Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ જૈન શૈલીનું પૃથક અસ્તિત્વ ૧૯ “A new manuscript was recently discovered and published by the present writer. This is a copy of the Uttaradhyayanasutra from Gujarat, probably Surat, dated 1537-38, with two miniatures painted in a progressive style, but still within the context of jain painting. It indicates that jain artists of Gujarat were sufficiently aware of the artistic revolution in other parts of India to be able to adapt the new style to their use" “(મેં થોડા વખત ઉપર એક નવી હસ્તપ્રત શોધી અને પ્રસિદ્ધ કરી છે. એ પ્રતિ, ઘણે ભાગે ગુજરાતના સુરતમાં લખાયેલી, “ઉત્તરાધ્યયનસૂત્રની છે અને તેના ઉપર ૧૫૩૭-૩૮ વર્ષ લખેલ છે. તેમાં બે લઘુચિત્રો છે. આ ચિત્રોની શૈલી પ્રગતિશીલ છે અને તે પ્રગતિ, જૈન ચિત્રકલાને અધીન રહીને થયેલી છે. એ ઉપરથી જણાય છે કે, જૈન કલાકારે હિદના બીજા ભાગમાં થઈ રહેલી કલાની ક્રાન્તિથી એટલા તે વાકેફ રહેતા હતા કે નવી શૈલીને ઉપયોગ પિતાના કાર્યમાં કરી શકે છે? આ ઉપરથી સમજી શકાય છે કે જૈન શૈલીના કલાકારે વિવિધ પ્રદેશમાં પ્રવર્તતા કલાપ્રવાહોથી પરિચિત રહેવા સાથે તે પ્રવાહમાં પ્રગટતી/પ્રયોજાતી નવીનતાઓ તથા વિશેષતાઓને અપનાવવા માટે પણ ખુલ્લા મનના અને સાકાંક્ષ રહેતા હતા; સંકુચિત નહીં, આ સાથે જ, અહીં એ પણ વિચારવું જોઈએ કે જે જૈન કલાકાર, હિંદના બીજા પ્રદેશમાં કલાક્ષેત્રે થતી કાન્તિથી વાકેફ રહીને તેનો લાભ લેવાની તત્પરતા દાખવતા હોય, તો જન કલાકારોએ વિકસાવેલી લાક્ષણિક “જેન શિલીની અસર અને તેનો પ્રસ્તાર અન્ય પ્રદેશમાં થયો હોય, અન્ય કલાશેલીઓ ઉપર તેને પ્રભાવ પડે હોય, અને જૈન શૈલીના ન હોય તેવા કે અન્ય પ્રદેશના સજાગ કલાકારોએ એ અસરે અને લાક્ષણિકતાઓને પોતાની રીત ને જરૂર મુજબ અપનાવી હોય અને પોતાની કૃતિઓમાં તેને વિનિયોગ કર્યો હોય, એ અશકય કે અસંભવિત નથી. (3) જૈનેતર વિષયોનાં ગ્રંથચિત્રો આ જ શૈલીનાં મળી આવ્યાં હોવાથી, આ શૈલીને “જૈન શૈલી તરીકે ન ઓળખાવી શકાય, એવી ધારણા પણ ગળે ન ઊતરે તેવી છે. હકીકત એ છે કે આ શૈલીના જૈનેતર ગ્રંથચિત્રો ૧૫મા સૈકાથી જૂનાં નથી. વળી એ ચિત્રો તાડપત્ર ઉપરનાં પણ નથી; એ તો કાગળ કે વસ) પર આલેખાયેલાં છે; કેમ કે ૧૫મા સૈકામાં તે તાડપત્રની પ્રથા લગભગ લુપ્તપ્રાય અથવા નહિવત થઈ ગઈ હતી અને સર્વત્ર કાગળને જ મહિમા પ્રવર્તી ચૂકયો હતો. અને આપણે જાણીએ છીએ કે ૧૫મા અને ૧૬માં સૈકામાં સર્જાયેલાં, ક૯પસૂત્ર અને કાલક કથાનાં વધુમાં વધુ ચિત્રો મળી આવ્યાં છે. એ સચિત્ર ગ્રંથની મોટી સંખ્યા જોતાં સહજ જ ક૯પી શકાય કે એ કાળમાં આ ચિત્રશૈલી એટલી બધી લોકપ્રિય બની હશે કે જેનેએ તો કહ૫સૂત્ર વગેરે ગ્રંથમાં એનો ભરપૂર ઉપયોગ કર્યો-કરાવ્યો જ, પણ સાથે સાથે એ ચિત્રશૈલી અને ચિત્રકારનો લાભ જૈનતરોએ/જનસાધારણે પણ લીધો હશે અને પિતાને મનગમતા ગ્રંથોનાં ચિત્રો તેમની પાસે આ શૈલીમાં કરાવ્યાં હશે. એમ કહી શકાય કે જૈનેતર-મંથગત આ શૈલીનાં ચિત્રો પરથી એવું પ્રમાણિત થાય છે કે આ ચિત્રો રચાયાં તે પૂર્વે, જૈન ચિત્રશૈલી, માત્ર જૈન ગ્રંથો પૂરતી જ સીમિત રહી હતી; પણ ત્યાર પછી એક એવો યુગ આવ્યો કે જ્યારે તે શૈલી જૈનેતર ગ્રંથમાં પણ પ્રજાવા લાગી અને એ રીતે વાડાબંધીમાંથી મુક્ત બની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132