Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૨
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટપ્રકારી પૂજાના દોહા
૧. જલ-પૂજા
જલ-પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાસ, જલ-પૂજા ફલ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧ ૨. ચન્દન-પૂજા
શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ-મુખરંગ, આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા-અંગ. ૨ ૩. પુષ્પ-પૂજા
સુરભી અખંડ કુસુમે ગ્રહી, પૂજો ગત સત્તાપ, સુમન જન્તુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ. ૩ ૪. ધૂપ-પૂજા ધ્યાન-ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ, મિચ્છત્ત દુર્ગન્ધ દૂરે ટલે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪ ૫. દીપક-પૂજા
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક, ભાવ-પ્રદીપ પ્રગટ હુએ, વાસિત લોકાલોક. ૫ ૬. અક્ષત-પૂજા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નન્દાવર્ત-વિશાલ, પૂરી પ્રભુ સંમુખ રહો, ટાલી સકલ જંજાલ. ૬ ૭. નૈવેદ્ય-પૂજા અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈ અનન્ત, દૂર કરી તે દીજિએ, અણાહારી શિવ સન્ન. ૭ ૮. ફલ-પૂજા ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માર્ગ શિવલ-ત્યાગ. ૮
For Private And Personal Use Only
પૂજા દોહા

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106