________________
બેધિદુર્લભભાવના
૩૭૧ સંસારના પાયા માડે છે. એ પોતાની આખી પ્રવૃત્તિનું પૃથક્કરણ કરે તો તેમાં એને કોઈ જગ્યાએ હેતુ કે સાધ્ય દેખાશે નહિ અનેક જાતના મમ કરવા ત ત બાધવા, અભિમાનથી રાચવું અને જાણે પોતે કઈક છે એમ માની તદ્દન નિજીવ બાબતોને મોટી માની તેમા રચ્યાપચ્યા રહેવું, આમા જીવન જેવું કઈ નથી, મળેલ તકનો ઉપયોગ નથી અને આત્મવિકાસને અવકાશ નથી
આ સબ ધમાં શ્રી સોમપ્રભાચાર્ય સિ દૂરપ્રકરમા કહે છે કે – अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्विपयसुखतृष्णातरलितः। ' गुडन्पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुस्यो मूर्खाणामुपलमुपलव्धुं प्रयतते ||
આ અપાર સંસારમાં મહામુસીબતે મનુષ્યદેહ પામીને પણ જે ઇશ્વિના વિષયોના સુખની તૃષ્ણામાં વિહ્વળ બની ધર્મ આચરતો નથી, તે મૂખમાં પણ મુખ્ય માણસ મોટા દરિયામાં ડૂબતે હેય તે વખતે એને મળેલું સુંદર વહાણ છેડી દઈને પથ્થર લેવાનો પ્રયાસ કરે છે” અનેક જીવો ભરદરિયામાં પણ વહાણને છોડી દઈને પથ્થર લેનારા હોય છે, પછી તરવાને બદલે બૂડી મરે અને ઊંડા અગાધ જળમાં તણાઈ જાય તેમા કાઈ આશ્ચર્ય નથી આ ખરી વસ્તુસ્થિતિ છે અને નજર–સન્મુખ રાખવા ગ્ય છે. અનેક પ્રાણીઓનુ શુ થાય છે તે જોઈ આપણું શું થશે તે અત્ર વિચારણીય છે.
દિરિયામા વહાણ છેડી પથ્થરને પકડવાની વાત હસવા જેવી લાગશે, પણ વાસ્તવિક રીતે વિચારતા અનેક પ્રાણીઓનો વ્યવહાર એ કક્ષામાં આવે છે. એ કદાચ સાચો-સારે માર્ગ જાણશે તો પણ એ સાચો માર્ગ આચરશે નહિ એનું નામ જ ભરદરિયામાં પથ્થરને પકડવાનુ છે મેહને કેફ અને મમતાનો રાગ એવો મધુર હોય છે કે એમાં સાચે, માર્ગ મળતો નથી, મળે તે સૂઝતો નથી અને સૂઝે તો એનો સ વ્યવહાર થતો નથી આ સ્થિતિને અત લાવવાનો અત્ર આશય છે બાકી તો અનેક વેશ ધર્યા છે, નવા નવા રૂપ લીધા છે અને અરઘટ્ટઘટિકા(રેટ)ની જેમ નીચે આટા માર્યા છે. એમાં કોઈ પાર આવવાનો નથી ઉપર આવે ત્યારે જરા આન દ-પ્રકાશ દેખાય, પણ જ્યા આ દરથી પાણી ગયુ કે રેટની બીજી બાજુએ ખાલી થઈને ઊંધે માથે નીચે ઊતરવું પડે છે અને એમ ઉપર-નીચે ફર્યા કરવાનું છે. આ વાત સમજુની ન હોય
સ્વપ્નના રાજ્યને સાચુ માનવુ અને પછી તેના ઉપર રાચી જવું અને સંસારમાં ફર્યા કરવુ, એમા મજા શું છે? હૃદયમ દિરમાં એકાદ વખત તો દીપક જગાવો ઘટે–એના અજવાળે મ્હાલવુ ઘટે અને એના તેજની ભવ્યતા વિસ્તરવા દેવી ઘટે એ અતર દીપક થાય તો પિતાનું અને પારકું શું છે તે સમજાશે અને પછી આગળનો રસ્તો પ્રકટ થવાથી એના ઉપર વ્યાપેલો અધિકાર દૂર થઈ જશે સર્વત્ર પ્રકાશમય મહિમા વધતો જશે એક વખત પ્રકાશ થઈ જશે તો ગણતરીમાં આવી જવાશે ગમે તેમ કરીને આ પ્રકાશ એક વાર કરવાની જરૂર છે.