Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ શાન્તિનાચરિત્ર-ચિત્રપટ્ટિકા 3 ભગવાન શાન્તિનાથના, તેઓ સાચે રસ્તે આવ્યા તે પછીના જીવનચક્રમાં, આવા બાર ભવા થયા છે. એ ખારેય ભવાનું ચિત્રાંકન, પ્રસ્તુત કાપટ્ટિકાઓમાં કરવામાં આવ્યું છે. માર ભવામાં પહેલા ભવ રાજા શ્રીષેણના છે, અને એ શ્રીણની જીવનઘટનાને લઈને કાષ્ઠપટ્ટિકાનું ચિત્રાંકન શરૂ થાય છે. આપણે અહીં, આ કાટ્ટિકામાં અંકિત વ્યક્તિઓ અને ઘટનાઓના ચિત્રવિવેચનની તેમ જ ચરિત્રકથાની દૃષ્ટિએ ક્રમસર પરિચય મેળવીશું, ચિત્ર-વિવરણુ (૨) ( ચિત્ર–૧ ) આપણી સામે તીથકર શાન્તિનાથના ચરિત્રચિત્રણવાળી એ કાપટ્ટિકામાંની પ્રથમ કાપટ્ટિકાના અગ્રભાગ છે. એના પ્રારંભમાં પાંચ આકૃતિએ રૃખાય છે. તેમાં સૌ પહેલા એક પુરુષ છે તે રાજા શ્રીષેણ છે, જેના ક્રમિક જીવનવિકાસનું આપણે અવલેાકન કરવાનું છે, તેના ડાબા હાથમાં કમળનું ફૂલ છે, એ ફૂલ જ, ભવિષ્યમાં, તેના આપઘાતનું સાધન બનવાનું છે, તેની કાળી અને લાંબી દાઢી ધ્યાન ખેંચે તેવી છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે શ્રીષણના આ ચિત્રને બાદ કરતાં, કાપટ્ટિકાગત બીજી એક પણ આકૃતિમાં આટલી બધી લાંબી દાઢી જોવા નથી મળતી. કદાચ અહી” આટલી બધી લાંબી દાઢી દ્વારા, શ્રીષેણની પાકટ અવસ્થા દર્શાવવાનુ ચિત્રકારને અભિપ્રેત હશે. શ્રીષેણની સામેની ચાર વ્યક્તિએ ક્રમસર આ પ્રમાણે છે : શ્રીષેણની અભિન ંદિતા અને શિખિન ંદિતા નામે એ રાણી; તે પછી કપિલ નામે પુરોહિત અને તે પછી તેની સત્યભામા નામે પત્ની, રાજા અને બન્ને રાણીઓના માથે મુગટ છે, મુગટના પાછલા ભાગે ત્રણેએ વાળેલા અખાડા, વજ્રથી ઢંકાયેલી દશામાં નિરૂપાયા છે. રાજાના અખાડા ઉપરનું વજ્ર વિવિધરંગી હોવા ઉપરાંત, સૌરાષ્ટ્રમાં અથવા તેા રાજસ્થાનમાં રાજપૂત કામના માણસા, માથે સાફા કે ફેટા માંધે ત્યારે પાછળ જે લાંખા છેડા લટકતા રાખે છે, તેની યાદ અપાવે છે. રાણીઆના અખાડા ઉપરનાં વસ્ત્રોમાં રંગની ભભક નથી છતાં એ આંખને રુચે તેવા સુઘડ છે અને આજની ગુજરાતી બહેનાના સાડીના છેડાથી ઢાંકેલા મસ્તકની યાદ આપે છે, અને આનાથી સાવ વિપરીત, કપિલ અને સત્યભામાનાં માથાં સાવ ખુલ્લાં છે. રાજટ્ટુંબ સિવાયના લોકો સુગઢ નહિ પહેરતા હોય, એ સમજી શકાય છે, પરંતુ સામાન્ય સ્ત્રીઓ માથે છેડા પણ નહિ આઢી શકતી હોય ? કદાચ એવું હોય કે મુગટના દબાણથી વાળ-અમેાડાને રક્ષણ આપવા માટે, વચમાં વજ્રાંચલ રાખવાની પ્રથા હાય, જેથી મુગઢ વિનાની સામાન્ય સ્ત્રીઓને તેની આવશ્યકતા ન રહે. આમ પણ, સ્ત્રીઓને માથે છેડા ઢાંકવાની પ્રથા તા, ભારત પર મુસલમાની શાસન પ્રસચુ ત્યાર પછી, લગભગ તા મેગલકાળમાં જ, દાખલ થઈ હાય એમ જણાય છે. એટલે મધ્યકાળમાં આવી પ્રથા ગૂજરાતમાં વ્યાપકરૂપમાં નહેાતી, તેનું ઘોતન આ ચિત્રા કરાવે છે. પુરુષવર્ગનાં વસો ઢીંચણ સુધીનાં અને સ્રીવગનાં પગની એડી સુધી લખાયેલાં હશે એવું પણ, આ આકૃતિમાં દર્શાવાયેલા વેષપરિધાન પરથી સમજાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132