________________
શાન્તિનાથચરિત્ર-ચિત્રપટિકા લાગે છે. એમાં પહેલાં પલ્લામાં વિશ્વયુધ બેઠો છે, ને બીજામાં પારેવું, બાજપંખી, બે પલાંની વચ્ચેવચ જાણે ચુકાદો આપવા માટે અથવા કયું પલ્લું નમે છે તે નક્કી કરવા માટે હોય તેમ, બેઠું છે. રાજાએ અધોવસ્ત્ર સિવાયનાં, પોતાના શરીર પરનાં તમામ વસ્ત્રો અને આભૂષણે-મુગટ સુદ્ધાંઊતારી નાંખ્યાં હોય તેવું ત્રાજવામાં બેઠેલા રાજાને જોતાં લાગે છે. કબૂતર કરતાં રાજાનું વજન વધ્યું તે આ બધાં વસ્ત્રાભૂષણના ભારને લીધે, એવા બાજપંખીના સંભવિત આક્ષેપની કલ્પનાએ આવું કર્યું હશે, એવું અનુમાન થઈ શકે. ત્રાજવું બિલકુલ સમતોલ છે.
બાજપંખી મોટા કદનું છે, તેની ચાંચ પણ લાંબી ને તીક્ષ્ણ છે. એથી ઊલટું, કબૂતરનું અને તેની ચાંચનું કદ ટૂંકું છે. અહીં એક સવાલ એ થાય છે કે, ચિત્રકારે, કબૂતરને અને બાજપંખીને તેમનાં અસલી રૂપરંગમાં કેમ રજૂ નહિ કર્યા હોય? ચિત્રકાર પાસે આ પંખીઓને તેમનાં વાસ્તવિક રૂપમાં ચીતરવા માટેના રગે કે રંગ બનાવવાની આવડત ન હોય એમ માનવાને કઈ કારણ નથી.
આનો ખુલાસો કાંઈક આ પ્રમાણે આપી શકાય:
કોઈપણ વિષય પછી તે મનુષ્ય હોય, પ્રાણી હોય કે અન્ય કઈ પદાર્થ હોય, તેનું તાદશચિત્ર(Portrait) - દોરવું, એટલે કે ચિત્રનો વિષયભૂત પહાથ જેવા રૂપ, રંગ અને કદના હોય તે જ તેને ચીતર, એ પદ્ધતિને મધ્યકાલીન ભારતીય કળા-ચિત્રકળા કે મૂર્તિ કળા-માં કઈ સ્થાન ન હતું. ભારતીય કળામાં આ તત્વ બહુ પાછળથી, સંભવત: ૧૫માં સંકામાં અને તે પછી, રાજપૂત અને મોગલ કળા-લીઓનો ઉદય થવાની સાથે, દાખલ થયું હોવાનું બેસે છે. ૧૪ પરંતુ જેન કળાશૈલીમાં તે, વાસ્તવવાદ નહિ,૧૫ પણ કલાત્મકતા અથવા આદર્શવાદ જ મહત્ત્વનું તત્વ હતું.
ડો. મોતીચન્દ્રના એક વિધાનને આ સંદર્ભમાં યાદ કરીએ તો તેમણે “faૌને તરz gશુfથા મર્જર ને પણ આ રેલીની એક વિશેષતા ગણાવી છે.'
ત્રાજવાની હદ પૂરી થતાં તરત જ, એક પછી એક, એમ બે વ્યક્તિઓ હાથ જોડીને ઊભેલી દેખાય છે. એ છે બે દે. બન્નેના દેહનો ઉપરનો ભાગ ખુલ્લો છે. બન્નેએ પહેરેલાં અધેવ, કછોટો વાળેલાં ધોતિયાં અથવા તો ધોતિયાં ઉપર વીંટાળેલા કમરબંધ હોય એવાં દીસે છે. એ કાળની ધોતિયું (કે તેના જેવું અધોવસ્ત્ર) પહેરવાની રીત આ બે આકૃતિઓમાં સુસ્પષ્ટ સમજાય છે.
આ બે દેવાની પાછળ જ જાડો ઊભો દંડ છે, તે વિશ્વયુધના જીવનનો અને સાથે સાથે એના સમગ્ર ભવચક્રનો પણ, એક મહત્ત્વનો તબક્કો અહીં પૂરો થયો હોવાનું સૂચવે છે.
(ચિત્ર-૧૯)
દંડની લગોલગ, સિહાસન જેવા દીસતા બાજોઠ ઉપર ક્ષેમકર મુનિ, પદ્માસન વાળીને બેઠેલા દેખાય છે. એમણે સાધુવેષ પહેર્યો છે. જમણા હાથમાં મુખવસ્ત્રિકા છે, એમના મુખ ઉપર સ્મિત ઝળકી રહ્યું છે. લીલી પૃષ્ઠભૂમિકા તેમની વિશિષ્ટતાનું સૂચન કરે છે. તેમની સામે હાથ જોડીને અને ડાબો હીંચણ ઊભા કરીને વિનયભાવે બેઠેલી દેખાતી બે આકૃતિઓ કમશ: વિશ્વયુધ અને સહસ્ત્રાયુધની છે. બન્નેને
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org