Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવન-૨૦ સમય સમય સો વાર સંભારું, તુજશું લગની જોર રે, મોહન મુજરો માની લેજો, જયું જલધર પ્રીતિ મોરી રે... ૧ મારે તન ધન જીવન તુંહી, એહમાં જુઠ ન જાણો રે, અંતરજામી જગજન નેતા, તું કહાં નથી છાનો રે... ૨ જેણે તુજને હિયડે નવિ બાયો, તાસ જનમ કુણ લેખે રે, કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઉવેખે રે... ૩ સુરતરુ છાયા મુકી ગહરી, બાઉલ તળે કુણ બેસે રે, તાહરી ઓળગ લાગે મીઠી, કેમ છોડાય વિશેષે રે.. ૪ વામાનંદન પાસ પ્રભુજી, અરજી ચિત્તમાં આણો રે, રૂપ વિબુધનો “મોહન” પભાણે, નિજ સેવક કરી જાણો રે.. ૫ સ્તવન-૨૧ તારા નયનાં રે પ્યાલા પ્રેમના ભર્યા છે, દયા રસના ભર્યા છે, અમીછાંટના ભર્યા છે, તારા નયનાં રે પ્યાલા... ૧ જે કોઈ તારે નજરે ચડી આવે, કારજ તેહના સફલ કર્યા છે... તારા... ૨ પ્રગટ થઈ પાતાલથી પ્રભુ ! જાદવના દુઃખ દુર કર્યા છે... તારા... ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ મરણ ભયના તેહના હર્યા છે... તારા.. ૪ = શત્રુંજય સ્તવના ૭૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106