________________
માધ્યસ્થભાવને
૪૮૩
ની સાથે અનુપ્રાસ મેળવવા એ પ્રયોગ કર્યો હશે. બાકી આવા અનુપમ ગ્રથમા એવા શબ્દપ્રયાગને સ્થાન ન ઘટે કદાચ એવો શબ્દપ્રયોગ એમના વખતની પ્રચલિત ભાષામાં અશિષ્ટ નહીં ગણાતો હોય. સૂવ-ઉસૂત્રની વાત આવે ત્યા આકર ભાષાપ્રયાગ કરવાથી મધ્યસ્થભાવ પિપાવાને બદલે હાનિ પામતો, આઘાત પામતો લાગે છે
જે અનુપમ ભાષાશૈલીમાં આખો ગ્રથ લખ્યો છે એને અનુરૂપ આ ઉક્તિ નથી એટલુ અત્યત ક્ષેભ સાથે લખવાનું ધાખર્ચ કરવું અપ્રાસંગિક લાગે છેસાહિત્યની ભાષામાં એને હીનેપમાં કહેવાય. શાતરસનાં પરબ મ ડાયાં હોય ત્યા એ દુર્ગ ધ ને ઘટે, આ મારે પિતાને મત છે.
ધર્મચર્ચા, તત્ત્વનિવેદન કે વ્યાપિવિશિષ્ટ ન્યાયચર્ચા ચાલતી હોય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઈ જવાની વાત વર્ય ગણાય તો ધર્મચર્ચામાં તો સવિશેષ વર્ય ગણાય અને ધર્મચર્ચામાં હકીકતની અગત્ય કદી ખ્યાલ બહાર ન જવા દેવી કેટલાક ગચ્છભેદના ઝગડાઓ વર્ષો સુધી અને કેટલાક તો સેકડો વર્ષ સુધી ચાલ્યા છે. પણ એમાં તત્ત્વને-મુદ્દાનો સવાલ જ હતો નથી વિધિમાગને ઝગડો કરવો એ વિશાળ જૈન તત્ત્વજ્ઞાનના દષ્ટિબિ દુઓ સમજવાની અલ્પ શક્તિ બતાવે છે | ગમે તેવા ધર્મચર્ચાના પ્રસંગો આવે ત્યારે મનને સ્થિર રાખવુ, સમજવા માટે ખુલ્લુ રાખવુ, સામાના દૃષ્ટિકોણ સમજવાની કે કપવાની જિજ્ઞાસા રાખવી, સત્ય શોધવુ–સત્યને નિર્ણય કરવો મુશ્કેલ છે એમ સમજવું પિતાની માન્યતા સિવાય અન્ય સત્ય ન જ હાઈ શકે એવા ધોરણથી વાત શરૂ ન કરવી. વિચારવાનું સર્વને સમન્વય કરી શકે છે અને વિશાળતા. પાસે સર્વ ખુલાસા શક્ય છે. પરિપૂર્ણ પ્રયાસ કરવા છતા પણ વિચાર–એક્ય ન જ થઈ શકે તા પણ પ્રેમથી છૂટા પડવુ. ચર્ચા એ વિદ્વાનોની મોજ છે, અને રમતનો નિયમ (Sportsman's spirit) એ છે કે હારે, છતે તે બને પ્રેમથી ભેટીને હસ્તધૂનન કરી છૂટા પડે આ વિશાળ ભાવ ખીલવવા જેવો છે પ્રયાસ કરતાં ન સમજે તે પછી કર્તાશ્રી કહે છે તેમ વિા કુર્મ.?” (આપણે શું કરીએ?) આવો ભાવ રાખવો આ વિશિષ્ટ મધ્યસ્થભાવ છે. એનો અમલ અત્યાર સુધીને ઈતિહાસ-જેતા મુશ્કેલ દેખાય છે, પણ સુખને માટે જરૂરી છે, ઉપયોગી છે, આદરણીય છે
પ, આ સંસારમાં તુ નકામે મૂઝાય છે વાત એમ છે કે પ્રત્યેક પ્રાણીનુ મન અમુક વિકાસક્રમમાથી આવેલ હોય છે એટલે એને જેવા સંસ્કારો પડ્યા હોય અને અહી એણે જે વિશેષ સંસ્કાર મેળવ્યા હોય તેને અનુસરીને એ ચાલ્યો જાય છે મનને જે રસ્તે જવાનું હોય ત્યા તે જાય છે અને એની અટકાયત અશક્ય છે અથવા મુશ્કેલ છે
આ વાત ઘણી સરળ છે તમે કઈ પણ મનુષ્ય માટે કહેવા ઘારે કે અમુક સયોગોમાં તે કેમ વર્તશે, તે જે તમારે તેનો પરિચય હોય તો બરાબર કહી શકશે. એકને માટે