________________
શાન્તિનાથચરિત્ર-ચિત્રપદ્રિકા આ પછી દેખાય છે એક દેવવિમાન. તેમાં બેઠેલી બે વ્યક્તિઓ તે સાધુ-અવસ્થામાં આયુષ્ય પૂરું કરીને દેવ બનેલા મેઘરથ અને દઢરથે છે. બે દેવની મધ્યમાં છત ઉપર, લીલા રંગનો ઝીણે ગોળ ચંદરવો, વિમાનની શોભામાં ઉમેરો કરે છે. દ્વિતીય કાઠપટિકાના અગ્રભાગને પૂર્વાધ અહીં પૂરે થાય છે.
(૬) (ચિત્ર રર )
બીજી કાષ્ઠપટિકાના અગ્રભાગના ઉત્તરાર્ધના આરંભના ચિત્રખંડમાં, બે સામસામે બેઠેલી આકૃતિઓ આપણે જોઈ શકીએ છીએ, એ આકૃતિઓ, હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાદેવીની છે. એ બને, એમને ત્યાં જન્મ ધારણ કરનાર તીર્થકર શાન્તિનાથના પિતા-માતા છે. બનેએ ઊંચા કરેલા હાથોનું સંમિલન કમળના ડોડાને ભ્રમ ઊભો કરે છે, તે બન્ને હાથની ઊંચી થયેલી તજની અને મૂઠીરૂપે બંધ થયેલી બીજી આંગળીઓ, સુંદર મજાનાં કમળફૂલને આકાર ધારણ કરે છે. ચિત્રકારનો સૌન્દર્યબોધ અહીં વિશદ રીતે પ્રગટ થયો છે. કમળફૂલ જેવા આ હસ્તસજનની ઉપર, છતમાં, ગોળ ચંદર લટકે છે. પહેલી કાષ્ઠપટ્ટિકાના પ્રારંભે (ચિત્ર નં. ૧માં) ચિત્રાંકિત શ્રીના માથે મુગટ ઉપરાંત સાફો બાંધેલો હતો અને રાણીઓનાં માથે ઓઢણું ઓઢાડેલું હતું, તેવું અહીં કશું નથી. બન્નેના અંબોડા ખુલા-અનાવૃત છે. રાજાને દાઢી-મૂછ પણ નથી, એ નેંધપાત્ર છે. ઊભા દંડના આલેખન સાથે આ ચિત્રખંડ સમાપ્ત થાય છે.
દશ્ય બદલાય છે. બે ઘાટીલા પાયાવાળા પલંગ ઉપર અચિરાદેવી નિદ્રાધીન થયેલાં જણાય છે. પલંગ ઉપર રંગીન તળાઈ પાથરવામાં આવી છે. માથા નીચે ઉપરાઉપરી બે ઊંચાં ને પલંગ જેટલાં પહોળાં ઓશીકાં છે. પથારીની ડાબી તરફ, પાછળ, પૂરા કદનું, લાલ વાંકાચૂંકાં આંકાવાળું, સફેદ વસ્ત્ર જેવું દેખાય છે તે કાં તો મચ્છરદાની' હોય અથવા તો ઓઢવા માટેની ચાદર હોય. કદાચ તે લાંબો ગોળ તકિયો પણ હોઈ શકે; કેમકે રાણીને ડાબો પગ પલંગના છેડા સુધી લંબાયેલો છે, અને ડાબો હાથ અદ્ધર, પેલા સફેદ પદાર્થને અઢેલીને ગોઠવાયો છે. એ સફેદ પદાર્થ જે તકિયો હોય, તો જ હાથની આ સ્થિતિ સંભવે, એમ લાગે છે.
રાણીએ જમણે પગ વાળીને ઢીંચણ ઊભું કરેલો છે. જમણે હાથ મસ્તક નીચેના ઓશીકે ટેકવેલ છે. રાણું જાણે આજની આરામ ખુરશીમાં આડાં પડયાં હોય તેમ સૂતાં છે. તેમનું મોં જમણી બાજુ ઢળેલું છે—જાણે કે જમણી બાજુથી જ ચૌદ સ્વપ્નનું આગમન થવાનું ન હોય! રાણી ઉત્તમ વસ્ત્રાલંકામાં સજજ છે,–જાણે પોતાને ત્યાં અવતરનાર પુણ્યાત્માનું સ્વાગત કરવા માટે જ તેઓએ આમ કર્યું હોય!
પલંગની નીચે બે પીળા રંગના કૂંડાં જેવી ચીજો પડી છે. કદાચ તે જલપાત્ર હોય. પલંગની સામે, ઉપર-નીચે બે હરોળમાં, નિદ્રાધીન રાણીએ જોયેલાં અને મેઘરથના જીવન દેવલોકમાંથી અચિરાદેવીની કુખે અવતાર થયો હોવાનું સુચવનારાં ચૌદ મહાસ્વને દર્શાવવામાં આવ્યાં છે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org