Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપદિકા (ચિત્ર-૩૩) હવે આવે છે, ભગવાન શાન્તિનાથના નિર્વાણકલ્યાણકની ઘટનાનું દૃશ્ય, આ દશ્યમાં ઉપર અર્ધચન્દ્રને આકાર અંકિત છે. અને તેની ઉપર તેમ જ નીચે પણ ભગવાનની આકૃતિ છે. ઉપરની આકૃતિ નાની છે અને નીચેની મોટી છે. નીચેની આકૃતિ, ભગવાને સમેતશિખર ઉપર જઈને અનશન લીધું ત્યારની છે. ભગવાનની આ આકૃતિની નીચે લીલા રંગના નાના નાના ટેકરા છે તે સમેતશિખરના પ્રતીક છે. ભગવાનનું આ અંતિમ જીવન સમાપ્ત થતાં જ તેઓને નિરંજન, નિરાકાર અને સચિદાનન્દઘન આત્મા, માત્ર અનંત જ્ઞાન-દર્શનની ઉજવલ દીપ્તિને પોતાની સાથે લઈને, આ પૃથ્વીલોકથી અસંખ્ય યોજન ઊંચે રહેલી, પિસ્તાળીસ લાખ જનના વિસ્તારવાળી અને અર્ધચન્દ્ર જેવા આકારવાળી સિદ્ધશિલા નામની સ્ફટિક શિલા ઉપર જઈને સ્થિર થાય છે. ચિત્રમાં દેખાતો શ્વેત અર્ધચન્દ્રને આકાર તે જ સિદ્ધશિલા અને તેની ઉપર બિરાજેલી આકૃતિ તે મુક્ત બનેલા ભગવાન શાન્તિનાથના અજર અમર આત્માની છે. આપણે ધ્યાનથી જોઈશું તો સિદ્ધશિલાની નીચેની પીળા વર્ણની આકૃતિમાં જે લાલિમા છે, તેવી લાલિમા અને પીળાશ, સિદ્ધશિલાની ઉપર બિરાજેલી આકૃતિમાં નથી; એ તો તદ્દન વેત છે. શરીર અને અશરીર આત્માને ભેદ દર્શાવવા માટે, આટલો તફાવત બતાવો અનિવાર્ય હતો અને એ બાબત ઉપર ચિત્રકારે પૂરું લક્ષ્ય આપીને પોતાની અભિજ્ઞતા વધુ એકવાર પ્રગટ કરી છે. જેના સિદ્ધાંત એવો છે કે નિર્વાણ થતાં પૂવે, નિર્વાણ પામનાર આત્માના શરીરની અવગાહના-ઊંચાઈ જેટલી હોય, તેના ત્રીજા ભાગે ન્યૂન ઊંચાઈવાળા ક્ષેત્રમાં વ્યાપીને એ આત્મા, નિર્વાણ પામ્યા પછી, સિદ્ધશિલામાં સ્થિર થાય. આ સિદ્ધાંતને વ્યક્ત કરવા માટે ચિત્રકારે. સિદ્ધશિલા ઉપરની આકૃતિને નાની અને નીચેની આકૃતિને મોટી આલેખી છે. ભગવાન શાન્તિનાથની આકૃતિની બને તરફ ઊભા દંડ છે. નિર્વાણ-કલ્યાણક એટલે એક વિશિષ્ટ જીવન ઘટના. એટલે એ ઘટનાને સ્વતંત્ર ખંડમાં આલેખવામાં જ ઔચિત્ય જળવાયું ગણાય એવો એનો ભાવ હોઈ શકે. ભગવાન શાન્તિનાથના આત્માની ઉક્રાનિતની આદર્શ અને પ્રેરણાદાયી ચિત્રકથા અહીં સમાપ્ત થાય છે, કાષ્ઠપટ્ટિકાના અંતિમ ખંડમાં હજી એક સુંદર દૃશ્ય આપણે જોઈ શકીએ છીએ. આ છેલા દશ્યમાં, પ્રથમ એક નકશીદાર શિખરથી વિભૂષિત જિનમંદિર છે. એના શિખર ઉપર પીળા રંગના એટલે કે સુવર્ણમય વિજડ અને કળશ પ્રતિષ્ઠિત છે. જિનમંદિરમાં એક જિનમૃતિ છે. આ જિનમંદિર, જાવાલિપુર (જાલોર) ની નિકટવર્તી જૈન તીર્થભૂમિરૂપ શ્રી સ્વણગિરિની ટેકરી ઉપરના શાતિનાથ ભગવાનના ચૈત્યની પ્રતિકૃતિ છે, એમ કાષ્ઠપટ્ટિકા ઉપર લખાયેલું લખાણ વાંચવાથી સમજી શકાય છે, જિનમંદિરની નીચેના લીલા રંગના મોટા ટેકરા તે સ્વર્ણગિરિના પ્રતીક છે. એ જિનમંદિર અને એ મૂર્તિની સન્મુખ, ઉપર ત્રણ પુરુષ અને નીચે ત્રણ સ્ત્રીઓ બેઠાં છે. ત્રણ પુરુષ તે ત્રણ ભાઈઓ છે કે, જેમણે ભગવાન શાન્તિનાથના ચરિત્રનું આલેખન કરતી આ ચિત્રમય કાષ્ઠપદ્રિકાઓનું સર્જન કરાવ્યું હશે, એવું અનુમાન થાય છે. અને નીચેની હરોળમાં બેઠેલી ત્રણ સ્ત્રીઓ તે, ઘણું કરીને, એ ત્રણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132