Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ શાતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા વસ્તુત: તો એ કાળમાં આકારનું તિલક એ કઈ સંપ્રદાયના ચિહ્નરૂપે નહિ, પણ શરીરના ઉત્તમ કોટિના કેટના એક શણગારરૂપે પ્રસિદ્ધ હશે. કોઈ વૈવિધ્યપ્રેમી અને ઉત્સાહી કલાકારે એ તિલકને પિતાની ચિત્રકૃતિમાં પ્રયોજ્યું હશે અને એનું અનુસરણ પછી અન્ય ચિત્રકારોએ પણ કર્યું હશે, પછી કાળક્રમે એ તિલક ચિત્રકારેમાં વધુ પ્રચલિત બન્યું હોય અને તેથી કેટલાક વખત સુધી કે કેટલીક પ્રતિઓમાં સરેરાશ આ તિલકનો જ વધુ પ્રયોગ થયો હોય, એવું માનીએ તો કઈ આપત્તિ નથી જણાતી. કેમ કે જન ચિત્રશૈલીમાં પણ, અમુક મુદત પછી તો, અનુકરણની જ પ્રવૃત્તિ વધી જવાથી વૈવિધ્યના નિર્માણની પ્રયોગશીલ પ્રક્રિયા નષ્ટપ્રાય થઈ ગઈ હતી; એ તો હવે જગજાહેર છે. અમુક ગાળામાં તૈયાર થયેલી કલ્પસૂત્રની પ્રતિએ જોઈશું તો તેમાં જેમ સૂત્રના પાઠની અખંડ-ફેરફાર વગરની પરંપરા હશે, તેવી જ ચિત્રોની પણ જરાય ફેરફાર વગરની પરંપરા જોવા મળશે. આ સ્થિતિમાં છે આકારના તિલકની પણ પરંપરા ચાલે, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. પણ આનો અર્થ આ તિલકને કઈ સંપ્રદાયનું ચિહ્ન માની લેવું, એ જરાય ઊંચિત નથી જ, જે ખરેખર તેવું હોત તો, હાથે લખાયેલી પ્રતિઓના અક્ષરે-અક્ષરની શુદ્ધિ-અશુદ્ધિ તપાસી જનાર અને ચિત્રોની એકે એક રેખાઓને નજર તળે પસાર કરનાર જૈન મુનિઓએ આ U આકારના તિલકને ચોક્કસ રદ્દ કરાવ્યું હત. વળી, માત્ર પુરુષાકૃતિઓમાં જ U આકારનું તિલક ચીતરીને ચિત્રકાર અટકી ન જાત; એ તો તમામ આકૃતિઓમાં તેમ જ તીર્થકરનાં ચિત્રોના કપાળે પણ U આકારને જ ચાંદલો ચડત, પણ એવું નથી. અને તે જ પેલા ચિત્રકારની અસાંપ્રદાયિકતાને પુરાવે છે. | મૂળ વિષય પર આવીએ. અમિતતેજ અને શ્રીવિજયનાં સ્થાને અલગ અલગ છે, એટલે અમિતતેજનું સપરિવાર નિરૂપણ થયા પછી, ચિત્રકારે, એક વિષયની પૂર્ણાહુતિ દેખાડવા માટે, અને છતાં તે બીજા વિષયનિરૂપણમાં અવરોધરૂપ ન બને તેવી રીતે, ઊભે અધરં દોર્યો છે. અમિતતેજ અને શ્રીવિજય એ બન્નેનું જીવન હવે પછી સંકળાવાનું હોઈ બન્નેનું જીવનનિરૂપણ થાય તો જ એક વિષયનું પૂરું નિરૂપણ થયું ગણુય એમ સમજીએ તો આ અર્ધદંડને (;) આવા અર્ધવિરામના ચિહ સમ જ ગણવામાં વાંધો નથી. કળાકારે કેવી ખૂબીથી એ ગાઠ છે! એ દંડ પછીની ચાર આકૃતિઓને પરિચય આ પ્રમાણે છે: એક, શ્રીવિજય રાજા; બે અને ત્રણ (ઉપર-નીચે), રાજમંત્રીઓ; ચાર અષ્ટાંગનિમિત્તનો જાણકાર નૈમિત્તિક. તેના હાથમાં નિમિત્તશાસ્ત્રની પોથી જેવું જોઈ શકાય છે. (ચિત્ર-૫) ચેથા ચિત્રમાં જોયેલા નૈમિત્તિકની પછવાડે, પાંચમા ચિત્રના પ્રારંભે, ધર્મસ્થાનમાં પૌષધશ્રત લઈને ખુલ્લાં શરીરે માળા ગણતો બેઠેલો શ્રીવિજય રેખાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષઠિશલાકાપુરુષચરિત્રમાં શ્રીવિજયને પૌષધ લેવા માટે જિનચૈત્યમાં જતે વર્ણવાયો છે, એ બીના તે સમયની ચિત્યવાસની પ્રથાનું સૂચન કરે છે, એથી વિપરીત, આ ચિત્રાંકનમાં એક કાઠભવનમાં–જેમાં બે બાજુ સ્તંભ, ઉપર છત ને નીચે તળિયું, આટલું જ આલેખવું શકય બને છે તેમાં શ્રી વિજયને પૌષધ લીધેલો બેસાડીને ચિત્રકારે, આ કાષ્ઠપટિયા ચિત્રાંકિત કરવાનો Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132