Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુગ્ધલોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ, કૂટ કપટ બહુ કેળવીજી, પાપતણો કરૂં સંચ રે. જિનજી૦ ૧૦ મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂપ. કામવિટંબણા શી કહુજી, પડીશ હું દુર્ગતિ કૂપ રે. જિનજી) ૧૧ કિશ્યાગુણ કહું માહરાજી, કિશ્યા કહું અપવાદ, જેમ જેમ સંભાળુ હિયેજી, તેમ તેમ વધે વિખવાદ ૨. જિનજી) ૧૨ ગિરૂઆ તે નવિ લેખવેજી, નિગુણ સેવકની વાત, નીચતણે પણ મંદિરેજી ચંદ્ર ન ટાળે જ્યોત રે. જિનજી) ૧૩ નિગુણો તો પણ તાહરાજી, નામ ધરાવ્યું દાસ, કૃપા કરી સાંભળજેજી, પૂરજો મુજ આશ રે. જિનજી૦ ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મૂકો રે વિસાસ, વિષ હળાહળ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિનજી) ૧૫ ઉત્તમ ગુણકારી હુવેજી, સ્વાર્થ વિના સુજાણ, કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી૧૬ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ, તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિનજી) ૧૭ તુજને શું કહીયે ઘણુંજી, તું સહુ વાત રે જાણ, મુજને થાજો સાહિબાજી, ભવભવ તાહરી આણ રે. જિનજી૦ ૧૮ નાભિરાયા કુલચંદલોજી, મરૂદેવીનો નંદ, કહે હરખ નિવાજોજી, દેજો પરમાનંદ રે. જિનજીવે ૧૯
સ્તવન
For Private And Personal Use Only

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106