Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 604
________________ પ્રશસ્તિપરિચય ૧. આ શ્લોકમા ભાવનાનુ ફળ સામાન્ય રીતે બતાવે છે. મુખ્ય કેન્દ્રસ્થ વિચાર એ છે કે ભાવનાભાવિત પ્રાણીઓ લક્ષમી અને કીતિ પ્રાપ્ત કરે છે એ પ્રાપ્ત કરવાની લક્ષ્મી કેવા પ્રકારની હોય તેના વિવેચનમાં જણાવે છે કે આ દુનિયામાં ચક્રવતીની લક્ષ્મી અને દેવલોકમા ઈન્દ્રની લક્ષમી સર્વોત્કૃષ્ટ ગણાય છે. તેનાથી વધારે લક્ષમી કઈ હોઈ શકે તે શોધી કાઢવુ એ લક્ષમી તે મોક્ષલક્ષમી છે, ભાવનાભાવિત પ્રાણીઓ તે મોક્ષસ પત્તિ પ્રાપ્ત કરે છે. ચક્રવર્તીની લમી ઐહિક છે અને ઈદની પણ તે ભવ પૂરતી છે, તેથી અધિક લકમી અ તરલક્ષ્મી છે. તે સિદ્ધદશામાં મળે છે. એવા આતરસુખતુ વર્ણન અશક્ય છે' આ મહાન લકમી સદભાવનાશાળી પ્રાણીઓ મેળવે છે તેવા પ્રાણીઓને વિસ્તૃત કીતિ પણ મળે છે એવા ભાવનાશીલ પ્રાણીઓને કીતિની દરકાર હોતી નથી. પણ આતર સામ્રાજ્યનું એ વિશિષ્ટ પરિણામ છે અને વણમાગ્યું મળી જાય છે એવા ભાવનાશીલ પ્રાણુઓ કેવા હોય છે તેનું વર્ણન જરા વિચારવા જેવું છે અને લઠમી તથા કીતિ કોને મળે છે તેને ઊંડો અભ્યાસ કરવા જેવો છે. તે ભાવનાભાવિત સાધકનું ચિત્ર જોઈએ – (ક) પ્રથમ તે સદ્ભાવનાશીલ પ્રાણીઓનુ હદય ભાવનાથી સુગ ધિત થયેલું હોય છે. ઈર્ષ્યા, અસૂયા, કષાય કે કઈ પણ પ્રકારની કલેશવૃત્તિ વગરનું ચિત્ત હોય તે, સુગંધી ચિત્ત કહેવાય છે એ પોતે સુગ ધમય હોય છે અને વાતાવરણમાં સુગધને ફેલાવે છે. જેના ચિત્તમાં એક ભાવના જામે તે પણ કૃતકૃત્ય થઈ જાય તો પછી અનિત્યાદિ વિવિધ ભાવનાઓથી ભરેલા પ્રાણીનું ચિત્ત કેટલી સુવાસથી ભરપૂર હોય તેને વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય. (ખ) એવા પ્રાણીઓને વિનયગુણને મારી રીતે પરિચય થયેલો હોય છે વિનયગુણ વગર ભાવનાનાન પ્રાપ્ત થતું નથી. વિનેય એટલે આજ્ઞાક્તિ શિષ્ય. ગપ્રગતિ કે ભાવનાપ્રગતિમાં ગુરુપાશ્ત વ્ય અને ગુરુમાર્ગદર્શનની ખાસ અગત્ય છે. ભાવનાશીલ પુરુષ મહાત્મા ગીઓના ચરણની ઉપાસના કરી, વિનયગુણ વડે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આત્મપ્રગતિ સાધે છે (ગ) એવા પ્રાણીનુ આત્મતત્વ ખૂબ વિકાસ પામેલ હોય છે, એને માટે ચાર ગ્ય વિશેષ વાપર્યા છે તે પ્રત્યેક વિચારવા યોગ્ય છે આત્મતત્વ એટલે ચેતનરામ, આત્મા. જેને માટે આ સર્વ તૈયારી છે તે અંદર બેઠેલા ચેતનજી એ ચાર વિશેષણથી વિશિષ્ટ હોય છે,

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608