Book Title: Shokshaka Prakarana Part 1
Author(s): Haribhadrasuri, Yashovijay of Jayaghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ षोडशकप्रकरणं ७ (૧) સદ્ધર્મપરીક્ષા પડશક :- સાગર તરવાના ઉપાયભૂત એવી નૌકા જ જો છિદ્રવાળી નીકળી તો ! મહા અનર્થ ! ભવસાગર તરવાના એકમાત્ર સાધનભૂત ધર્મની પણ જ્ઞાની ભગવંતોએ પરીક્ષા કરવાનું કહ્યું છે. બાલ-મધ્યમ અને પંડિત એવી ત્રાગ કક્ષાઓ આ ૧ લા ષોડશકમાં જગાવી છે. ત્રાગેનું બહુ સચોટ સ્વરૂપ જણાવ્યું છે. અંડબરને જોઈને આકર્ષાય તે બાળ. આચરાગથી આકર્ષાય તે મધ્યમ અને વિચારો-સિદ્ધાંતોથી આકર્ષાય તે પંડિત. જીવોની આવી ત્રણ કક્ષાઓ બતાવી દીધા બાદ દરેકને પોતાની કક્ષાનુરૂપ ધમપદેશ આપવાની વાત જણાવી છે. સ્વસ્થાન દેશનાની મહત્તા અને પરસ્થાન દેશનાની ભયાનકતા જગાવી છે. વ્યવહારમાં પણ દેખાય છે કે માણસની હોજરીને અનુરૂપ ભાણું પીરસાય તે કામનું ! ખેતરની યોગ્યતા અનુસાર વાવણી થાય તે કામની ! નીચાણવાળા વિસ્તારમાં અમુક પાક, તો ઉંચાણના પ્રદેશમાં અલગ પાક ! અલબત્ત, ઉપદેશકના હૃદયમાં મોક્ષ રમતો હોવા છતાં પાગ તે તે જીવની કક્ષાનુસાર દેશના આપવાથી શ્રોતાને અવશ્ય ધર્મપ્રાપ્તિ થાય. વંકચૂલની ‘ઉપદેશ નહીં આપવાની’ શરતને માન્ય રાખીને પાગ કાળ પરિપાક થતાં બહુ જ પ્રાથમિક તબકકાની લાગે તેવી કેટલીક પ્રતિજ્ઞાઓ કરાવીને ય મહાત્માઓએ તેને સદ્ગતિનો મહેમાન બનાવી જ દીધો ને ! આ પરિણામ આપવામાં વંકચૂલની દૃઢપ્રતિજ્ઞવૃત્તિની સાથે પેલા ઉપદેશક મહાત્માઓની શ્રોતાપારખુવૃત્તિનો પણ કંઈ ઓછો અંદાલત આંકી શકાય તેમ નથી. (૨) સદ્ધર્મદશના પોડશક :- બાલાદિ જીવોને કયા પ્રકારનો ધમપદેશ આપવો ? તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે. બાલ જીવને તો બાહ્ય સ્થૂલ ધર્માચાર- સદાચારની વાતો કરવી. કદાચ ભવિતવ્યતાના યોગે બાલ જીવ દીક્ષા લેવા તૈયાર થાય કે સાધુધર્મનું સ્વરૂપ જાણવા ઈચ્છે તો પણ તેની સામે સાધુજીવનના લોચ-વિહાર-તપશ્ચર્યા-પિંડવિશુદ્ધિ વગેરે કરાળ એવા બાહ્યાચારોનું વર્ણન કરવાની વાત કરવી. તાત્પર્ય એ છે કે સામો જીવ બાલ છે, વિશિષ્ટવિવેકથી વિકલ છે તેથી ઉતર્ગ-અપવાદાદિની (અવસરે નાવડીમાં ય બેસી શકાય વગેરે) વાતોની ભારે વાનગીઓને પચાવી શકે તેવું મજબુત પાચનતંત્ર તેની પાસે હોતું નથી. હા, મધ્યમકક્ષાના જીવ પાસે કંઈક વિશેષ સમજાગ હોય છે. તેથી તેની પાસે અષ્ટપ્રવચનમાતાના પાલનમાં રાખવાની ત્રિકોટિ-પરિશુદ્ધિ આદિની વાત કરવી. આગળ વધીને વિશુદ્ધ કક્ષાનું ગુરૂપાતંત્ર્ય રાખવું વગેરે વાતો પણ તેની આગળ થઈ શકે. પંડિતકક્ષા પ્રાપ્ત જીવો સમક્ષ તો આગમતત્ત્વના દમ્પયનો રસથાળ જ રન કરવાનું કહ્યું છે. ‘માજ્ઞાSSTદ્ધ વિરાદ્ધ ૧ શિવાય ૧ મવાય ’, ‘વચનસાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો, વચનનિરપેક્ષવ્યવહાર જુઠો' વગેરે ભાવની ઉંચી વાતો તેવાની સામે પીરસી શકાય, કારણકે તેવા જીવોને તેની રૂચિ પગ હોય છે અને તેની યોગ્યતા પાગ હોય છે. ત્રાગે કલાના જીવોને આપવાના ઉપદેશનો વિષય જોતાં એ વાત બહુ સ્પષ્ટ થાય છે. (a) બાલ જીવ સામે આચાર માર્ગની વાત કરવાની છે. (b) મધ્યમ જીવોને આચારની શુદ્ધિની વાત કરવી. (c) પંડિત જીવોને ધર્મમાં આજ્ઞાપ્રધાનતાની વાત કરવી. કક્ષાનુસાર ઉપદેશના વિષયમાં પાગ કેવું સુંદર કમિક ઉત્થાન જોવા મળે છે. સર્વજ્ઞશાસનની આ જ તો બલિહારી છે. (૩) ધર્મલક્ષણ પડશક :- ધર્મનું સ્વલક્ષણ (= હેતુ-ફળ-સ્વરૂપમુખે તાત્ત્વિક સ્વરૂપ) જણાવાયું છે. જે સર્વદર્શનમત હોય અને સર્વ અવસ્થાઓમાં કલ્યાણકારી હોય તે ધર્મ, કેટલી વ્યાપક અને રોચક વ્યાખ્યા છે ? પ્રણિધાન-પ્રવૃત્તિ-વિના - સિદ્ધિ અને વિનિયોગરૂપ પાંચ શુભ આશયોનું સુંદર નિરૂપણ કર્યું છે. સિદ્ધિ થયા પછી પાગ વિનિયોગની કક્ષા મૂકવા પાછળ જૈનદર્શનની પરાર્થની ઉદાત્ત ભાવના ધ્વનિત થાય છે. (૪) ધર્મલિંગ પોડશક :- માણસને તાવ આવેલો હોય તો ‘તાવ આવ્યો છે એટલી જ ભૂલ સમજ સામાન્ય માણાને હોય પરંતુ વૈદ્ય તપાસીને કહી શકે કે ‘આ તાવ થાકનો છે, અજીર્ણનો છે, વાઈરરાનો છે, લુનો છે, ટાઈફોઈડનો છે વગેરે...' આવું સચોટ નિદાન કરી શકાય છે તેનું કારણ એ છે કે વૈદ્ય પાસે વૈધકીય શાસ્ત્રો દ્વારા દર્શિત એવા ચિહ્નો (Symptoms) ની જાણકારી હોય છે કે તેના આધારે તે રોગને પિછાણી શકે. આપણે ત્યાં સમ્યકત્વ અંગેની આવી પારાશીશી પાગ આપવામાં આવી છે. શમ-સંવેગાદિ પાંચ લક્ષાગો- એ સમ્યકત્વના અનુમાપક ચિહ્નો છે. ધર્મ આત્મામાં પરિણામ પામતા તેના પણ અમુક ચિહ્નો દેખાય છે. દવાની અસર રોગ ઉપર થાય છે. ધર્મની અસર દોષ ઉપર થાય છે. સ્વાર્થાદિ દોષોના હાસપૂર્વક ઔદાર્ય-દાક્ષિગ્ય-પાપગુણા-નિર્મળબોધ-લોકપ્રિયતા આ પાંચ લિંગો તે આત્મામાં ધર્મના અનુમાપક બને છે. ધર્મી આત્મામાં ધર્મ નામનો એક એવો ચોકીદાર સતત સતર્ક બેઠો હોય છે કે જેથી વિષયતૃષગાદષ્ટિસંમોહ-ધર્મની અરૂચિ અને ક્રોધ જેવા લુંટારૂઓ આતમઘરમાં પેસી શકતા નથી. આ ચારેયને ગ્રન્થકારે પાપવિકારો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 240