________________
શાસનપ્રભાવક
જૈન શ્રમણપરંપરાને ઇતિહાસ : એક વિહંગાવલોકન
લેખક : મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી મહારાજ માનવજાતિ ભિન્ન ભિન્ન ગામ અને નગર વસાવીને આ પૃથ્વી પર નિવાસ કરે છે. ગામમાં પણ જુદાં જુદાં ઘર બનાવીને લોકે એમાં રહે છે. જમીનના ટુકડા કરીને ખેતર બનાવાય છે ને ખેતરમાં પણ ક્યારા બનાવી ખેતી કરવામાં આવે છે. આ બધાં વિભાજને સાહજિક છે અને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ પણ ક્ષેત્રમાં વિભાગો કે ખંડોનું હોવું સ્વાભાવિક છે, એટલું જ નહિ, આજન અને સંચાલનની દષ્ટિએ જરૂરી પણ છે. આ જ કારણે શ્રમણભગવંત મહાવીરે શાસનસ્થાપનાના અવસરે અગિયાર ગણધરોની સ્થાપના કરવાની સાથે શ્રમણસમૂહને નવ ગણુમાં વિભક્ત કર્યો હતે. પઠન-પાઠન અને સારણા-વારણાની દષ્ટિએ એ વ્યવસ્થા સ્વયં ભગવાને કરી હતી.
ભગવાન મહાવીરના સાધુઓ પ્રાચીનકાળમાં “નિર્ચ થ’ નામથી ઓળખાતા. જેન આગમ અને અન્ય ધર્મોના તત્કાલીન ગ્રંથમાં જૈન મુનિઓને ઉલેખ એ નામથી થયો છે. ત્યાર પછી, ભિન્ન ભિન્ન સમયે સમર્થ પ્રભાવક આચાર્યો અથવા વિશિષ્ટ ઘટના કે સ્થળના સંબંધ પરથી “કુળ”, “ગણ” અને “શાખાઓને જન્મ થયે. કલ્પસૂત્રમાં “સ્થવિરાવલી’ નામને ખાસ વિભાગ છે. એમાં એ બધા કુળ, ગણ અને શાખાઓને કમિક ઉલ્લેખ છે, જેનું પર્યુષણપર્વમાં નિયમિત વાચન કરવામાં આવે છે અને એ રીતે “ઈતિહાસ” સાથે સંપર્ક જાળવવામાં આવે છે. ક્રમશઃ એ વ્યવસ્થા ક્ષીણ થઈ. વિક્રમની બીજી ત્રીજી શતાબ્દીમાં “ગચ્છની વ્યવસ્થા ખડી થઈ
સામાન્ય રીતે આવા ગચ્છા ૮૪ હેવાનું કહેવાય છે, પરંતુ જુદા જુદા સમયે અસ્તિત્વમાં આવેલા અને પછી વિલીન થઈ ગયેલા સર્વ ગચ્છની ગણના કરવામાં આવે તે તેની સંખ્યા ઘણી મોટી થાય. કેટલાક ગ૭ નષ્ટ થઈ ગયા, બીજા કેટલાકે નામાંતર ધારણ કર્યું, કેઈ ગચ્છની એક શાખા વિસ્તૃત થઈ ગચ્છ” બની ગઈ છેડે સમય-ડા સૈકાચાલીને વિલીન પણ થઈ. આ સર્વ ગચ્છમાં સમયે સમયે મહાન આચાર્યો તથા પ્રભાવક મુનિઓ સ્થાન લેતા રહ્યા છે. પિતાના સમયમાં સંઘ, સમાજ, સાહિત્ય તથા સાધનાના ક્ષેત્રે બહુમુખી પ્રતિભા દર્શાવતા ગયા છે. જૈન ઇતિહાસ એટલે એ સર્વ શ્રમણ-આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ, સાધ્વીઓ–ને ઈતિહાસ. ફલતઃ ગછે પણ જેના ઇતિહાસનું અવિભાજ્ય અંગ બન્યા છે. અઢી હજાર વર્ષમાં પથરાયેલા ગછોને ઇતિહાસ જેટલે જટિલ છે એટલે જ રસપ્રદ છે.
પટ્ટાવલીઓ :
જે તે ગચ્છમાં કે પરંપરામાં ક્રમશઃ નાયકપદે આરૂઢ થનારા આચાર્યોની નામાવલિને “પટ્ટાવલી” કહેવામાં આવે છે. પટ્ટ એટલે પાટ, ગુરુને બેસવાનું આસન. તે પરથી લાક્ષણિક અર્થમાં આચાર્યગુરુના પદને પણ “પટ” કહેવાનું શરૂ થયું. ગચ્છ અનેક છે અને એક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org