Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 603
________________ પ્રશસ્તિ ૪૯૭ ૧. એવી રીતે અતિ સુંદર ભાવનાઓ વડે સુગ ધિત થયેલા હદયવાળા પ્રાણીઓ – જેમનુ આત્મતત્વ સ શયરહિત હોઈ યોગ્ય પ્રશ સા અને મહત્ત્વને પામેલ છે તથા જે (આત્મતત્ત્વ) ગુણસમૃદ્ધ છે એવા વિશિષ્ટ આત્મતત્ત્વવાળા પ્રાણીઓ – મેહનિદ્રા અને મમત્વને દૂર કરી દઈને અને વિનયગુણને સારી રીતે પરિચય કરીને ખરા સવવ ત થઈ, નિમમત્વભાવનો પ્રકઈ પામીને, મોટા ચવતી અને દેવોના પતિ ઈદ્રથી પણ અધિક એવી પ્રાણીઓના સુખની અનુપમ લમીને અને અતિ વિશાળ કીર્તિને શીધ્ર પામે છે. ૨. જે ભાવનાના મહિમા–પ્રભાવથી, અપધ્યાનરૂપ પિશાચોની પીડા જરા પણ જોર પકડી શકતી નથી, જેના મહિમાથી કઈ અનિર્વચનીય અદ્વિતીય સુખભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે અને જેના પ્રભાવથી સુખની તૃપ્તિનો દરિયો ચારે બાજુએ ફેલાઈ જાય છે અને જેને લઈને રાગ-રોષ વગેરે શસૈન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે તથા એકછત્ર મેલના રાજ્યરૂપ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે તે ભાવનાઓને તમે વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને સેવો–ભાવો ૩. શ્રી હીરવિજયસૂરીશ્વરના બે શિષ્યો થયા તે (સાંસારિકપણે પણ) ભાઈઓ હતા શ્રી સેમવિજય વાચક અને શ્રી કીતિવિજય વાચકવર. ૪. તેઓ પિકી શ્રી કીતિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે આ ભાવના સંબધી રચનાવાળો શાંતસુધારસ નામને ગ્રથ વિચાર્યો–અવલોક્યો (બનાવ્યો). ૫. સંવત્ ૧૭૨૩ માં શ્રી ગન્ધપુર (ગાધાર) નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી અત્ય ત હર્ષ સાથે આ યત્ન સફળ થા – ગ્રથ પૂરો થયો ૬. જેવી રીતે ચદ્ર પિતાની સેળ કળાથી પરિપૂર્ણતા પામીને જગતને આનદ આપે છે – પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ગ્રંથ સર્વે મળીને સોળ પ્રકાશ (પ્રકરણો) વડે કલ્યાણને વિસ્તારે. હ, જ્યા સુધી આ જગતમાં હજાર કિરણોવાળો સૂર્ય અને અમૃત કિરણવાળ ચદ્ર પ્રકાશ કરે ત્યાસુધી સદા જ્યોતિને કુરાવતુ આ વાહમય (શાસ્ત્ર) સજ્જન પુરુષને આનદ આપો.

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608