Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અમૃતવેલિની સજ્ઝાય
ચેતન જ્ઞાન અજુઆલીએ, ટાલીએ મોહસંતાપરે, ચિત્તડું ડમડોલતું વાલીએ, પાળીએ સહજ ગુણ આપ રે-ચેતન૦ ૧ ઉપશમ અમૃતરસ પાજીએ, કીજીએ સાધુગુણગાનરે, અધમવયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જને માન રે-ચેતન૦ ૨ ક્રોધઅનુબંધ વિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે, સમતિરત્ન રુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે-ચેતન૦ ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે-ચેતન૦ ૪ જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિકસંદેહ રે, ધર્મનાં વચન વરસે સદા, પુષ્કરાવર્ત્ત જિમ મેહ રે-ચેતન૦ ૫
શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે, ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે-ચેતન૦ ૬
સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે,
મૂલ ઉત્તર ગુણ જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે-ચેતન૦ ૭
શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે, જે સુખહેતુ જિનવર કહ્યું, પાપજલ તારવા નાવ રે-ચેતન૦ ૮ ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દુરિત સવિ આપણાં નિંદીએ, જેમ હોય સંવરવૃદ્ધિ રે-ચેતન૦ ૯
ઇહભવ પરભવ આચર્યું, પાપ અધિકરણ મિથ્યાતરે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદીએ તેહ ગુણઘાત રે-ચેતન૦ ૧૦
અમૃતવેલ સજઝાય
For Private And Personal Use Only

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106