Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 122
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટકા ૧નો વિસ્તાર એ આ વાઈટલેડનું બહુ મોટું પ્રાપ્તિસ્થાન છે. પશ્ચિમ ભારતમાં ચિત્રકામના ઇતિહાસમાં વાઈટ લેડ એ સૌથી વધુ મહત્ત્વનો રંગ છે. તે ખૂબ પ્રાચીન કલા-વસ્તુઓના ટેમ્પરામાં અને વોટર કલરમાં પ્રજા હતા, આજે વોટર કલરમાં તેનું સ્થાન બહુ મોટા પ્રમાણમાં ઝીન્કવાઈટે લીધેલું છે અઝરાઈટ બ્લ્યુ વાદળી રંગ-વાદળી રંગ એ અઝરાઈટ બ્લ્યુ તરીકે ઓળખાય છે, જે માઉન્ટન યુ તરીકે પણ જાણીતો છે. આ કુદરતી વાદળી રંગ છે, જે અજીરાઈટ ખનિજમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ ખનિજ પદાર્થ, ગુજરાત અને રાજસ્થાનની અરવલી વિસ્તારમાં ઊતરતી કોટીના તાંબાના નિક્ષેપોમાંથી કારતી વાદળી રંગ તરીકે મળી આવે છે, જ્યાં તે ઘણીવાર મેલેકાઈટ (તાંબાથી ઉત્પન્ન થતો લીલો રંગ) સાથે સંકળાયેલું હોય છે. બીજા ખનિજરંગોની જેમ આ રંગ પણ અમુક પસંદ કરેલી વસ્તુસામગ્રીમાંથી સંભાળપૂર્વક પીસીને, ધાને, ખાંડીને અને ચાળીને બનાવવામાં આવે છે. અજીરાઈટ એ દાણાદાર પદાર્થ છે. તેનો રંગ તરીકે ઉપયોગ કરવા માટે તેને બરછટ રીતે મોટો મોટો પીસવામાં આવે છે, કારણકે બારીક ભૂકે કરવાથી તે રંગ ફિક્કો અને દુર્બળ બની જાય છે. આ કુદરતી કોપર કાર્બોનેટ મધ્યયુગનાં ભારતીય ચિત્રોમાં સૌથી વધુ મહત્વને વાદળી રંગ હતો. આ વાદળી રંગ પ્રસ્તુત ચિત્ર-પટ્ટિકામાં અમુક ખાસ મહત્ત્વની વ્યક્તિઓની પશ્ચાદભના વાદળી રંગ તરીકે પ્રયોજાયેલે છે, વાદળી રંગ, લાલ અને પીળા રંગના પૂરક તરીકે પ્રયોજાયો છે. લીલો રંગ-લીલા રંગને વડગ્રી તરીકે ઓળખવામાં આવે છે. તેની બનાવટ પ્રાચીન કાળથી જાણીતી હતી. તે ઉડી જાય તેવો રંગ છે, પરંતુ તેનાં ઉપર રક્ષણાત્મક પડ લગાવવામાં આવે તો તે સ્થાયી બને છે. પહેલાના સમયમાં તે માનીતો રંગ હતો. તેમ છતાં તેને લાંબા સમય સુધી ખૂલે રાખવામાં આવે તો તે ભૂખરે થઈ જાય છે. આ લીલો રંગ પ્રસ્તુત ચિત્ર-પટ્ટિકામાં વૃક્ષની વનસ્પતિ નિરૂપવા માટે પ્રયોજાયેલો છે. કાળો રંગઃ- કાળે રંગ એ લેમ્પ બ્લેક અથવા કાર્બન બ્લેક તરીકે ઓળખાય છે. કાળા રંગનું પ્રાપ્તિસ્થાન કાર્બન છે જે ખૂબ જ સુવિખ્યાત છે અને સાર્વત્રિક રીતે માન્ય થયેલો છે. કાર્બન બ્લેક અથવા લેમ્પ બ્લેકનું મહત્વ શિ૯૫-ગ્રન્થોમાં પણ જોવા મળે છે. “ રાજરત્ન 'માં તે લેમ્પ બ્લેક બનાવવાની પદ્ધતિનું વર્ણન કરેલું છે. રંગ–મેળવણીનું માધ્યમ–ચિત્ર ચિતરવા માટેની ભૂમિકા તૈયાર કરવાની પ્રક્રિયામાં અને પછી તે ભૂમિકા ઉપર રંગ લગાવવામાં રંગભેળવણીનું માધ્યમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચિત્રની ટેકનીકનાં ખાસ લક્ષણે વર્ણવવામાં રંગભેળવણીના માધ્યમની પ્રકૃતિ હંમેશા ધ્યાનમાં લેવાય છે અને તદનુસાર રંગ માધ્યમને આધારે સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બનેલું વગીકરણ-જેવું કે તેલ, પાણી, ટેમ્પરા, ભીતચત્રો, વગેરે સામાન્યરીતે સ્પષ્ટપણે નક્કી થાય છે. પ્રસ્તુત કલા-કૃતિમાં પ્રયુક્ત રંગભેળવણીનું માધ્યમ વેજીટેબલ ગમ અર્થાત વનસ્પતિમાંથી પ્રાપ્ત થયેલા ગુંદર તરીકે ઓળખાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132