________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્ય લઘુકલ્પ
અઈમુત્તય કેવલિણા, કહિએ સાંજ તિત્ય માહU નારય રિસિમ્સ પુરઓ, તે નિસુણહ ભાવઓ ભવિઆ. ૧
હે ભવ્યજીવો ! જેનું વર્ણન શ્રી અઈમુત્તા કેવળી ભગવાને નારદઋષિ આગળ મુક્ત કંઠે કર્યું છે, એવા શ્રી શત્રુંજય તીર્થનું માહાભ્ય ભાવ ધરીને સાંભળો !? ૧.
સેdજે પુંડરિઓ, સિદ્ધો મુરિકોડિ પંચ સંજતો, ચિતસ પુણિમાએ, સો ભણઈ તેણ પુંડરિ. ૨
શ્રી શત્રુંજયતીર્થ ઉપર ચૈત્રી પૂનમને દિવસે (શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર) શ્રી પુંડરીક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિધ્ધ થયા, તેથી તે પુંડરીકગિરિના નામથી ઓળખાય છે. ૨
નમિ વિનમિ રાયાણો, સિધ્ધા કોડિહિં દોહિં સાહુણ, તહ દેવિડ વારિખિલ્લા, નવુઆ દસ ય કોડીઓ. ૩
નમિ અને વિનમિ નામના બે ભાઈઓ જે વિદ્યાધરના રાજા હતાં, તે બે કરોડ મુનિઓ સાથે સિધ્ધિ પામ્યા અને દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે ભાઈઓ દસ કરોડ મુનિઓ સાથે મોક્ષ (નિર્વાણ) પામ્યા. ૩
પક્રુત્ત સંબ પમુહા, અમ્બુકાઓ કુમારકોડીઓ, તહ પંડવા વિ પંચય, સિદ્ધિ ગયા નારયરિસી ય ૪.
પ્રદ્યુમ્ન કુમારને શાંકુમાર વગેરે સાડા આઠ કરોડ કુમારો-(કૃષ્ણ પુત્ર કુમાર સહિત) પાંચ પાંડવો વીસ કરોડ સાથે) અને નારદ ઋષિ (એકાણું લાખ સહિત) આ તીર્થમાં મોક્ષે ગયા. ૪ E ૩૪ =
on શત્રુંજય લઘુકલ્પH
For Private And Personal Use Only