________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ
તેં સત્વમેવ દિં, પુરિએ વંદિએ સંતે. ૧૦
સ્વર્ગમાં, પાતાળમાં, કે મનુષ્ય લોકમાં જે કોઈ નામ માત્રનું તીર્થ હોય તે સર્વના તે પુંડરીકગરિને વંદના કરવાથી, દર્શન થઈ જાય છે. તે સર્વેને વંદના થઈ જાય છે. ૧૦
પડિલાભંત સંઘ, દિટ્ટાદિ ય હોઈ સેત્તુંજે,
કોડિગુણં ચ અદિઢે, દિઢે અ અણંતયં હોઈ. ૧૧
શ્રી સંઘની ભક્તિ કરતાં થકી શત્રુંજય સન્મુખ ચાલતા તેના દેખાવથી અને ન દેખવાથી પણ લાભ થાય છે નહિં દેખવા છતાં ભક્તિ કરતાં કરોડગણું ફળ થાય છે અને દેખવા છતાં ભક્તિ કરતાં અનંતગણું ફળ થાય છે. ૧૧
૩૬
કેવલનાણુપ્પત્તી, નિવ્વાણું આસિ જત્થ સાહુણં; પુરુંરિએ વંદિત્તા, સવ્વુ તે મંદિયા તથ. ૧૨
જ્યાં જ્યાં મુનિરાજોને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને જ્યાં જ્યાં સાધુઓને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય છે, સર્વ સ્થાનોને શ્રી પુંડરીકગિરિને વંદના કરવાથી વંદના થઈ જાય છે. ૧૨
અઠ્ઠાવય સમ્મેએ, પાવા ચંપાઈ ઉજ્જૈતનગે ય, વંદિત્તા પુણફલ, સયગુણું સંપિ પુંડરિએ. ૧૩
શ્રી અષ્ટાપદતીર્થ (ઋષભદેવ ભગવાનનું નિર્વાણક્ષેત્ર) સમ્મેતશિખર, ૨૦ તીર્થંકરની નિર્વાણભૂમિ.) પાવાપુરી (શ્રી મહાવીર સ્વામીનું મોક્ષક્ષેત્ર).ચંપાપુરી (વાસુપૂજ્ય સ્વામીની નિર્વાણભૂમિ) અને શ્રી ગિરનાર તીર્થ (નેમિનાથના કલ્યાણકનું સ્થાન) ને વંદના કરવાથી જે પુણ્ય થાય તે કરતા સોગણું પુણ્ય પુંડરીકગિરિના દર્શનથી થાય છે. ૧૩
For Private And Personal Use Only
શત્રુંજય લઘુકલ્પ