Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 582
________________ ૪૭૬ શાંતસુધારસ ઉપદેશ ન લાગે તેવા પ્રાણી તરફ ઉદાસીનભાવ રાખવા ઘટે આ પ્રયોગ જરા મુશ્કેલ છે, પણ ખાસ જરૂરી છે અને ધર્મની વિશાળતા સિદ્ધ કરી બતાવનાર છે ૩ ૧. આ પ્રમાણે હકીકત હોવાથી સ તપુરુષે ઉદાસીનતારૂપ અમૃતના સારતત્ત્વને આસ્વાદે. આ પ્રમાણે” એટલે ઉપર જે હકીકત જ કરી તે કારણને ધ્યાનમાં લઈને પ્રાણી ઉદાસીનતા ધારણ કરે અહી પ્રથમ ઉદાસીનતાનુ ફળ બતાવ્યું, પછી સ્તુતિ કે રેવની નિષ્ફળતા કર્મના મર્મને લઈને રજૂ કરી અને પછી ધર્મસ બધી મિથ્યા ઉપદેશ કરનાર પર અને ઉપદેશ સાભળનાર શ્રોતાની કષ્ટસાધ્યતા પર મધ્યસ્થતા રાખવાની વાત કહી. એ સર્વનું પરિણામ શું ? જે ખરા સતપુરુ હોય, જેને સસાર મિથ્યા ભાસ્યા હોય, જેને આ સંસારમાંથી નાસી છૂટવાની તાલાવેલી લાગી હોય, જેને બ ધન એ ખરુ કેદખાનું સમજાયું હોય, જેને સાસારિક ભાવમાં પ્રવૃત્તિ એ બાળકના ખેલ લાગ્યા હોય, જેણે આત્મારામને કાંઇક અનુભવ કર્યો હોય અને જે સામે જોવાને બદલે આ દર જોતા શીખ્યા હોય તેવા સતપુરુષે વાર વાર આ ઉદાસીનભાવરૂપ અમૃતને જ સેવે છે એ દાસીને અમૃત કહેવાનું કારણ એ છે કે પુરાણકથા પ્રમાણે જેમ સમુદ્રમન્ચન કરીને દેવોએ અમૃત શોધ્યું તેમ શાસ્ત્રમહાવનું મથન કરીને આ ભાવનાઓ શોધી કાઢી છે. એ અમૃતમાં પણ ખાસ “તર’ જેવા મુદ્દાનો માલ, એને સાર, એનો ઉત્તમોત્તમ વિભાગ ઉદાસીનભાવ છે એ બજારુ ચીજ નથી અને એ બજારમાથી લભ્ય પણ નથી, ખૂબ પરિશીલન અને નિયત્રણને પરિણામે વૃત્તિઓ પર કાબૂ આવે ત્યારે આ ભાવ ખીલે છે. સ તપુરુષે – જેમનુ સાધ્ય આ પ્રપ ચાળ મૂકી એનાથી દર ચાલ્યા જવાનું છે. તેઓ – આ અમૃતના ખરા સારને વારવાર આસ્વાદે આ આસ્વાદના શોખ માટે નથી, પારખવા માટે નથી કે ઈક્રિયતૃપ્તિ માટે નથી. એના આન દરગમાં પડેલો પ્રાણી અને તે મુક્તિસુખને મેળવે છે એનો અનુભવ એવો આહૂલાદક છે કે એના સુખકલાસની લહરીમાં પ્રાણી સંસારસમુદ્ર તરી જાય છે. એને સસારના મોજા ઓ ધકેલે ચઢાવી શકતા નથી, પણ એને આ ઉદાસીનભાવરૂપ જે સ્ટીમર કે ત્રાપ મળે છે તેની સહાયથી એ આનંદતર ગને હિલોળે ચઢે છે અને આનદના પ્રવાહમાં તરતો તરત મુક્તિ સુધી પહોચી જાય છે આટલી હદ સુધી કેમ વધી શકાતુ હશે તેનો ખ્યાલ કર હોય તો, એક વાર ઉદાસીનભાવ રાખવા પ્રયત્ન કરે, ગમે તેવા ઉશ્કેરણીના પ્રસગે પણ વૃત્તિ પર સંયમ રાખે અને પછી એના પરિણામ તપાસે તો જરૂર લાગશે કે એ મોક્ષસુખની વાનગી છે આટલી વાનગીનું આસ્વાદન થાય તો પછી માર્ગ ઘણો સરલ છે

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608