીતે થઈ શકે ?' સદીપુરાણી આવી દલીલો સાથે જિનપૂજામાં સ્વરૂપહિંસા જગાવીને ગૃહસ્થની કક્ષામાં તેને ઉપાદેય જણાવી છે. હા, સાધુકક્ષામાં તે ઉપાદેય નથી. સ્વયં બીજો ખોરાક લઇ શકવા અસમર્થ નવજાત શિશુ સ્તનપાન કરે પણ એ જ શિશુ થોડી વિકસિત અવસ્થાને પામે પછી સ્તનપાન તેને માટે જરૂરી નથી. આથી વ્યસ્તવ માટે શ્રમણો અધિકારી નથી તેમાં તેઓની વિકસિત કક્ષા કારણ છે. અંતે યથોચિત નિપૂત્તને સદનુષ્ઠાનનું કારણ કહીને પ્રસ્તુત અધિકારનું સમાપન કર્યું છે. (૧૦) સદનુષ્ઠાન પોશક :- અહીં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર પ્રકારના સદનુષ્ઠાનની વાત કરી છે. આ અનુષ્ઠાનની ક્રમશઃ ચઢિયાતી અવસ્થાઓ છે. શરૂઆત પ્રીતિથી થાય. યોગીરાજ શ્રી આનંદઘનજી કૃત ચોવીશીનું Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 240