Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે જેણે જીવન દુષ્ટ ગાળ્યું છે એને પોતાની જ મૃતિનો ડર રહ્યા કરતો હોય છે. આખરે, ફુરસદથી માણસો આટલા બધા ડરતા કેમ હોય છે, એનું રહસ્ય મને સમજાઈ ગયું છે. આ સમજણ પછી મેં મારા જીવનનો રાહ બદલી નાખ્યો છે કારણ કે વૃદ્ધાવસ્થામાં મને પુષ્કળ ફુરસદ મળવાની જ છે અને એ અવસ્થાને હું ડરામણી સ્મૃતિઓથી બગડવા દેવા નથી જ માગતો. શરીરમાં લોહી એની મેળે ફરતું રહે છે, શ્વાસ એની મેળે લેવાતો રહે છે, ખોરાક એની મેળે પચતો રહે છે અને છતાં મને એમ લાગી રહ્યું છે કે આ શરીરને હું જ ટકાવી રહ્યો છું ! | કોણ સમજાવે મારા મનને કે આ જગતમાં ફેંકી દેવા જેવી કોઈ એક જ મૂડી હોય તો એ મૂડીનું નામ છે, અહંકાર !

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102