________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે કાળજાને કતલ પીડો, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી, લાજ આપ તણી કને. જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને ૧૧
નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા ૧૨
આવેલ દષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, વ્યાયા મદનના ચાપને, નેત્રબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ ૧૩
મૃગ નયણી સમ નારી તણા, મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ, તે ધૃતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી ૧૪
સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળાતણો, દેદિપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અકકડ કરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરૂં ૧૫
E શત્રુંજય સ્તવના
-
-
૨૭ -
- -
--
For Private And Personal Use Only