________________
૩૧૯
ધર્મભાવના
આ વ્યવહારની વાત કરતાં એક વાત સ ક્ષેપમા કહી નાખીએ માર્ગે ચઢાવનાર એવો વ્યવહારધમ ઉપગોગી છે તે આપણે ઉપર જોયું છે, પણ એને અગે એક ખાસ ચેતવણી શાસ્ત્રકારે આપી છે તે જોઈ લઈએ તે આ છે –ધમધતૈિ૩ ધર્મમેવ નિક્તિ સદા જ શુમતિથી ર મોત | પ્રાણીને એશ્વર્ય, મેટાઈ, ઋદ્ધિ, સંપત્તિ, વૈભવ ધર્મથી પ્રાપ્ત થાય છે. હવે એ જ એશ્વર્યથી જે એ ધર્મને હશે તો એ સ્વામિદ્રોહનો પાતકી બને છે અને એવા સ્વામિદ્રોહીનુ સારુ કેમ થાય ? આ વાત જરા સ્પષ્ટ કરીએ. ધર્મથી કોઈને બે-પાંચ લાખ રૂપીઆ મળે. એ ધનનો ઉપભોગ કરતા એ વેશ્યાઓમાં રખડે, અભક્ષ્ય ખાવાના પાશમાં પડી જાય, અન્ય પાપકાર્યો કરે છે તેથી ધર્મનો નાશ થાય એટલે જે ધર્મથી એને એશ્વર્ય મળ્યું એ જ એશ્વર્યથી ધર્મને ઘાત થયે. એશ્વર્યને સ્વામી ધર્મ એ ધર્મનો નાશ કરનાર – સ્વામિદ્રોહ કરનાર થયો. એવું કરે એનુ કેમ સારું થાય? એની પ્રગતિ કેમ થઈ શકે? મતલબ કે, ધર્મના પ્રતાપે જે પ્રાપ્તિ થાય તેને ઉપયોગ પ્રગતિવર્ધક માગે થે ઈષ્ટ છે આ તો આડકતરી વાત થઈ
મુખ્ય નજરે ધર્મથી જે કાઈ મળે તે ધર્મસ વર્ધક તરીકે ઉપયોગમાં લેવું યોગ્ય ગણાય. ઘણી વાર નિર્બળતાને કારણે પ્રાણી ધર્મ આદરે છે, તે પણ પૂર્ણ લાભ ન આપે પૂરતા ઉત્સાહથી પ્રેમથી, આત્મવીર્યના ઉલ્લાસથી ધર્મની આસેવના કરવી અને આત્મધર્મ ઉપર સતત નજર રાખવી એ કેમ વધે, એમાં કેમ પ્રગતિમાન થવાય એની સતત ચિ તા રાખવી અને ત~ાયોગ્ય સાધનને પૂરતો લાભ લેવો પૂર્વસ ચિતથી પિતાને ધનસ પતિ કે જ્ઞાનલાભ મળ્યાં હોય તેનો ઉપયોગ ધર્મ પ્રગતિમાં જ કરે નિરંતર યાદ રાખવું કે અત્યારે જે લાભ મળે છે તેનો ઉપયોગ પ્રગતિ-વિકાસ કરવામાં કરવાનું છે, અને આવો અવસર વાર વાર મળતું નથી
આ જીવનમાં ચાર પુરુષાર્થો સાધવાના છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં પણ અર્થ અને કામ ધર્મને વિરોધ ન આવે તે રીતે સાધવાને છે. એ વાત મુશ્કેલ છે, પણ અશક્ય નથી પિસા પેદા કરવામાં જ્યાં અન્યાય થાય ત્યાં ધર્મભાવિત આત્મા ખસી જાય. કામપુરુષાર્થ સાધવા એ પરસ્ત્રી તરફ નજર ન કરે, સ્વાદારામાં પણ નિયમિત થઈ જાય અને કાળે અકાળે કામવિવશ ન થાય “કામ” શબ્દમાં સર્વ ઈદ્રિયના ભેગોને સમાવેશ થાય છે અર્થ તેમજ કામને ગાણ રાખી ધર્મપુરુષાર્થ સાધનાર પર પરાએ મોક્ષપુરુષાર્થ સાધે છે, એ તાત્પર્ય દધ્યાનમાં રાખવાની બહુ જ જરૂર છે મનુષ્યભવનું સાફલ્ય પુરુષાર્થસિદ્ધિમાં છે, આ વાત વાર વાર લક્ષ્ય પર રાખવાની આવશ્યક્તા છે
ધર્મવિચારણામાં દાન, શીલ, તપ અને ભાવની વિચારણા પૂર્વપરિચયમાં કરી છે તે ત્યાંથી જાણી લેવી માર્ગાનુસારીના ૩૫ ગુણો યોગશાસ્ત્રમાથી જોઈ લેવા દ્રવ્ય, ભાવ, શ્રાવકના ગુણે “ધર્મરત્નપ્રકરણથી જાણવા અને ખાસ કરીને ક્ષમાદિ દશ ધર્મોને મહાઆજ્ઞા તરીકે