________________
શાતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા વસ્તુત: તો એ કાળમાં આકારનું તિલક એ કઈ સંપ્રદાયના ચિહ્નરૂપે નહિ, પણ શરીરના ઉત્તમ કોટિના
કેટના એક શણગારરૂપે પ્રસિદ્ધ હશે. કોઈ વૈવિધ્યપ્રેમી અને ઉત્સાહી કલાકારે એ તિલકને પિતાની ચિત્રકૃતિમાં પ્રયોજ્યું હશે અને એનું અનુસરણ પછી અન્ય ચિત્રકારોએ પણ કર્યું હશે, પછી કાળક્રમે એ તિલક ચિત્રકારેમાં વધુ પ્રચલિત બન્યું હોય અને તેથી કેટલાક વખત સુધી કે કેટલીક પ્રતિઓમાં સરેરાશ આ તિલકનો જ વધુ પ્રયોગ થયો હોય, એવું માનીએ તો કઈ આપત્તિ નથી જણાતી. કેમ કે જન ચિત્રશૈલીમાં પણ, અમુક મુદત પછી તો, અનુકરણની જ પ્રવૃત્તિ વધી જવાથી વૈવિધ્યના નિર્માણની પ્રયોગશીલ પ્રક્રિયા નષ્ટપ્રાય થઈ ગઈ હતી; એ તો હવે જગજાહેર છે. અમુક ગાળામાં તૈયાર થયેલી કલ્પસૂત્રની પ્રતિએ જોઈશું તો તેમાં જેમ સૂત્રના પાઠની અખંડ-ફેરફાર વગરની પરંપરા હશે, તેવી જ ચિત્રોની પણ જરાય ફેરફાર વગરની પરંપરા જોવા મળશે. આ સ્થિતિમાં છે આકારના તિલકની પણ પરંપરા ચાલે, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. પણ આનો અર્થ આ તિલકને કઈ સંપ્રદાયનું ચિહ્ન માની લેવું, એ જરાય ઊંચિત નથી જ, જે ખરેખર તેવું હોત તો, હાથે લખાયેલી પ્રતિઓના અક્ષરે-અક્ષરની શુદ્ધિ-અશુદ્ધિ તપાસી જનાર અને ચિત્રોની એકે એક રેખાઓને નજર તળે પસાર કરનાર જૈન મુનિઓએ આ U આકારના તિલકને ચોક્કસ રદ્દ કરાવ્યું હત. વળી, માત્ર પુરુષાકૃતિઓમાં જ U આકારનું તિલક ચીતરીને ચિત્રકાર અટકી ન જાત; એ તો તમામ આકૃતિઓમાં તેમ જ તીર્થકરનાં ચિત્રોના કપાળે પણ U આકારને જ ચાંદલો ચડત, પણ એવું નથી. અને તે જ પેલા ચિત્રકારની અસાંપ્રદાયિકતાને પુરાવે છે. | મૂળ વિષય પર આવીએ. અમિતતેજ અને શ્રીવિજયનાં સ્થાને અલગ અલગ છે, એટલે અમિતતેજનું સપરિવાર નિરૂપણ થયા પછી, ચિત્રકારે, એક વિષયની પૂર્ણાહુતિ દેખાડવા માટે, અને છતાં તે બીજા વિષયનિરૂપણમાં અવરોધરૂપ ન બને તેવી રીતે, ઊભે અધરં દોર્યો છે. અમિતતેજ અને શ્રીવિજય એ બન્નેનું જીવન હવે પછી સંકળાવાનું હોઈ બન્નેનું જીવનનિરૂપણ થાય તો જ એક વિષયનું પૂરું નિરૂપણ થયું ગણુય એમ સમજીએ તો આ અર્ધદંડને (;) આવા અર્ધવિરામના ચિહ સમ જ ગણવામાં વાંધો નથી. કળાકારે કેવી ખૂબીથી એ ગાઠ છે!
એ દંડ પછીની ચાર આકૃતિઓને પરિચય આ પ્રમાણે છે: એક, શ્રીવિજય રાજા; બે અને ત્રણ (ઉપર-નીચે), રાજમંત્રીઓ; ચાર અષ્ટાંગનિમિત્તનો જાણકાર નૈમિત્તિક. તેના હાથમાં નિમિત્તશાસ્ત્રની પોથી જેવું જોઈ શકાય છે. (ચિત્ર-૫)
ચેથા ચિત્રમાં જોયેલા નૈમિત્તિકની પછવાડે, પાંચમા ચિત્રના પ્રારંભે, ધર્મસ્થાનમાં પૌષધશ્રત લઈને ખુલ્લાં શરીરે માળા ગણતો બેઠેલો શ્રીવિજય રેખાય છે.
શ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષઠિશલાકાપુરુષચરિત્રમાં શ્રીવિજયને પૌષધ લેવા માટે જિનચૈત્યમાં જતે વર્ણવાયો છે, એ બીના તે સમયની ચિત્યવાસની પ્રથાનું સૂચન કરે છે, એથી વિપરીત, આ ચિત્રાંકનમાં એક કાઠભવનમાં–જેમાં બે બાજુ સ્તંભ, ઉપર છત ને નીચે તળિયું, આટલું જ આલેખવું શકય બને છે તેમાં શ્રી વિજયને પૌષધ લીધેલો બેસાડીને ચિત્રકારે, આ કાષ્ઠપટિયા ચિત્રાંકિત કરવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org