Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 95
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા મંત્રાઓ, કુટુંબ અને સભાજનોમાં ભારે હાહાકાર અને રડાળ થઈ ગઈ એ કરુણ કેલાહલ વચ્ચે પણ રાજા શાન્ત, ગંભીર અને સ્વસ્થ અવાજે પેલા બાજjખીને કંઈક કહેવા જાય છે, ત્યા તે ભારે અચરજની ઘટના બની, આંખને પલકાર થાય એટલા સમયમાં જ ત્યાં અદ્દભુત પ્રકાશ પ્રસરી ગયો, અને એ સાથે જ આકાશમાંથી બે દે ત્યાં ઊતરી આવ્યા ! એમના હાથ રાજા ઉપર ફૂલ વરસાવી રહ્યા હતા અને એમના મોંમાંથી “ધન્ય રાજન ! ધન્ય! ? એવા પ્રશસ્તિવચને નીકળી રહ્યાં હતાં. એમણે દિવ્ય શક્તિથી રાજાને સ્વસ્થ બનાવી સિંહાસનરૂઢ કર્યો અને પછી કહ્યું: “રાજન ! અમે દે છીએ, આજે અમારી દેવસભામાં ઇ, આપની દઢતા, જીવદયા અને સાત્તિવકતાની ખૂબ પ્રશંસા કરેલી, અમને તે પ્રશંસા સાચી ન લાગી. એટલે અમે આપની પરીક્ષા કરીને આપની નિબળાતે છતી કરવાનું અકાળને જૂઠી ઠેરવવાનું નક્કી કર્યું. એ માટે અમે આ બે પંખીઓને માધ્યમ બનાવીને તેમનામાં અમારી શક્તિનું આરોપણ કર્યું. એ જ કારણે આ બને મનુષ્યભાષામાં બેલી શકયાં, અને કબૂતરનું વજન પણ વધતું રહ્યું. પણ હવે અમને પ્રતીતિ થઈ છે કે ઇન્ટે કરેલી આપની પ્રશંસા અતિશયોક્તિભરી નહિ, બલકે, યથાર્થ હતી. અમે આજે આપને કષ્ટ આપ્યું તે બદલ અમને ક્ષમા કરજે.” આમ કહીને એ દેવ સ્વસ્થાને ચાલ્યા ગયા.૨૩ કાળક્રમે વજસુધે, એ પછી સહસ્ત્રાયુધે પણ ઘણે વખત રાજ્ય ચલાવીને, છેવટે દીક્ષા લીધી, છેવટે, પોતાના પિતા ક્ષેમકર રાજર્ષિ૨૪ પાસે દીક્ષા લઈ ધોર સંયમ-સાધના કરી. ત્યાંથી મરીને તેઓ બને નવમા સૈવેયક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.૨૫ - - પુંડરીકિણી નગરીના ઘનરથ રાજાને પ્રિયમતી અને મનોરમા નામે બે રાણીઓ હતી. તે બનેને શુભ-સ્વપ્ન-સૂચિત એક એક પુત્ર થો; નામ મેઘરથ અને દરથ, એમાં મેઘરથ તે વાયુધ (શ્રીણ) અને દરથ તે સહસ્રાયુધ. સ્નેહની હીરગાંઠે એ બે આત્માઓ એવા તે ગંઠાયેલા હતા કે દરેક ભવમાં એ બને કેઈ ને કોઈ રીતે પણ સાથે ને સાથે જ રહેતા. રાજા ઘનરથ એ તીર્થકર હોઈ, યોગ્ય અવસરે એમણે સંસાર તજી દીધો, અને ક્રમશ: કેવળજ્ઞાન મેળવીને તેઓ તીર્થકર બન્યા. તે પછી પૃથ્વી પર વિચરતા વિચરતા એક વખત તેઓ પુંડરી(કણી નગરીમાં પધાર્યા, ત્યારે દેવોએ તેમની ધર્મસભા-સમવસરણની રચના કરી. ત્યાં તેમની ધર્મદેશના સાંભળવા મેઘરથ અને દદરથ પણ ગયા. ભગવાનને ઉપદેશ સ્પર્શી જતાં એમણે ત્યાં જ દીક્ષા લીધી. મેઘથે, આ મુનિ અવસ્થામાં, મન, વચન અને કાયાની યોગશુદ્ધિ સાધવાપૂર્વક, વીસસ્થાનક તપ નામના તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને, તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. મતલબ કે, શ્રીના ભવમાં વાવેલ કલ્યાણવૃક્ષનું ઇષ્ટ ફળ મળવાની શક્યતા નિશ્ચિત બનાવી, દીર્ઘકાળ સુધી સંયમ આરાધીને તે બને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવ બન્યા, શ્રીણના જીવ માટે ઉજાતિનું આ ઉપાન્ય પગથિયું હતું. તે જે વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો હતો, ત્યાંથી ઉન્નતિનું ચરમ શિખર-મોક્ષ માત્ર બાર જન જ દૂર હતું. (આ માન્યતા જૈન પરંપરાની છે એ ન ભૂલીએ.) પણ એ શિખરે પહોંચવા માટે એને હજી એક વધુ પગથિયું ચઢવું જરૂરી હતું. એ પગથિયું તે જ તેને માનવભવ રૂપે હવે પછીને અંતિમ ભવ, એ પગથિયું તે જ પ્રવતમાન કાળચક્રના સેળમા તીર્થંકર ભગવાન શાન્તિનાથને ભવ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132