________________
૧૬
શાંતસુધાણ
વિશિષ્ટ આત્મધર્મનુ પ્રખળ નિમિત્તકારણ હાઈ તે વીસરવા કે ઉપેક્ષવા ચેાન્ય નથી. માત્ર એના જ્ઞાનના સહયાગ કરવો અને માત્ર ક્રિયામા પરિપૂર્ણતા માની ન લેવી. જ્યા સુધી સાધનથર્મા સાધનની મર્યાદામા રહે છે ત્યા સુધી એની ઉપયુક્તતા છે અને જરૂર છે ત્યારે એ સાધન મટીને સાધ્ય બની જાય છે ત્યારે ઘણી વખત એ મમત્વ અથવા આગ્રહનું રૂપ લે છે. આટલી ખાખત ધ્યાનમા રહે તે નાનામા નાની ક્રિયાની પણ ઉપેક્ષા કરવા ચેાગ્ય નથી એમ જણાશે, પણ એને માટે અગડા ન હોય. સાધનધર્મોના ઝગડા થાય ત્યારે સાધ્યધર્મનુ વસ્તુત સ્વરૂપ સમજવામા આવ્યુ નથી એમ લાગે મેાક્ષના અનેક માર્ગો છે, યાગના અસ ખ્ય પ્રકાશ છે. જે પ્રાણીને જે રસ્તે પેાતાને ચાગ સાધવાનું હિતકર જણાય તે રસ્તે તે સાધે. એના રાજમાર્ગો હાય, પણ તેથી ખીજા આડાઅવળા રસ્તા ન હેાય એમ ધારી લેવું, એ વસ્તુવરૂપના ભ્રમ છે ધર્મને નામે ઝગડા થાય એ તે વતૅાવ્યાઘાત છે. જ્ઞાન અને ક્રિયાને સહુયેાગ થાય એટતે એવા ઝગડા ટકે નહી. વિવેકની નગૃતિ થતા અને સાધનનુ ચેાગ્ય મૂલ્ય આંકવાની શક્તિ આવતા સાધનધર્માને કચવાટ મટી જશે એમ ધર્મ રહસ્ય સમજનારનુ મતવ્ય છે અને તે આ સ્થાને જરૂર વિચારણીય છે
ત્યારે સવાલ એ થાય છે કે ધમ એટલે ? શુ
ધર્મ શબ્દ ઘણા જુદા જુદા અર્થમાં વપરાય છે. વઘુસદ્દાવો ધમ્મો વતુને સ્વભાવ એ એને ધર્મ છે. અગ્નિના સ્વભાવ ખાળવાના કે ગરમ કરવાના છે, એ એનેા ધર્મ કહેવાય. પ્રત્યેક ચીજોના એક અથવા તેથી વધારે ધર્મો (Propertics) હાય છે અને તે તેના ધર્મ કહેવાય. આ દૃષ્ટિએ દરેક વસ્તુને ધર્મ વિચારવામા આવે એટલે અતે આત્માના ધર્મ વિચારવાને રહ્યો એના જે અસલ ગુણ્ણા એની સાથે નિરતર રહેવાના હાય તેમા જ્યારે એ વર્તે ત્યારે એ સ્વભાવમા વો કહેવાય જ્યારે એ પેાતાના ધર્મથી દૂર જાય ત્યારે એ વિભાવમા-પરધર્મ મા ગયે। કહેવાય અને પરધર્મ નિરતર ભયાવહ છે. આત્મધર્મ શુ છે એની શેાધ કરવી એ મુખ્ય ખાખત આ લક્ષણમા પ્રાપ્ત થાય છે. એના ઉપર જુગજૂના થર ચઢી ગયા છે તે દૂર કરી, એનું શુદ્ધ કાચનત્વ પ્રકટ કરવુ એ પ્રત્યેક આત્માને પ્રયાસ હેાવે ઘટે, અને તે માટે એ જ્યારે જ્યારે પ્રયાસ કરે ત્યારે ત્યારે એ સ્વધર્મમાં વર્તે છે અને તેથી ઊલટુ, જ્યારે જ્યારે પૌદ્ગલિક ભાવમા રમણ કરે, જ્યારે એને ઇદ્રિયના વિષયેામા રસ પડે, જ્યારે એ કષાયમા આનદ માને, જ્યારે એને સ્થૂળ મુખમા ચેન જણાય, જ્યારે એને ધનના ઢગલા જોઈ શાતિ લાગે ત્યારે એ વિભાવમા પડયો છે એમ સમજવુ. આત્મધર્મ એટલે સ્વધર્મ અને સ્વધર્મ એટલે ધર્મ આ વ્યાખ્યા સ સાગામા ખરાખર ખધબેસતી છે અને પૂરીત્યા સર્વ અશે વિચારવા તેમજ આદરવા ચેાગ્ય છે
આત્મધર્મને વિચાર કરતા પ્રાણીને અધિકાર અને પ્રગતિમા એનુ સ્થાન જરૂર ખ્યાલમા રાખવુ ઘટે. સામાન્ય પ્રગતિવાળા એકદમ શુલધ્યાન યાવા મડી જાય તે તેની ધૃષ્ટતા