Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 588
________________ શાંતસુધારસ જશે, એથી તુ કાઈ બગડેલ બાજી સુધારી શકીશ? આ રીતે તારા માનસિક-આત્મિક સુખનો નાશ કરવાનો રસ્તો કદાપિ લઈશ નહિ. એ વખતે મનની સ્થિરતા જાળવી રાખવી એ ઉદાસીનભાવ છે કાર્ય કરીને છૂટી જવું અને પછી એ વાતની “તથા ન કરવી એ જીવનનો માત્ર જેને પ્રાપ્ત થઈ જાય તે અનંત મન શાતિ મેળવી શકે છે ધાર્મિક બાબતમાં ઉપદેશકોએ અને વ્યવહારમાં વડીલવર્ગ આ સૂત્ર ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે. એના તરફ બેદરકારી રાખવાથી ઘણી ગેરસમજ, કદાગ્રહ અને વિષવાદ વધી જતા જોવામાં આવ્યા છે ઉપદેશ આપનારે એક વાત ધ્યાનમાં રાખવી કે સમજાવટથી જ માન પ્રાપ્ત કરાવાય છે. પિતે દબાણ કવ્વાનું સ્થાન ભોગવે છે તેને છેટે ઉપયોગ ઉપદેશક, વડીલવર્ગ, વકીલ કે ડોકટર કરે તો તે અગ્ય છે અને સામે પ્રાણી તે ઉપદેશ, સલાહ કે સૂચના માન્ય ન કરે ત્યારે તપી જવું એ તે લગભગ સ્થાનભ્રષ્ટ થવા જેવું છે. ૪. કેટલાક જડ મનુષ્ય મૂળ સિદ્ધાન્તની હકીકત ઉલટાવી નાખી સૂત્રસિદ્ધાન્તવિરુદ્ધ પ્રરૂપણા કરે છે આવા મનુષ્ય ઘણુ અયોગ્ય કામ કરે છે, પણ આપણે શું કરી શકીએ ? અહી ઉસૂત્રને અગે ઘણા વિચાગ્યા લાયક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. દરેક દર્શનમાં અમુક મૂળ મુદ્દાઓ હોય છે આત્માની હયાતી, પરભવ, કર્મ, આત્માને અનાદિ સબ ધ અને પ્રયાસથી કર્મથી મુક્તિ વગેરે મૂળ બાબતો છે જીવ અને જગતનો સ બ ધ, નિગદને સિદ્ધાત એ મૂળ બાબત છે આવી બાબતોમાં જે સમજી-જાણું વિરુદ્ધ વાત કરે તે ઉત્થાપક ગણાય છે એવા પ્રાણીને સમજવા પ્રયત્ન કરે, એની પાસે દલીલો કરવી અને એને મૂળ સિદ્ધાંત સમજાવવા, છતા તે ન સમજે તો પછી તેની સાથે કપાય ન કરો. તેની ભવસ્થિતિ પાકી નથી એમ વિચારવું. આપણું કર્તવ્ય સમજાવટથી પૂરુ થાય છે. ' વિધિ–સાધનધર્મોની બાબતમાં વિચાર કરી એક માર્ગ સ્વીકારવો, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તો તેથી ઉશ્કેરાઈ જવું નહિ ઘણુંખરી વાર એમાં દ્રષ્ટિબિ દુનો જે તફાવત હોય છે કેઈ પ્રાણી વ્યાખ્યાન કરતી વખતે મુહપત્તિ બાંધવા ઈચ્છતો હોય અને અન્ય તે બિનજરૂરી ગણતો હોય તો પોતાનો અભિપ્રાય શાંતિથી જણાવવો, પછી કદી સામા મોરચા માડવા નહિ એમાં મુદ્દાને સવાલ જ નથી અને મતભેદને અવકાશ હોય ત્યા ઉસ્થાપક, “મિથ્યાષ્ટિ” કે “ઉત્સવપ્રરૂપક એવા આકરા શબ્દનો ઉપયોગ કરી બેસો નહિ, ગચ્છના ભેદો પડ્યા છે તે આ વિશાળ દષ્ટિની ગેરહાજરીમાં પડ્યા છે એમાં તત્ત્વ જેવુ કાઈ નથી કેઈ ચોથનો સ્વીકાર કરે કે કોઈ પાચમને સ્વીકાર કરે અને કોઈ ઈરિયાવહિયા આગળ, પાછળ કે બંને વાર બેલે, એમાં મૂળ મુદ્દાનો કોઈ સવાલ નથી બનતે સમન્વય કો, પડેલા ભેદો ઓછા કરાવવા પ્રયત્ન કરવો પર તુ મુદો કદી ચૂકવો નહિ જેઓ હસૂત્ર ભાષણ કરે છે તે સુ દર દૂધ તજી દઈને “મૂત્ર પીએ છે એવો શબ્દપ્રયોગ શ્રીમાનું વિનયવિજયજી મહારાજે કર્યો છે મને લાગે છે કે સૂત્ર (પક્તિ બીજીમા)

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608