Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ જૈન શૈલીનું પૃથક અસ્તિત્વ (૪) એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઈએ. ગ્રંથના લેખકને લહિયા તરીકે ઓળખવામાં આવે છે. એ લહિયાનાં અક્ષરની-અક્ષરમરેડની પણ શૈલીઓ હોય છે. એમાં જૈન ધર્મનાં પુસ્તક લખનારાઓની શૈલી “જૈન નાગરી શૈલી = કે “જૈન લિપિ તરીકે ઓળખાય છે. આ શૈલીનાં મૂળ ૧૦મા-મામા સૈકાના ઉપલબ્ધ જૈન ધર્મગ્રંથિની લિપિમાં જોવા મળે છે. અને આ શૈલી ૧૧મા સૈકાથી માંડીને ૨૦મા સિકા સુધી, પોતાની અક્ષરમરેહની અમુક ચોક્કસ વિશેષતાઓ તથા ધોરણે ને, ચોક્કસપણે અને કશા જ ફેરફાર વિના વળગી રહી છે, એમ કહી શકાય, હવે આવી જેન નાગરી લિપિમાં લખાયેલે અઢળક કે અનેક જૈનેતર ધર્મો તથા વિષયોથી સંબદ્ધ ગ્રંથો/પુસતકે આપણા ગ્રંથભંડારમાં મળે છે. આ ગ્રંથ વિષયલેખે જૈનેતર હોવા છતાં તેની લિપિ “ જેનલિપિ હોવાનું સ્વીકારવામાં આવે છે. બરાબર એ જ રીતે, કેટલાક જૈનેતર ગ્રંથોમાંનાં “ જેન શૈલી નાં ચિત્રો પણ જૈન ચિત્રકારો દ્વારા ચિત્રિત થયાં છે અને તેથી તે “જૈન શૈલી નાં ચિત્રો છે, એમ માનવામાં વધુ વાસ્તવલક્ષિતા છે. હા, આ ગ્રંથ જે મોટી સંખ્યામાં મળ્યાં હતા તે જરૂર આ શૈલીને “જૈન શૈલી” કહેવા અગાઉ વિચાર કરવાનો રહેત, પરંતુ આવા (જૈનેતર ) સચિત્ર ગ્રંથે પાંચ-પંદરથી વધુ મળ્યા નથી; ને તેમાંય એક વિષયના ગ્રંથની (આ શૈલીની) સચિત્ર નકલ એકાદ જ મળી છે; એક પણ ગ્રંથની એક કરતાં વધુ નકલ ક૬૫સૂત્રાદિની જેમ-મળી હોવાનું જાણ્યું નથી. આ સંયોગમાં, એ ગ્રંથોનાં ચિત્રોની શૈલીને “જૈન શૈલી ” તરીકે સ્વીકારવી, એ જ ઉચિત જણાય છે. એક બાજુ સેંકડો કહપસૂત્રો ને કાલકકથાઓ તેમજ ઉત્તરાધ્યયસૂત્ર અને ઉપદેશામાલા ઇત્યાદિ સચિત્ર ગ્રંથ મૂકો (એક અંદાજ પ્રમાણે, ફકત ૧૫મા ને ૧૬મા શતકમાં સુવણની શાહીથી લખાયેલાં ચિતરાયેલાં કલ્પસૂત્રો જ આજ સુધીમાં ૮૦ જેટલાં મળ્યાં છે), ને બીજી બાજુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જૈનેતર વિષયના સચિત્ર ગ્રંથ મૂકવામાં આવે, અને પછી નક્કી કરવું જોઈએ કે આ ચિત્રોની શૈલીને કયા નામથી ઓળખવી વાજબી ગણાય? જૈન શૈલી નાં ચિત્રો ધરાવતાં પુસ્તકની લિપિ પણ તપાસી લેવી જોઈએ, જે આ લિપિ જેન લિપિ” હોય, તે તેમાંનાં ચિત્રો જૈન શૈલીના ચિત્રકાર દ્વારા નિર્મિત હોવાનો સંભવ વિરોષ ગણાય. જો કે ગ્રંથની લિપિ “ જેન નાગરી ? ન હોય ને હિન્દુ ધર્મગ્રંથોમાં પ્રયોજાતી “બ્રાહ્મણી નાગરી હોય, તો પણ તેમાંનાં ચિત્રો જૈન શૈલીનાં સંભવી શકે. લેખક અને ચિત્રકાર, બહુ જ થોડા અપવાદોને બાદ કરતાં, જુદી જુદી વ્યક્તિઓ જ રહેતી. અને કેઈ બ્રાહ્મણધર્મી વ્યક્તિએ પોતાના હાથે પોતાને મનગમત ગ્રંથ, પિતાની લિપિમાં લખ્યું હોય ને પછી તેમાં જૈન શૈલી ના ચિત્રકાર પાસે ચિત્રો દોરાવ્યાં હોય એમ માનવામાં કઈ બાધ નથી. ૩. જૈન શૈલી ની એક વિશેષતા એ છે કે આ શૈલીનાં ચિત્રો—જે જૈન ગ્રંથમાં મળે છે તેનો વિષય કેવળ ધર્મકથાઓના પ્રસંગે જ બન્યા છે. ધાર્મિક ન હોય તેવા પ્રસંગો કે વિષયોનાં ચિત્રો જૈન ગ્રંથમાં કયાંય નહિ મળે. આમ કરવા પાછળ જૈનને મુખ્ય આશય એક જ રહ્યો હતો કે કલામાં વિલાસિતાનું તત્વ ઘુસવા ન પામે, અને તેથી જ આ શૈલીના ચિત્ર-ગ્રંથમાં કયાંય, બજારુ શૈલીમાં કે અન્યત્ર મળે છે તેવાં નાચગાનના કે શૃંગારરસ આદિનાં ચિત્રો મળતાં નથી. અને આપણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132