________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવચ્ચાસુય સેલગાઈ, મુણિણો વિ તહ રામમુણી, ભરહો દસરહપુત્તો, સિદ્ધા વૃંદામિ સેત્તુંજે. ૫
દશરથ રાજાના
થાવય્યાપુત્ર (એક હજાર સાથે) શુક મુનિ (એક હજાર સાથે) સેલગમુનિ (પાંચસો સહિત) વગેરે તથા પુત્રો-રામચંદ્રજી અને ભરત (ત્રણ કરોડ સાથે) શ્રી શત્રુંજય ઉપર સિધ્ધ થયા તે સર્વેને હું વાંદુ છું. ૫.
અનૈવિ ખવિયા મોહા, ઉસભાઈ વિસાલ વંસ સંભૂઆ, જે સિદ્ધા સેત્તુંજે તેં નમહ મુણિ અસંખિજ્જા. ૬
(ઉપર જણાવ્યા ઉપરાંત) બીજા પણ ૠષભાદિકના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય મુનિઓ મોહનો નાશ કરીને શત્રુંજય ઉપર સિદ્ધ થયા તે સર્વને વંદન કરો. ૬
પન્નાસ જોયણાઈ, આસી સેત્તુંજ વિત્થરો મૂલે; દસ જોયણ સિહરતલે, ઉચ્ચતં ોયણા અટ્ઠ. ૭
(આ) શ્રી શત્રુંજય તીર્થનો વિસ્તાર મૂળમાં પચાસ યોજન, શિખર ઉપર દશ યોજનનો હતો અને તેની ઉંચાઈ આઠ યોજનની હતી. ૭
જે લહઈ અન્નતિસ્થે, ઉગ્ગુણ તવેણ બંભચેરેણ, તં લહઈ પય તેણ, સેત્તુંજ ગિરિમ્મિ નિવસંતો. ૮
બીજા તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ પ્રયત્નપૂર્વક (યતનાપૂર્વક) શ્રી શત્રુંજય ઉપર વસવાથી મળે છે. ૮
જું કોડીએ પુછ્યું, કામિય આહાર ભોયણાઓ ઉ; તે લહઈ એત્ય પુછ્યું, એગોવાસેણ સેત્તુંજે. ૯
અન્ય સ્થળે એક કરોડ માણસોને ઈચ્છિત વસ્તુ-જમાડવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય આ શત્રુંજય તીર્થમાં એક ઉપવાસથી મળે છે. ૯
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૩૫