Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 595
________________ ઉપસંહાર : માધ્યર્થ (ઔદાસીન્ય) ચેથી ગભાવના માધ્યચ્ચ અત્ર પૂરી થાય છે. એને ઉદાસીનભાવ પણ કહેવામાં આવે છે એને કવચિત ઉપેક્ષાભાવનાના નામથી પણ સંબોધવામાં આવેલ છે. આ ત્રણે શબ્દોના ત્રણ જુદા જુદા ભાવે છે તેનું પર્યવસાન આખરે તો પિતાની જાતને સાસારિક ભાવથી દૂર રાખવામાં જ આવશે ત્રણ દષ્ટિબિન્દુઓ આપણે જરા તપાસી જઈ એ. ઉદાસીનભાવ–દાસીન્યમાં મુખ્ય ભાવ ચિત્તને અંદર ખેચવાનો છે. જ્યારે જ્યારે આન દ અથવા શેકની વૃત્તિમાં કઈ પણ પ્રકારને ક્ષોભ થવાનો પ્રસ ગ આવે ત્યારે તે વૃત્તિ પર કાબૂ રાખી એ વૃત્તિથી મનને-ચિત્તને પાછુ ખેચી લેવુ એ ભાવ ઉદાસીનતામાં આવે છે એક મોટો વરઘોડે નીકળે ત્યારે ઉદાસીન આત્માની આખ ખુલ્લી હોય તે પણ એની નજર કાંઈ જતી નથી. એના મન ઉપર કોઈ અસર થતી નથી એને ગમે તેવા આપ્તજનના મરણથી ક્ષેભ થતો નથી આ વૃત્તિ અને નિષ્ફરતામાં ઘણો ભેદ છે ઉદાસીનતામાં તે તરફ લક્ષ્યનો અભાવ છે, જ્યારે નિષ્ફરતામાં વૃત્તિને દારૂ પાયેલો હોય છે મધ્યસ્થવૃત્તિમાં ફોધ કે રોષ કરવાનો પ્રસંગ આવી પડે ત્યારે મનમાં શાતિ રાખવાની મુખ્યતા છે. આમાં વૃત્તિમાં હલનચલન થાય છે, પણ ક્ષોભ થતું નથી. - ઉપેક્ષામાં એ તરફ ધ્યાન જાય છે પણ સહજ તિરસ્કારપૂર્વક એ બાબતની જાણે દરકાર નથી એવી વૃત્તિ થાય છે આમાની ઘણીખરી બાબત દાખલાઓ લેવાથી બરાબર બેસે તેવી છે આ જીવનમાં ઉદાસીનભાવ રાખવાના પ્રસંગો તો ઘણા આવે છે, પણ તેવે વખતે પ્રાણી પૂર્વબદ્ધ વિચારોથી, બેટી લાગણીઓના બે ચાણથી અથવા બીજા અનેક મનોવિકારોથી શાત રહી શકતે નથી. આપણે એક માણસને ખરી અણીને વખતે હજાર રૂપિયાની સહાય કરી હોય, પછી આપણે તે રકમ તેની પાસે માગી પણ ન હોય, થોડા વખત પછી એ જ માણસ આપણને શરમાવે તેવું આળ આપણું ઉપર મૂકે, આપણને ન શોભે તેવા આરોપ મગજમાંથી ઉઠાવીને મૂકે અને અપશબ્દો કહે ત્યારે તેને માટે શું વિચાર થાય? એવા પ્રસગમાં પણ જે તદ્દન અલિપ્ત થઈને ઊભા રહે અને જાણે પિતાને એ આરોપ સાથે કાંઈ લેવાદેવા નથી એવું વર્તન કરે એ ઉદાસીનભાવ પા કહેવાય એ પ્રાણી વિચાર કરે કે સામે મારા ઉપર ગમે તેટલા આક્ષેપ કરે તેથી મારે શું ? આ વૃત્તિ રહેવી ઘણી મુશ્કેલ છે. આ વૃત્તિ કેળવતા કેવળતા એ જાણે સાક્ષીભાવે જ ઊભે હોય એટલે સુધી એ પહોચી જાય છે “સ્વભાવસુખમાં મગ્ન અને જગતના તત્ત્વનું અવલોકન કરનાર પુરુષનું પરભાવને વિષે કર્તવ નથી, માત્ર સાત્વિ છે” (મગ્નાષ્ટક, જ્ઞાનસાર ર-૩)

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608