Book Title: Shikhar Sathe Vato Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ જે-જે દુર્ગુણોનું સેવન મારા જીવનમાં ગુપ્તપણે ચાલુ છે એ જ દુર્ગુણોના સેવન બદલ સામી વ્યક્તિ જ્યારે પકડાઈ જાય છે ત્યારે મારા હૈયામાં ઊંડે ઊંડે એક જાતનો આનંદ અનુભવાય છે. સમજાતું તો મને એ નથી કે આ આનંદના અનુભવના મૂળમાં છે શું? સામી વ્યક્તિ બે-આબરૂ થઈ ગઈ છે કે હું બે-આબરૂ થતો બચી ગયો એ ? પર પ્રભુના મંદિરમાં ૧૦ ની નોટ મૂકવા હું તૈયાર તો એ ધ થઈ ગયો. ખીસામાં હાથ નાખ્યો. એક સાથે ૧૦ ની ' " બે નોટ બહાર આવી. એક નોટ ગંદી હતી. બીજી - નોટ એકદમ નવી નક્કોર હતી. " પળની ય વાર લગાડ્યા વિના મેં ગંદી નોટ , ' પ્રભુના મંદિરમાં મૂકી દીધી ! એમ સમજીને કે અહીં છે તો બધું ય ચાલી જાય !' હું આટલો બધો નિર્લજ્જ ? .Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102