________________
૪૮૦
, શાંતસુધારસ આ તદ્દન નિર્માલ્ય લાગતા સવાલો ખૂબ મહત્વના છે. એમાં ખૂબ રહસ્ય છે અને એકાનમાં બેસીને ચેતનની સાથે વાતો કર્યા વગર એનું રહસ્ય સમજાય તેમ નથી
વાત એ છે કે ઘણુ બોલનાર કેટલીક વાર સમયનો મિથ્યા વ્યય જ કરે છે. એની વાત સાભળો તો આનદ થાય, પણ એનો વ્યવહાર તેનાથી પ્રતિકૂળ હોય છે, તો તે કેરડે જ મેળવે છે એ કેરડાનુ ઝાડ કાટાથી ભરેલું હોય છે અને અ૫ નાના પાંદડાંવાળું હોઈ આરામ લેવા લાયક પણ હોતુ નથી એના ફળ તૂરા અને મોળા હોય છે. બહુ બેલનાર હોય પણ અતરમાં સાધ્યની જાગૃતિ વગરનો હોય તે તે કાઈ પણ લાભ મેળવતા નથી અને બીજો બેલનાર ન હોય પણ એકાગ્ર ચિત્ત ચેતનરામને ધ્યાવનાર હોય તો આબાના ફળો – ઈષ્ટ ફળ પ્રાપ્ત કરે છે
બહુ બોલે તે બા ઠ” એ આખુ સૂત્ર તારે વિચારવાનું છે સાધુ ગોચરીએ ગયા, ત્યા એક વગરવિચાર્યું વચન બોલાઈ જવાથી એમને રાણીની કૂખે જન્મ લેવો પડ્યો એ જન્મ બાદ પૂર્વભવનું સ્મરણ થતાવે ત ત્યા એણે ન બેલવાનો નિયમ રાખ્યો એકદા બાજુના જગલમા એ સૈન્ય પરિવાર સાથે ફરવા ગયો ત્યાં કાગડાને બોલવાને કારણે મરવું પડ્યું ત્યારે એ માત્ર માર્મિક “ક્યાં બોલ્યો ?” એટલુ જ બોલ્યો અને સાથેના નોકરને પણ એ જ રીતે સમજાવ્યો એ આખી કથા મૌન અથવા તો વાણીયમનું મહત્વ સમજવા માટે બહુ જ ઉપયોગી છે
આપણે આખા દિવસમાં નકામુ કેટલું બોલીએ છીએ તેનો વિચાર કરીએ તો શક્તિના દુર્બયને ખરો ખ્યાલ આવે
આ સર્વ સાધારણ રીતે સમજાય તેવા સત્ય છે. એ વાત તારા ચિત્તમાં બેઠી હોય તો હવે ઉદાસીનતાને અગે તે તપાસી જા
અન્ય મનુષ્યોમાં તુ અવગુણ જુએ, દુરાચાર જુએ, ધમાલ જુએ કે પાપવૃત્તિ જુએ ત્યારે તે તેની ચર્ચા, ટીકા કે નિદા શા માટે કરવા મડી જાય છે ? તે કેવળ નકામી પરચિતા છે એ છોડી દે એને બદલે તારે પોતાનો નિર્વિકાર ભાવ વિચાર એટલે તને પરચિ તા કરવી ગમશે જ નહિ વળી તુ વિચાર કે એવી ટીકા કરનારા કેરડા મેળવે છે તો તારે કેરડા મેળવવા છે કે આબાના ભોગી થવું છે ?
અર્થ વગરની પરચિતા કરનારને ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી, એ તો નકામે વ્યવસાય છે. મધ્યસ્થવૃત્તિ રાખનારને પર િતા કરવી બેજે નહિ, એના ઉચ્ચ ધોરણ પાસે એ વાત પાલવે નહિ એ માગે લાવવા પ્રયાસો કરે પણ ચિંતા ન કરે ચિતાને તે વ્યવહારમાં ચિતા સમાન કહી છે અને ઘણું પ્રાણીઓ લેવાદેવા વગર પારકી ચિતામાં પિતાની જાતને હોમે છે ઉદાસીન આત્માની એ દશા ન હોય