Book Title: Shatrunjay Stavana
Author(s): Bhadrabahuvijay
Publisher: Fulchand Zaverchand Nahar Parivar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યોતિષ વ્યંતર ઈંદ્રની ચઉં ચઉં, પર્ષદા, ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરા; એક એક સુવિવેકો; પરચુરણ સુરનો એક છેલ્લો; એ અઢીંસે અભિષેકો, ઈશાન ઈંદ્ર કહે મુજ આપો; પ્રભુને ક્ષણ અતિરેકો. આતમ૦ ૪
તવ તસ ખોળે ઠવી અરિહાને સોહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શૃગજળે ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે;
પુષ્પાદિક પૂજીને છાંઠે કરી કેસર રંગ રોલે, મંગલ દીવો આરતી કરતાં, સુરવર જયજય બોલે. આતમ૦ ૫
૫૦
ભેરી ભૂંગલ તાલ બજાવત. વળીયા જિન કર ધારી, જનની ઘર માતાને સોંપી, એણી પેરે વચન ઉચ્ચારી, પુત્ર તમારો, સ્વામી હમારો અમ સેવક આધાર, પંચધાવી ગંભાદિક થાપી; પ્રભુ ખેલાવણ હાર. આતમ૦ ૬
બત્રીસ કોડી કનક મણી માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ દ્વીપ નંદીસર જાવે; કરી અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે; દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. આતમ૦ ૭
તપગચ્છ ઇસર સિંહ સૂરીશ્વર કેરા, શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂર વિજય ગંભીર; ખીમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીર વિજય તસ શિષ્યે જિન જન્મ મહોત્સવ ગાય. આતમ૦ ૮
ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થંકર જગદીશ;
For Private And Personal Use Only
સ્નાત્રપૂજા

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106