Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ શાન્તિનાથરિત્ર–ચિત્રપટ્ટિકા ૪૫ પેાતાના કુલીન પુત્રાને પણ, માત્ર એક વેશ્યાને મેળવવા ખાતર, આ રીતે યુદ્ધ કરતા જોઈ, તેમને અટકાવી શકવા અશકત, વૃદ્ધ રાજા શ્રીષેણને ખૂબ આઘાત લાગ્યા. તેને થયુ` કે મારા ધેાળામાં ધૂળ પડી ! હવે જીવવાના કોઈ અર્થ નથી. પાતાની બેય રાણીઓ સાથે સંતલસ કરીને તેણે તથા તેની બન્ને રાણીઓએ, સદાય એમની પાસે જ રહેતાં, તાલપુરુ નામના કાતિલ ઝેરથી મિશ્રિત, કૃત્રિમ કમળપુષ્પાને સુધી લઈને, જીવનના અંત આણ્યો ! પાતાનાં આશ્રયદાતા રાજા-રાણીઓને મૃત્યુ પામેલાં જોઈ ને સત્યભામાએ પણ, હવે મને કપિલ પરાણે ઉપાડી જશે એ બીકે, પેલું કમળ સૂધીને આપઘાત કરી લીધા. એ ચારેય વ્યક્તિઓ ત્યાંથી મરીને, ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં યુગલિકરૂપે ઉત્પન્ન થઈ. યુગલિક એટલે જોડિયાં—એક જ માતા-પિતાથી એક સાથે જન્મતાં સ્ત્રીપુરુષ. જૈનાએ સ્વીકારેલી સૃષ્ટિ-પદ્ધતિમાં અમુક ક્ષેત્રા એવાં છે કે, જ્યાં ઉત્પન્ન થનારા મનુષ્યા, હંમેશાં, પુરુષ-સ્ત્રીનાં યુગલરૂપે જ જન્મે છે, એ યુગલ, જેમ જન્મે છે સાથે જ, તેમ જીવે અને મરે પણ સાથે જ. એનું આયુષ્ય, શરીરમાપ, રહેણીકરણી વગેર બધું જ વિલક્ષણ હાય છે. જેને અન્યત્ર-માઈબલ વગેરેમાં-વ`વાતાં આદમ અને ઈવનાં જીવન સાથે સરખાવી શકાય. એ લોકો માટે દશ પ્રકારનાં કલ્પવૃક્ષા હોય છે. એ જાદુઈ ઝાડ ” પાસેથી તેએ પાતાને જોઈતી તમામ ચીજવસ્તુઓ મેળવી લે છે. દરેક યુગલ, મરતાં પૂર્વ, એક બીજા યુગલને જન્મ આપીને મરે છે, અને મરીને દેવલાકમાં જ જાય છે. સૌધ કલ્પ' નામના પહેલા આ વ્યવસ્થા અનુસાર, આ બન્ને યુગલિકા પણ, મરીને દેવલાકમાં, દેવદેવીનાં યુગલ તરીકે ઉત્પન્ન થયા. શ્રીર્ષણની આત્મિક ઉત્ક્રાન્તિનું આ ત્રીજું પગથિયું ગણાય. ભરતક્ષેત્રમાં, વૈતાઢય નામે પત ઉપર, વિદ્યાધરાનાં નગરાની શ્રેણિ છે. તેમાં રથનૂપુર ચક્રવાલ નામે નગરના જવલનજી નામે વિદ્યાધર રાજા છે. તેને અકકીતિ નામે પુત્ર તથા સ્વયં પ્રભા નામે પુત્રી છે. એ સ્વયં’પ્રભાનાં લગ્ન, પાતનપુરના રાજા અને ત્રિખંડ-ભૂમિના સ્વામી ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ સાથે થતાં, ત્રિપૃષ્ઠ, પાતાના સસરા જવલનજટીને, વિદ્યાધરોનાં નગરોની બન્ને શ્રેણિઓનાં રાજ્યા ભેટ કર્યાં. એ જવલનજઢીએ છેવટે દીક્ષા લેતાં એના પુત્ર અકકીતિ રાજા બન્યા. તેને ખ્યાતિમાંલા રાણી હતી. તે રાણીએ એકવાર, સ્વપ્નમાં, અમાપ તેજવાળા સૂર્યને પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. અને એ સ્વપ્ન પછી પૂરે માસે તેણે અમિતતેજ નામના પુત્રનેજન્મ આપ્યા. આ અમિતતેજ તે જ શ્રીષેણ, પાતાનું દેવલાકનું આયુષ્ય પૂરું થતાં તે અહીં અવતર્યા હતા. એ ઉપરાંત, સત્યભામાના જીવ પણ દેવલાકમાંથી નીકળીને, અમિતતેજની ' સુતારા ' નામની બહેન તરીકે અવતર્યા. બીજી બાજુ, અભિનંદિતાના જીવ, ત્રિપૃષ્ઠના ‘ શ્રીવિજય’ નામનો પુત્ર થયા. એ પછી, શિખિન'દ્વિતાના જીવ પણ, શ્રીવિજયના નાના ભાઈ ‘વિજયભદ્ર' રૂપે ત્રિપૃષ્ઠને ત્યાં આવ્યા. કાળક્રમે સુતારાનાં લગ્ન શ્રીવિજય સાથે અને શ્રીવિજયની બહેન જ્યાતિ:પ્રભાનાં લગ્ન અમિતતેજ સાથે થયાં. અને તે અન્ને કુમાર પાતપાતાના પિતાની ગાદીએ બેઠા, એક દિવસ, શ્રીવિજયની રાજસભામાં એક નૈમિત્તિક-ભવિષ્યવેત્તા આવ્યા. મૂળે તા તે જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132