Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 606
________________ ૫oo શાંતસુધારસ ઉપરના વિશેપણમાં તો એ મમત્વને દૂર કરે છે એમ કહ્યું છે, પણ એટલાથી એને પૂરો પત્તો લાગતો નથી. પૂરી પ્રગતિ કરવા માટે એણે નિર્મમત્વભાવનો પ્રાર્ધ પ્રાપ્ત કરે પડે છે. એટલે એનામાં મમત્વભાવનું અપસરણ હોય તે ઉપરાત નિર્મમત્વ-નિર્મોહિને પ્રકર્ષ એનામાં જમાન થવો ઘટે. આ પ્રાણી અનુપમ લક્ષ્મી અને કીર્તન પામે છે. એ આત્મઋદ્ધિ(લકમી)ને ઉપમા આપી શકાય તેવા કોઈ શબ્દ આ દુનિયામાં વિદ્યમાન નથી. એ અનિર્વચનીય છે, અનુપમેય છે અને માત્ર અનુભવગમ્ય છે. વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને તમે એ ભાવનાઓ ભાવ. વિનયને મહિમા ઉપર બતાવ્યો છે. એ ભાવના એટલે બાર અને ચાર મળીને ઉપર વર્ણવેલી સોળ ભાવના, એ ભાવનાને મહિમા કેવો છે તેનું સંક્ષિપ્ત વર્ણન વિચારે. વા, એ ભાવનાના પ્રભાવથી અપધ્યાનની પીડા થતી નથી. અપધ્યાન અથવા દુર્બાન એટલે આત...રદ્રધ્યાન એ ખરેખર પીડા કરનારાં છે, એ દુર્ગાન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસને ભૂતપ્રેત વળગતા તેના જેવો એ ખરેખર વળગાડ છે ભાવનામાં એટલું બળ છે કે એ કોઈ પ્રકારના દુર્ગાનને થવો જ દેતી નથી, એટલે પછી એ દુર્ગાનની પીડા ઉદભવતી જ નથી આ અસાધારણ લાભ છે. ગગ્રંથમાં તો આ અપધ્યાનના વિષય પર અનેક પ્રકરણો લખાયા છે, તે ખૂબ સમજવા યોગ્ય છે. ત્તએ ભાવનાઓના પ્રભાવથી કઈ અનિર્વચનીય અદ્વિતીય સુખ–ભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે. એ ભાવના ભાવતા જે સુખ થાય છે તે વર્ણન કરી શકાય તેવું નથી, કોઈ અચિત્ય, અનુભૂત, અપૂર્વ સુખ તેથી પ્રાપ્ત થાય છે અને એવુ સુખ ચિત્તને પ્રસન્ન કરે છે એ તે શાત પ્રદેશમાં બેસી અનિત્ય કે મૈત્રીભાવના ભાવી હોય અને આ સુખનો અ ત સ્પર્શ થયો હોય તે જ તેનો ખ્યાલ આવે. બાકી સાકરની મીઠાશ કયા શબ્દોમાં વર્ણવી શકાય? એ તો સાકર ખાવામાં આવે તો જ સમજાય. ભાવનાથી થતી ચિત્તપ્રસન્નતા અનુભવ જ સમજાવે. અત્ર વર્ણનમાં તો માત્ર તેનું રૂપક આપી શકાય. એનું રૂપક પણ ખરુ પ્રાપ્ત થતુ નથી. કર્તા કેઈ એવા શબ્દથી કલ્પના કરવાની પ્રેરણા કરે છેઆ અદ્વિતીય ચિત્ત પ્રસન્નતા ભાવનાના પ્રભાવથી પ્રાપ્ત થાય છે જ. ભાવનાના પ્રભાવથી સુખતૃપ્તિનો દરિયે ચારે તરફ ફેલાઈ જાય છે ભાવનાનું સુખ ચારે તરફ, દિશાઓમાં અને વિદિશાઓમાં ફેલાઈ જાય છે. ભાવનાથી સુખની તૃપ્તિ થાય છે, એથી ચિત્ત ધરાઈ જાય છે, એને વિસ્તાર દરિયા જેટલો વધી જાય છે, તેને ચારે તરફ પ્રસાર થાય છે. ભાવનાનું વાતાવરણ ચારે તરફ કેવા ઉજજવળ, શાત, સુખી, પ્રકાશમય દિગંત કરી દે છે તે વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય.

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608